બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / germany says can help india double farmers income

ખુશખબર / ખેડૂતોની આવક થશે બમણી, મોદી સરકારને આ દેશ કરશે મદદ

Kavan

Last Updated: 03:14 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોદી સરકાર પોતાના કાર્યકાળમાં ખેડૂતોની આવક વધારવા પર ફોકસ કરી રહી છે. ખેડૂતોની આવક વધારનારી યોજનાઓને ઝડપથી અમલમાં લાવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું કહ્યું છે કે, વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવકમાં બે ગણો વધારો થવો જોઇએ.

  • ખેડૂતોની આવક હવે થશે બમણી
  • જર્મની ભારતના ખેડૂતોને મદદ કરવા તૈયાર
  • દિલ્હીમાં મોદી સરકારના મંત્રી સાથે જર્મનીના મંત્રીની મુલાકાત 

હકીકતમાં, કૃષિ મંત્રાલય, ખેડૂતો સાથે સંકળાયેલ મોદી સરકારના એજન્ડાને અમલી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. 2022 સુધીમાં દેશના ખેડુતોની આવક બમણી કરવાની વ્યૂહરચનાના ભાગરૂપે, કૃષિ મંત્રાલયે તમામ સંભવિત પગલાઓની શોધખોળ કરવાની કવાયત શરૂ કરી છે.

જર્મની કરશે મદદ 

આ મામલે જર્મનીએ હવે ભારતને તેની તકનીકી અને મેનેજમેન્ટ કુશળતાથી ખેડૂતોની આવક બમણી કરવામાં મદદ કરવાની ઓફર કરી છે. જર્મનના ખાદ્ય અને કૃષિ પ્રધાન જુલિયા ક્લોકનરે નવી દિલ્હીમાં કૃષિ અને ખેડૂત કલ્યાણમંત્રી નરેન્દ્રસિંહ તોમર સાથેની બેઠકમાં આ પ્રસ્તાવ આપ્યો હતો.

જર્મનીના મંત્રી સાથે ભારત સરકારના મંત્રીની બેઠક

જર્મનીનું મેનેજમેન્ટ કુશળતા લાગશે કામ

જુલિયા ક્લોકનરે બેઠકમાં જણાવ્યું હતું કે જર્મની પાસે યાંત્રિકરણ અને લણણી પછીના મેનેજમેન્ટની કુશળતા છે, જે ભારતના ખેડૂતોની આવક બમણી કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

બંન્ને મંત્રીઓએ કરી ચર્ચા

બંને મંત્રીઓએ ભારત અને જર્મની વચ્ચે કૃષિ બજાર વિકાસ સહયોગ અંગેના સંયુક્ત ઘોષણા પર હસ્તાક્ષર કર્યા. બેઠક દરમિયાન નરેન્દ્રસિંહ તોમારે કહ્યું કે ભારતે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનું લક્ષ્યાંક નક્કી કર્યું છે.

જર્મનીના મંત્રી જુલિયા ક્લોકનર

મોદી સરકારના મંત્રીનું નિવેદન 

તોમરે કહ્યું કે, "ખેડૂતોની આવક બમણી કરવા માટે, ઉત્પાદન વધારવા તેમજ ખર્ચ ઘટાડવા, સ્પર્ધાત્મક બજારો બનાવવા અને કૃષિ માટે મૂલ્ય સાંકળને મજબૂત બનાવવા પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ