બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / girl with stomach pain goes to toilet and give a surprise baby birth in UK

OMG / શૉકિંગ ન્યૂઝ! 20 વર્ષની કૉલેજ ગર્લને પ્રેગ્નેન્સી જાણ જ ન થઈ, ટોઇલેટ ગઈ તો થઈ સરપ્રાઈઝ ડિલિવરી

MayurN

Last Updated: 02:15 PM, 28 June 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક કૉલેજમાં ભણતી છોકરી જયારે લાગ્યું કે પીરિયડ્સ પેઈન થઇ રહ્યો છે અને જયારે તે ટોઇલેટમાં જાય છે, ત્યાં અચાનક જ તેણી એક બાળકને જન્મ આપે છે.

  • 20 વર્ષની એક છોકરીને પોતાના પ્રેગ્નેન્સી વિશે બાળક આવ્યા પછી જાણ થઇ 
  • અચાનક પેટમાં અસહ્ય દુખાવો થતા ટોઇલેટમાં જતા ત્યાં જ બાળકને આપ્યો જન્મ 
  • બાળકના જન્મના બીજા જ દિવશે પોતે 20 વર્ષની થઇ હતી

સરપ્રાઇઝ ડિલિવરી
યુનાઇટેડ કિંગડમની એક યુનિવર્સિટીની વિદ્યાર્થીની અચાનક જ સ્તબ્ધ રહી જાય છે જ્યારે તે નાઈટ આઉટ જતા પહેલા શૌચાલયમાં ગઈ, ત્યાં તેણે એક બાળકને જન્મ આપ્યો હતો. જેસ ડેવિસ જે તેની સરપ્રાઇઝ ડિલિવરીના એક દિવસ પછી 20 વર્ષની થઈ હતી, તેને ખબર નહોતી કે તે ગર્ભવતી છે અને તેણે માની લીધું હતું કે તેના પેટમાં દુખાવો તેના પીરિયડ્સને કારણે થઇ રહ્યો છે.

બીજે દિવશે પોતે 20 વર્ષની થઇ
એક રીપોર્ટના જણાવ્યા અનુસાર, ડેવિસ બ્રિસ્ટલ, ઈતિહાસ અને પોલિટિક્સની વિદ્યાર્થીની છે. હાલમાં તે સાઉથેમ્પ્ટન વિશ્વવિદ્યાલયમાં બીજા વર્ષમાં છે. તેનામાં ગર્ભાવસ્થાના કોઈ સ્પષ્ટ લક્ષણો નહોતા અને તેને બેબી બમ્પ પણ નહોતું. તેણે ખુલાસો કર્યો કે તેના પીરિયડ્સ હંમેશાં અનિયમિત રહ્યા છે, તેથી તેણે ખાસ ધ્યાન ન આપ્યું હતું કે છેલ્લા કેટલાક સમયથી તેને પીરિયડ્સ આવ્યા નહોતા. 11 જૂનના રોજ જયારે બેબીનો જન્મ થયો બાદ 20 વર્ષની આ યુવતીને માતૃત્વની આદત પડી રહી છે. બાળકનું વજન લગભગ 3 કિલો જેટલું હતું. માતાએ જણાવ્યું હતું કે, "જ્યારે બેબીનો જન્મ થયો ત્યારે તે મારા જીવનનો સૌથી મોટો આંચકો હતો, મને લાગ્યું કે હું પહેલાં સપનું જોઈ રહી હતી." ડેવિસે કહ્યું, "મને ખબર નહોતી કે શું થયું હતું જ્યાં સુધી મેં તેને રડતા સાંભળ્યું નહીં." તેણે આગળ જણાવ્યું કે, "તેનાથી મને અચાનક એવું લાગ્યું કે મારે ખરેખર મોટા થવાની જરૂર છે. શરૂઆતના આઘાતમાંથી બહાર આવતાં અને તેની સાથે અનુકૂલન સાધવામાં થોડો સમય લાગ્યો હતો, પણ હવે હું ઠીક છું."

તે રાતે પોતે નાઈટ આઉટમાં જવાની હતી
તેણે કહ્યું, "તે અત્યાર સુધીની સૌથી શાંત છોકરી છે. તે વોર્ડમાં શાંત બાળક તરીકે ઓળખાય છે. " વધુમાં, રીપોર્ટના જણાવ્યા અનુસાર, ડેવિસે ખુલાસો કર્યો હતો કે જ્યારે તે જૂન 2022 માં ગંભીર પીડામાં જાગી હતી, ત્યારે તેણે માન્યું લીધું હતું કે તે તેના પીરિયડ્સની શરૂઆત છે. તે માંડ માંડ ચાલી શકતી હતી અને તે તેના બેડમાં લંબાવી પણ શકતી નહોતી. આગલાં દિવસે મારા જન્મદિવસ માટે ઘરે પાર્ટી કરવાની હતી, તેથી મેં મારી શરીરને સારું લાગે તે માટે સ્નાન કર્યું," તેણીએ કહ્યું, પરંતુ પીડા અસહ્ય થઈ ગઈ."

મને નહોતું લાગ્યું કે બાળકને જન્મ આપી રહી છું 
20 વર્ષીય યુવતીએ જણાવ્યું કે તેને અચાનક જ ટોયલેટ જવાની ખૂબ જ આવશ્યકતા લાગી, તેથી તે બેસી ગઈ અને પુશ કરવા લાગી. તેણીએ કહ્યું, "કોઈ પણ સમયે મને લાગ્યું ન હતું કે હું બાળકને જન્મ આપી રહી છું, પરંતુ એક સમયે મેં પીડા અનુભવી હતી, પરંતુ મને ખબર નહોતી કે તે શું છે." મને માત્ર એટલી જ ખબર હતી કે મારે આ બહાર કાઢવાની જરૂર છે. તેનો રડતો અવાજ સાંભળવો અને જે બન્યું હતું તે ખરેખર અનુભવવું તે ખૂબ જ વાસ્તવિક હતું. "

બાળકના જન્મ બાદ તેનો મિત્ર હોસ્પિટલ લઇ જાય છે 
શું કરવું તે કશું સમજાતું ન હતું, ડેવિસ, જે ઘરે એકલી હતી, તેણે તેના એક મિત્ર, લિવ કિંગને બોલાવ્યો. શરૂઆતમાં તેના મિત્રને એવું લાગ્યું હતું કે આગામી રાત્રે નાઈટ આઉટમાં ના આવવાનું બહાનું કાઢી રહી છે, ડેવિસે તેના નવજાત પુત્રની તસવીર મોકલ્યા પછી કિંગે તેને એમ્બ્યુલન્સ બોલાવવાની સલાહ આપી. ડેવિસને પ્રિન્સેસ એની હોસ્પિટલમાં લઈ ગયો હતો, જ્યાં બાળકને ઇન્ક્યુબેટરમાં રાખવા માટે લઈ જવામાં આવ્યો હતો. ડોકટરોનું માનવું છે કે બાળકનો જન્મ 35 અઠવાડિયાના ગર્ભમાં થયો હતો. ડોક્ટરોએ કહ્યું કે, માતા અને બાળક હવે ઠીક છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ