બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Gir Somnath rail project protest will threaten the Gir National Park and Sanctuary

વિકાસ! / ગીરમાં રેલવે ગેજ પ્રોજેક્ટનો વિરોધ, વનરાજના જીવને જોખમમાં મુકશે પ્રોજેક્ટ!

Gayatri

Last Updated: 04:23 PM, 24 October 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીરમાં રેલવે પ્રોજેક્ટને લઈને વિરોધના સૂર ઉઠી રહ્યા છે ત્યારે સાંસદ પરિમલ નથવાણીએ આ અંગે PM Modiને પત્ર લખીને આ પ્રોજેક્ટથી વન્યજીવોને થનારા નુકસાન અંગે જાણ કરી હતી જે અંગે કોંગ્રેસના સાસંદ જયરામ રમેશે પણ ટ્વીટ કરી હતી આ જ બાબતે સ્થાનિકમાં પણ વિરોધ જોવા મળી રહ્યો છે.

  • ગીરમાં રેલવે ગેજ પ્રોજેક્ટનો વિરોધ
  • પરિમલ નથવાણીએ વિરોધ કર્યો
  • પરિમલ નથવાણીએ PM મોદીને લખ્યો પત્ર

પરિમલ નથવાણી દ્વારા ગીરમાં રેલવે ગેજ પ્રોજેક્ટનો વિરોધ જોવા મળે છે. રાજ્યસભાના સાસંદ પરિમલ નથવાણીનો PM મોદીને પત્ર લખીને ગીર રાષ્ટ્રીય ઉદ્યાનમાં રેલવે ગેજના પ્રોજેક્ટનો લઇ પત્ર લખ્યો છે. રાષ્ટ્રીય ઉદ્યાનમાં રેલવે ગેજ પરિવર્તન-વિદ્યુતીકરણ પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે.

કોંગ્રેસના રાજ્યસભા સાંસદ જયરામ રમેશે ટ્વિટથી જાણકારી આપી છે. જયરામ રમેશે જણાવ્યુ હતુ કે, આશા છે કે PM મોદી આ અંગે જરૂર વિચાર કરશે. 

 

વેરાવળથી કોડીનાર સુધી નવી બ્રોડ ગેજ રેલવે લાઈન બિછાવવા સરકારની તૈયારી

રેલ નેટવર્ક એ વિકાસને વેગ આપતી ધોરી નસ છે. પરંતુ ક્યારેક પ્રથમ નજરે વિકાસના માર્ગ ખોલી આપનારા આવા પ્રોજેક્ટોમાં મોટા નુકસાનના બીજ રોપાઈ જતા હોય છે. જો કે આ વાત સમજાય ત્યારે ખૂબ મોડું થઈ ચૂક્યું હોય છે. જો કે ક્યારેક ગામડાના ખેડૂતોને તેનો વહેલો અણસાર આવી જતો હોય છે. એટલે જ તો ગીર સોમનાથના વેરાવળથી કોડીનાર રેલવે પ્રોજેક્ટ સામે ખેડૂતોમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે. 

નવા રેલ પ્રોજેક્ટને કારણે 1300 ખેડૂતોને નુકસાન

નવા રેલ પ્રોજેક્ટને કારણે 1300 ખેડૂતોને નુકસાન થશે. મહત્વનુ છે કે વેરાવળથી કોડીનારના વડનગર ગામ સુધી 40 કિમી લાંબી રેલવે બ્રોડ ગેજ લાઈન બનવા જઇ રહી છે. જેમાં ખેડૂતોની જમીન સંપાદન થવાની છે. જેના વિરોધમાં ખેડૂતો વેરાવળ ડેપ્યુટી કલેક્ટર વાંધા અરજી આપી રજૂઆત કરશે.

આ રેલવે પ્રોજેક્ટ સામે ખેડૂતોનો કેમ છે વિરોધ?


ગ્રામજનોની મીટિંગ ચાલી રહી છે. પ્રથમ નજરે એવું લાગે કે ખેડૂતોને કોઈ વ્યક્તિ સરકારી યોજનાની માહિતી આપી રહ્યા છે. પરંતુ વાત જુદી છે. સાવ સાદી લાગતી ખેડૂતોની આ મીટિંગમાં સરકાર વિરોધી એક મોટું આંદોલન ઉછરી રહ્યું છે. વાત છે ગીરસોમનાથના વેરાવળ અને કોડીનાર વચ્ચે શરૂ થયેલા રેલવે પ્રોજેક્ટની અને તેને સમાંતર તેના વિરોધની ઘડાતી વ્યૂહરચનાની. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળથી કોડીનાર સુધી નવી બ્રોડ ગેજ રેલવે લાઈન બિછાવવા સરકાર તૈયારી કરી રહી છે. જેને લઈને અનેક ખેડૂતોની 430 હેક્ટર જમીન સંપાદન થવાની છે. તો બીજી તરફ રેલવે લાઈન નખાયા બાદ હજારો ખેડૂતોને પાણી અને વીજળીની મુશ્કેલી ઉભી થવાનો ભય સતાવી રહ્યો છે.

આ રેલવે પ્રોજેક્ટને કઈ રીતે જોઈ રહ્યા છે ખેડૂતો?
લોકસભા ચૂંટણી પહેલા સરકારની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે. ગીર-સોમનાથમાં નિર્માણ પામવા જઈ રહેલી સોમનાથ-અંબુજા રેલ્વે લાઇન સામે ગામડે ગામડે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. વેરાવળ સુત્રાપાડા અને કોડીનાર તાલુકાના ગામોમાં આ સૂચિત રેલવે લાઇનના વિરોધમાં મીટિંગોનો દૌર શરૂ થયો છે. ત્રણેય તાલુકામાં ખેડૂતોએ ગામડે ગામડે મીટિંગો યોજી રહ્યા છે. ગુજરાત ખેડૂત એકતા મંચના સાગર રબારીના નેતૃત્વમાં ગીરના ગામોમાં બેઠકોનો દોર શરૂ થયો છે. 12 જેટલા ગામોના ખેડૂતો સાથે બેઠક યોજી રેલવે પ્રોજેક્ટ રદ કરવા રણનીતિ ઘડાઈ રહી છે.

ખેડૂતોએ કોઈ પણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મન બનાવી લીધું
આ રેલવે લાઈન અંબુજા GHCL શાપરજી-પાલનજી જેવી કંપનીના લાભ માટે બનાવાઈ રહી હોવાના આક્ષેપ સાથે ગામડે ગામડે ખેડૂતો મીટિંગો યોજીને વિરોધ પ્રદર્શનની રૂપરેખા ઘડી રહ્યા છે. ખાનગી કંપનીઓ માટે બનનાર રેલવે લાઈનમાં 40 ગામની ફળદ્રુપ જમીન સંપાદિત થવા જઈ રહી છે. જેના કારણે રેલવેને કારણે 50 હજારથી વધારે લોકો અસરગ્રસ્ત બનશે તવો ડર અહીંના ખડૂતો વ્યક્ત કરી રહ્યા છે.

ગીરના લીલી નાઘેર ફળદ્રુપ વિસ્તારમાં આ રેલવે લાઈન નાખવામાં આવતી હોવાથી તેમાં 400 ખેડૂતોની સંપૂર્ણ જમીન સંપાદિત થવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. તેવામાં જમીન સંપાદનને લઇને 40 ગામના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વેરાવળ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ કોઈ પણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મન બનાવી લીધું છે. એટલું જ નહીં જરૂર પડે તો આ પ્રોજેક્ટના વિરોધમાં હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના દરવાજા ખટખટાવવા તૈયારી દર્શાવી છે.

વેરાવળ અને વેરાવળના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ કોઈપણ ભોગે રેલવે લાઈન ન નાખવા દેવા મન બનાવી લીધું છે. એટલું જ નહીં. જરૂર પડે તો આ પ્રોજેક્ટના વિરોધમાં હાઇકોર્ટ અને સુપ્રીમકોર્ટના દરવાજા ખટખટાવવા તૈયારી દર્શાવી છે. ત્યારે હવે  જોવાનું એ રહે છે કે ખેડૂતોના આ રોષ ખાળવા સરકાર કેવા પગલાં લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ