બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Girl's complaint not registered for a year: Isudan Gadhvi accused of student suicide in Bhabhar school

નિવેદન / એક વર્ષ સુધી બાળકીની ફરિયાદ નોંધી નહીં : ભાભરની સ્કૂલમાં વિદ્યાર્થીનીના આપઘાત મામલે ઈસુદાન ગઢવીના આરોપ

Priyakant

Last Updated: 07:01 PM, 17 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠાના ભાભરની એક શાળાની બાળકીએ આત્મહત્યા કરી લીધા બાદ હવે મામલે ગરમાયો, ઇસુદાન ગઢવીએ બાળકીનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરી

  • બનાસકાંઠામાં વિદ્યાર્થિનીના આપઘાતનો કેસ
  • ઇસુદાન ગઢવીએ પોલીસ તંત્ર પર લગાવ્યો આક્ષેપ
  • એક વર્ષ સુધી પોલીસે ફરિયાદ ન નોંધી: ઇસુદાન
  • 'કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે: ઇસુદાન

બનાસકાંઠાની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીના આપઘાતનો મામલે હવે AAP નેતા ઇસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું છે. ઇસુદાન ગઢવીએ આક્ષેપ કરતાં કહ્યું હતું કે, ભાજપ નેતાઓની શાળા હોવાથી મામલો દબાવાઇ રહ્યો છે. આ સાથે પોલીસ પ્રશાસને બાળકીનો અવાજ દબાવી રાખ્યો હોવાનું તેમણે જણાવ્યું છે. 

બનાસકાંઠાના ભાભરની એક શાળાની બાળકીએ આત્મહત્યા કરી લીધા બાદ હવે મામલે ગરમાયો છે. જેમાં હવે આમ આદમી પાર્ટીના ઇસુદાન ગઢવીનું મોટું નિવેદન સામે આવ્યું છે. જેમાં તેઓએ જણાવ્યું હતું કે, એક વર્ષ સુધી બાળકીની ફરિયાદ નોંધી નહી અને વહીવટી તંત્રએ કોઇ કાર્યવાહી ન કરતા દીકરીએ આત્મહત્યા કરી છે. આ સાથે આ કેસમાં શાળાના ટ્રસ્ટીઓ સામે પણ તપાસ થવી જોઇએ તેવું તેમણે કહ્યું છે. ઇસુદાન ગઢવીએ બાળકીનો કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવે તેવી માંગ કરી છે. 

શું હતી સમગ્ર ઘટના ? 

બનાસકાંઠામાં 10 દિવસ અગાઉ ભાભરની ભાજપ નેતાની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની એક વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. ત્યારે ધોરણ-11ની વિદ્યાર્થિનીના આપઘાતનો આ મામલો અત્યારે ટોક ઓફ ધ ટાઉન બન્યો છે. કારણ કે વિદ્યાર્થિનીના મોતના 10 દિવસ બાદ પોલીસે ફરિયાદ દાખલ કરી શિક્ષકની ધરપકડ કરી છે. પરિવારજનોએ દાવો કર્યો છે કે, સામૂહિક આત્મવિલોપનની ચીમકી આપતા પોલીસે ફરિયાદ લીધી.

દીકરીએ સુસાઇડ નોટમાં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો ઉલ્લેખ કર્યો હતો
 
તમને જણાવી દઇએ કે, 10 દિવસ અગાઉ બનાસકાંઠાના ભાભરની રાધે ઇન્ટરનેશનલ સ્કૂલની વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીનીએ જૂન-2021માં શિક્ષક-વિદ્યાર્થીઓએ છેડતી કરી હોવાનો સુસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો. સાથે છેડતીનો વીડિયો ઉતારીને વાયરલ કરવાની પણ ધમકી આપી હોવાનો વિદ્યાર્થીનીએ ઉલ્લેખ કર્યો હતો. વીડિયો વાયરલ કરવાની ધમકી બાદ વિદ્યાર્થિની સતત તણાવમાં રહેતી હતી. તેમ છતાં પોલીસે આ કેસમાં ફરિયાદ દાખલ ન હોતી કરી. આ મામલે બનાસકાંઠાના SP અક્ષયરાજ મકવાણા પણ ફોન નથી ઉપાડી રહ્યાં. પીડિતાના સગાએ એવો આક્ષેપ લગાવ્યો છે કે, ભાજપ નેતાની આ સ્કૂલ હોવાથી આ મામલો દબાવવામાં આવ્યો છે. આ મામલે દીકરીએ સુસાઇડ નોટમાં લખ્યું હતું કે, 'મે બધાને કીધું હતું. મામલતદારને પણ છતાં કોઇએ કઇ ન કર્યું. સ્કૂલના ટ્રસ્ટીઓએ કોર્ટ અને પોલીસને ફોડી એટલે મારે મરવું પડ્યું'

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ