બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / godrej family looks to divide business empire

બિઝનેસ / 124 વર્ષ જૂની મોટી કંપનીનાં બે ફાડ: અબજોની સંપત્તિ ધરાવતા ઉદ્યોગપતિ પરિવારમાં ઝઘડા બાદ નિર્ણય

Arohi

Last Updated: 11:41 AM, 29 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોદરેજ ગ્રુપ  (Godrej Group)ની શરૂઆત 124 વર્ષ પહેલા તાળા બનાવતી કંપનીની રીતે થઈ હતી.

  • ગોદરેજ ગ્રુપે બિઝનેસના ભાગલાની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી 
  • 4.1 અરબ ડોલરના બિઝનેસને બે ભાગમાં વહેચવાની તૈયારી 
  • 124 વર્ષ પહેલા તાળા બનાવતી કંપનીની રીતે થઈ હતી ગોદરેજની શરૂઆત 

દેશના દિગ્ગજ વ્યાપારી ગોદરેજ ગ્રુપે બિઝનેસના ભાગલાની ઔપચારિક પ્રક્રિયા શરૂ કરી દીધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગ્રુપના 4.1 અરબ ડોલરના બિઝનેસને ગોદરેજ પરિવાર બે ભાગમાં વહેચવાની તૈયારી કરી રહ્યો છે. તેમાં એક ગ્રુપની આગેવાની આદિ ગોદરેજ (Adi Godrej) અને તેમના ભાઈ નાદિરના હાથમાં છે જ્યારે બીજુ ગ્રુપ કાકાના ભાઈ-બહેન જમશેદ ગોદરેજ (Jamshyd Godrej) અને સ્થિતા ગોદરેજ કૃષ્ણા (Smitha Godrej Crishna)નું છે.

ગોદરેજ ગ્રુપનો વ્યાપાર કન્ઝ્યુમર ગુડ્સથી લઈને રિયલ એસ્ટેટ અને એન્જિનિયરિંગ સુધી ફેલાયેલો છે. આ બિઝનેસને વહેચવાની પાછળ ઘણા મહિનાઓથી ચર્ચા ચાલી રહી છે પરંતુ હાલમાં બન્નેમાં તેજી આવી છે. આ વાતચીતમાં એક તરફ જ્યાં ગોદરેજના પુત્ર પિરોજશા ગોદરેજ છે. ત્યાં જ બીજા ગ્રુપની આગેવાની જમશેદ કરી રહ્યા છે. જમશેદનો સાથ  Godrej & Boyceના ચીફ ફાઈનાન્શિયલ ઓફિસર પુરવેજ કેસરી ગાંધી આપી રહ્યા છે. 

124 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત 
સૂત્રોના જણાવ્યા અનુસાર કંપની અને ઉદય કોટક જેવા પરિવાર સાથે જોડાયેલા બેન્કરો અને AZB& Partnersને જીયા મોદી (Zia Mody)અને સિરિલ શ્રોફ  (Cyril Shroff) જેવા લીગલ એક્સપર્ટ્સથી સલાહ લેવામાં આવી રહી છે. Godrej Industries અને Godrej & Boyceએ ઈટીને એક સંયુક્ત નિવેદનમાં કહ્યું હતું કે ગોદરેજ પરિવાર શેરહોલ્ડર્સ માટે બેસ્ટ વેલ્યુ સુનિશ્ચિક કરવા માટે લોન્ગ ટર્મ સ્ટ્રેટજિક પ્લાન પર કામ કરી રહ્યા છે. 

સૂત્રોના જણાવ્યા અનુસાર આવનાર 6 મહિનામાં સમાધાન આવવાની આશા છે. ગોદરેજ ગ્રુપની શરૂઆત 124 વર્ષ પહેલા તાળુ બનાવતી કંપનીની રીતે થઈ હતી. કંપનીએ દુનિયાનો પહેલો વેજીટેબલ ઓઈલ સાબુ બનાવ્યો હતો. ગોદરેજ પરિવાર ભારતના સૌથી સન્માનિત ઔદ્યોગિક ઘરોમાંથી એક છે. આ સમયે બિઝનેસની કમાન પરિવારની ચોથી પેઢીની હાથમાં છે. એક સૂત્રોનું કહેવું છે કે ગ્રુપની એસેટ્સનું મોટાપાયે વહેચણી કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ