બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ભારત / Vidya Rani daughter of notorious sandalwood smuggler Veerappan, will contest the Lok Sabha elections

લોકસભા ચૂંટણી 2024 / એકસમયે પિતાનો જંગલમાં હતો દબદબો, બની ચૂકી છે 6-6 ફિલ્મો, હવે દીકરી લડશે લોકસભા ચૂંટણી

Vishal Khamar

Last Updated: 02:38 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા કુખ્યાત ચંદન તસ્કર અને ડાકુ વીરપ્પનની પુત્રી વિદ્યા રાની લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. વિદ્યા રાનીએ શનિવારે કહ્યું કે તે તામિલનાડુના કૃષ્ણાગિરી મતવિસ્તારમાંથી આગામી લોકસભા ચૂંટણી લડશે.

લોકસભા ચૂંટણી 2024નું બ્યુગલ વાગી ગયું છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોની જાહેરાત કરી રહ્યા છે. આ દરમિયાન વધુ એક નામ હેડલાઇન્સમાં આવ્યું છે. તે માર્યા ગયેલા કુખ્યાત ચંદન દાણચોર અને ડાકુ વીરપ્પનનું નામ છે. વાસ્તવમાં વીરપ્પનની પુત્રી વિદા રાની લોકસભા ચૂંટણી લડવા જઈ રહી છે. વિદ્યા રાનીએ શનિવારે કહ્યું કે તે તામિલનાડુના કૃષ્ણાગિરી મતવિસ્તારથી આગામી લોકસભા ચૂંટણી લડશે.

તમને જણાવી દઈએ કે તેમણે થોડા દિવસ પહેલા જ ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું. વિદ્યા રાનીએ એક નિવેદનમાં કહ્યું કે તે નામ તમિલાર કચ્છીની ટિકિટ પર ચૂંટણી લડશે. તેણે કહ્યું કે તેના પિતા લોકોની સેવા કરવા માંગતા હતા, પરંતુ આ માટે તેમણે જે પદ્ધતિ પસંદ કરી તે યોગ્ય નથી. તેણે કહ્યું કે તે લોકોની સેવા કરવા માટે રાજકારણમાં આવી છે.

વિદ્યા રાની શું કરે છે
વિદ્યા રાની વ્યવસાયે વકીલ છે. તે એક કાર્યકર પણ છે અને આદિવાસીઓ અને દલિતોના કલ્યાણ માટે કામ કરી રહી છે. કુખ્યાત ડાકુ વીરપ્પન 2004માં તમિલનાડુ પોલીસની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથેના એન્કાઉન્ટર દરમિયાન માર્યો ગયો હતો. ભાજપમાં જોડાયા બાદ તેમને ભાજપ યુવા બ્રિગેડના ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. પરંતુ તાજેતરમાં જ તેણે અભિનેતા-દિગ્દર્શક સીમનની આગેવાની હેઠળના એનટીકેમાં જોડાવા માટે પાર્ટી છોડી દીધી હતી.

કોણ હતો વીરપ્પન?
કૂજા મુનિસ્વામી વીરપ્પન, જે વીરપ્પન તરીકે પ્રખ્યાત છે, તે માત્ર દક્ષિણ ભારતમાં જ નહીં પરંતુ વિશ્વમાં એક કુખ્યાત ચંદનનો દાણચોરી કરનાર હતો. વીરપ્પને માત્ર 10 વર્ષની ઉંમરે હાથીને મારી નાખ્યો હતો અને માત્ર 17 વર્ષની ઉંમરે તેની પ્રથમ હત્યા કરી હતી. ઘણા દાયકાઓ સુધી વીરપ્પનને પકડવામાં કે મારી શકાયો ન હતો. જ્યારે કર્ણાટક, તમિલનાડુ અને કેરળની ત્રણ સરકાર તેની પાછળ હતી.

વધુ વાંચોઃ પૂર્વ એરફોર્સ ચીફ RKS ભદૌરિયા ભાજપમાં જોડાયા, રાફેલ જેટ લાવવામાં ભજવી હતી મુખ્ય ભૂમિકા 

વીરપ્પનના આતંકને ખતમ કરવા માટે સ્પેશિયલ ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવી હતી. વર્ષ 2004માં વીરપ્પન અને તેના કેટલાક સહયોગીઓ ઓપરેશન કોકૂન નામના ઓપરેશનમાં માર્યા ગયા હતા. વીરપ્પને પોતાના જીવનમાં 184 લોકોની હત્યા કરી હતી. જેમાં મોટાભાગના વન વિભાગ અને પોલીસ કર્મચારીઓ હતા. અત્યાર સુધીમાં વીરપ્પન પર 6 ફિલ્મો બની છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ