બ્રેકિંગ ન્યુઝ
શું હતો કેસ?
ADVERTISEMENT
પોલીસને મળેલા અહેવાલ પ્રમાણે 46 વર્ષીય જ્યોર્જ ફ્લોઇડ નામના એક અશ્વેતની ગાડીમાં નકલી નોટોનો જથ્થો પડેલો હતો. આ મુદ્દે જ્યોર્જની અટકાયત કરવા પોલીસ પહોંચી હતી. પોલીસે દાવો કર્યો હતો કે જ્યોર્જે પોલીસ સાથે શારીરિક ઘર્ષણ કર્યું હતું. જો કે જ્યોર્જને હથકડી પહેરાવતી વખતે પોલીસે કોઈ કારણ વિના પોલીસ જ્યોર્જના માથા ઉપર ઘૂંટણ ટેકવી રાખ્યો. આમ કરવાથી જ્યોર્જને શ્વાસ લેવામાં તકલીફ પડતી રહી. તે સતત વિનંતી કરતો રહ્યો પરંતુ તેની વાત પોલીસે માની નહીં અને આખરે 8 મિનિટ બાદ તેનું મોત નીપજ્યું.
Our hearts ache. Our heads ache. Our souls ache. Our backs ache from the weight of constantly carrying this heavy load. The unyielding weight of injustice is nothing that one person or group should carry alone. #GoodPeople #SpeakUp #StandUp #GeorgeFloyd pic.twitter.com/DBizeeOIv8
— Jaime Harrison (@harrisonjaime) May 27, 2020
ADVERTISEMENT
અમેરિકામાં બ્લેક લાઈવ્ઝ મેટર નામનું એક આંદોલન ચાલે છે
ADVERTISEMENT
આ ઘટના બન્યાના થોડા જ સમયમાં 4 પોલીસ અધિકારીઓને પદભ્રષ્ટ કરી દેવામાં આવ્યા. આ મુદ્દે FBIએ વધુ તપાસ હાથ ધરી છે. નોંધનીય છે કે અમેરિકામાં બ્લેક લાઈવ્ઝ મેટર નામનું એક આંદોલન ચાલે છે જે અશ્વેત લોકોની પોલીસ ક્રૂરતા દરમિયાન થયેલી મોતનો અને રંગભેદનો વિરોધ નોંધાવે છે. આ મામલે ડોનાલ્ડ ટ્રમ્પે પણ નિવેદન આપીને આ મુદ્દાને વખોડ્યો છે અને ગુનેગારોને કડક શિક્ષા થશે તેવી ખાતરી આપી છે.
મિનિયાપોલીસ શહેરમાં હિંસક દેખાવો ફાટી નીકળ્યા
ADVERTISEMENT
Huge protests have broken out in the streets of Minneapolis over the killing of #GeorgeFloyd by Minneapolis police pic.twitter.com/kXSIt4vLcy
— philip lewis (@Phil_Lewis_) May 27, 2020
ADVERTISEMENT
આ મુદ્દે મિનિયાપોલીસ શહેરમાં હિંસક દેખાવો ફાટી નીકળ્યા છે. પોલીસે તોફાનીઓને કાબૂમાં લેવા માટે ટીયર ગેસના શેલ ફાયર કર્યા ગોળીબાર પણ કરવો પડ્યો. તોફાનીઓએ ઘણી જગ્યાએ આગ પણ લગાડતા મામલો બિચક્યો હતો. ઘણા સ્થળોએ તોફાનીઓએ લૂંટ પણ મચાવી હતી અને દુકાનો અને બાંધકામને નુકશાન પહોંચાડ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.