બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Girl commits suicide in Narol, Ahmedabad

અમદાવાદ / નારોલનો ના'મર્દ' લગ્નની લાલચે હવસ સંતોષી, પછી ફરી જતા યુવતીને લાગી આવ્યું, કર્યો આપઘાત

Dinesh

Last Updated: 11:16 PM, 3 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નારોલમાં લગ્નની લાલચ બાદ દગો મળતા યુવતીએ આપઘાત કર્યો છે, પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી

  • અમદાવાદના નારોલમાં યુવતીનો આપઘાત
  • લગ્નની લાલચ બાદ દગો મળતા યુવતીએ કર્યો આપઘાત
  • પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી


નારોલમાં પ્રેમીએ દગો આપતા પ્રેમિકાએ આપઘાત કર્યો છે, પોલીસે દુષપ્રેરણાનો ગુનો નોંધી પ્રેમીની ધરપકડ કરી છે, સોશિયલ મીડિયામાં પ્રેમ કરવાનો સગીરાને મળી સજા..!

અમદાવાદના નારોલમાં યુવતીનો આપઘાત
આરોપી કૈલાસ ઉર્ફે કિશું પ્રજાપતિ એ એક નિર્દોષ સગીરાને પ્રેમજાળમાં ફસાવીને દગો આપતા સગીરાએ આપઘાત કરી લીધો છે. ઘટના કંઈક એવી છે કે નારોલ વિસ્તારમાં 12 ડિસેમ્બરના રોજ 17 વર્ષની સગીરાએ ઘરે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો હતો. આ આપઘાત કેસની તપાસમાં સામે આવ્યું કે આરોપી કૈલાસ ઉર્ફે કિશું પ્રજાપતિએ સગીરાને પ્રેમજાળમાં ફસાવી હતી . અને ઓગસ્ટ માસમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું ત્યાર બાદ સગીરાએ લગ્ન કરવાનું કહેતા યુવકે લગ્ન કરવાનો ઇનકાર કરીને સગીરા સાથે સંબંધ તોડી નાખ્યા હતા. જેથી મનમાં લાગી આવતા સગીરાએ આપઘાત કરી લીધો હતો.

લગ્નની લાલચ બાદ દગો મળતા યુવતીએ કર્યો આપઘાત
પોલીસ તપાસમાં સામે આવ્યું કે આરોપી કૈલાસએ 10 મહિના પહેલા સગીરાને ઇન્ટાગ્રામમાં મિત્રતા કેળવી હતી અને ત્યાર બાદ નંબર મેળવીને વોટ્સએપમાં ચેટિંગ કરી હતી. સગીરાને વિશ્વાસ આપીને તેને પ્રેમજાળમાં ફસાવી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપી મૂળ રાજસ્થાનનો છે અને માણેકચોકમાં ખાનગી નોકરી કરે છે. નારોલ પોલીસે આત્મહત્યા કેસમાં યુવક વિરુદ્ધ દુષપ્રરણાના અને પોકસોનો ગુનો નોંધી આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસે આરોપીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી
નારોલ પોલીસે પ્રેમમાં દગો આપનાર પ્રેમીની ધરપકડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત યુવકના મોબાઈલ જપ્ત કરીને FSLમાં મોકલી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ