બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Godrej Garden City fire investigation reveals big revelation, woman's cause of death revealed, spreading sensation

અમદાવાદ / ગોદરેજ ગાર્ડન સિટી આગકાંડ મામલે તપાસમાં મોટો ઘટસ્ફોટ, મહિલાના મોતનું કારણ આવ્યું સામે, પ્રસરી સનસનાટી

Vishal Khamar

Last Updated: 07:33 PM, 22 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના ગોદરેજ ગાર્ડન સીટીમાં આગ અને મોત મામલે પીએમ રિપોર્ટમાં મહિલાનું મોત ગુંગળામણ થયું હોવાનું ખુલ્યું છે. પોલીસે મહિલાના મોતના મામલામાં 10 થી વધુ લોકોના નિવેદન લીધા છે.

  • ગોદરેજ ગાર્ડન સિટીમાં મહિલાના મૃત્યુ મામલે ખુલાસો
  • ગુંગણામણથી મહિલાનું થયું મૃત્યુ
  • ગળાના ભાગે 2થી વધુ ઈજાના નિશાન જોવા મળ્યા

ગોદરેજ ગાર્ડન સીટીમાં મહિલાના મોત મામલામાં ખુલાસો થવા પામ્યો છે. ત્યારે પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મહિલાનું મોત ગુંગળામણથી થયું હોવાનું પ્રકાશમાં આવ્યું છે. મહિલાને ગળાના ભાગે જે ઈજાના નિશાન હતા જે બાબતે જાણવા મળ્યું હતું કે મહિલાએ પોતાના ગળે છરી મારવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ હાથના ભાગે નસ કાપવાનો પણ પ્રયાસ કર્યો હતો. ત્યારે મહિલાએ અગાઉ પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસે મહિલાના મોતના મામલામાં 10 થી વધુ લોકોના નિવેદન લીધા છે.

વૈજ્ઞાનિક ઢબે પોલીસ તપાસ કરી હતી
અમદાવાદના ગોદરેજ ગાર્ડન સિટીના ઈડન-Vમાં ફ્લેટમાં આગ અને મોત મામલે હવે પોલીસે ઝીણવટપૂર્વકની તપાસ કરી હતી. પોલીસ દ્વારા ઘટના સ્થળ અને ઇજાના નિશાનના આધારે વૈજ્ઞાનિક ઢબે તપાસ શરૂ કરી હતી. 

શું કહ્યું ઇજાગ્રસ્ત પતિએ ? 
આગ અને હુમલાની ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત અનિલ વઘેલની પોલીસ પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. અનિલ વઘેલે જણાવ્યું હતું કે, આજે સવારના સમયે નાસ્તો બનાવવા મામલે માથાકૂટ થઈ હતી. આ તરફ મામલો ઉગ્ર બનતા પત્નીએ જ છરીથી હુમલો કર્યો હતો. જે બાદમાં બાદ પત્નીએ જ પોતાની જાતે જ ગળુ કાપીને ઘરને આગ ચાંપી હતી.

શું કહ્યું હતું સ્થાનિકે? 
આ ઘટનાને લઈ એક સ્થાનિક સાથે વાતચીત દરમ્યાન તેમણે કહ્યું હતું કે, સવારના સમયે આ ઘટનાની જાણ થતાં અમે દોડી આવ્યા હતા. પ્રાથમિક માહિતી મુજબ પતિ-પત્નિના ઝઘડામાં આ બનાવ બન્યો હોવાનું સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે, આ બનાવ બન્યો ત્યારે તેમના બંને બાળકો કે એક ધોરણ 6માં ભણતી પુત્રી અને ધોરણ 8માં ભણતો પુત્ર બંને શાળાએ ગયા હતા ત્યારે આ બનાવ બન્યો હતો. 

મૂળ ઉત્તરપ્રદેશના આગ્રાનો રહેવાસી છે પરિવાર
ગોદરેજ ગાર્ડન સિટીમાં ઇડન સોસાયટીમાં આગ અને મોત કેસમાં સામે આવ્યું છે કે, વર્ષ 2017થી પત્ની અનિતા અને 2 સંતાન સાથે ઇડન સોસાયટીમાં રહે છે. તેઓ મૂળઉત્તરપ્રદેશના આગ્રાના રહેવાસી છે. જોકે હવે સમગ્ર ઘટના બાદ પતિનું શંકાસ્પદ નિવેદન સામે આવ્યુ હતું. મહત્વનું છે કે, પતિએ પત્નીએ પોતાનું ગળું ખુદ કાપ્યાનુ નિવેદન આપ્યુ હતું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ