બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ધર્મ / gemology benefits these 4 gems considered best for wealth

રત્ન શાસ્ત્ર / ધનના મામલામાં ખૂબ જ લકી માનવામાં આવે છે આ 4 રત્ન, ધારણ કરતાની સાથે જ મળશે ચમત્કારી ફાયદા

Arohi

Last Updated: 06:43 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રત્ન શાસ્ત્રમાં દરેક રાશિના લોકો માટે અલગ-અલગ પ્રકારના રત્નો જણાવવામાં આવ્યા છે. ગ્રહોની સ્થિતિના આધારે વ્યક્તિને રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે.

  • રત્ન શાસ્ત્રમાં દરેક રાશિના લોકો માટે છે ખાસ રત્નો 
  • ગ્રહોની સ્થિતિના આધારે ધારણ કરો રત્ન 
  • મળશે ચમત્કારી ફાયદા 

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તમામ 12 રાશિના લોકો માટે અલગ-અલગ રત્નો જણાવવામાં આવ્યા છે. રત્ન શાસ્ત્ર અનુસાર દરેક રાશિનું પોતાનું રત્ન હોય છે. કુંડળીમાં કોઈપણ ગ્રહના અશુભ પ્રભાવને ઓછો કરવા અને શુભ પ્રભાવ વધારવા માટે રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. 

જ્યોતિષની સલાહ વગર ધારણ ન કરો રત્ન
રત્ન શાસ્ત્રમાં કહેવાયું છે કે વ્યક્તિએ જ્યોતિષની સલાહ વિના ક્યારેય રત્ન ધારણ કરવું જોઈએ નહીં. આજે આપણે એવા જ કેટલાક રત્નો વિશે જાણીશું, જે વ્યક્તિ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આવો જાણીએ આ શ્રેષ્ઠ રત્નો વિશે.

સુવર્ણ રત્ન
જ્યોતિષમાં ઘણા રત્નો અને ઉપ-રત્નો વિશે જણાવવામાં આવ્યું છે. તેમાં સુવર્ણ રત્ન પણ છે. રત્ન શાસ્ત્રમાં ધનના લાભ માટે સુવર્ણ રત્ન ધારણ કરવાનું કહેવામાં આવ્યું છે. પૈસાની દ્રષ્ટિએ આ રત્ન ખૂબ જ ખાસ માનવામાં આવે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર તેને ધારણ કરવાથી ઘરમાં ધનનો સંચય થાય છે. સુવર્ણ રત્ન પોખરાજનો સબ્સીટ્યુટ કહેવાય છે. પરંતુ તેને પહેરતા પહેલા તમારે જ્યોતિષની સલાહ જરૂર લેવી જોઈએ.

જેડ સ્ટોન
રત્નશાસ્ત્રમાં ધંધા વગેરે વિશે પણ ઘણા રત્નો વિશે જણાવવામાં આવ્યુ છે. જેમાં જેડ સ્ટોનનો પણ સમાવેશ થાય છે. જો કોઈ વ્યક્તિ વ્યવસાયમાં કોઈ સમસ્યાનો સામનો કરી રહી હોય. અથવા જો આવકનું કોઈ સાધન ન હોય તો તેના માટે રત્ન શાસ્ત્ર જેડ સ્ટોન પહેરવાની સલાહ આપે છે. 

પન્ના રત્ન
પન્ના રત્નનું રત્નશાસ્ત્રમાં પણ વિશેષ મહત્વ છે. નોકરી કરતા લોકો અને કન્યા રાશિના લોકોને પન્ના રત્ન ધારણ કરવાની સલાહ આપવામાં આવે છે. નોકરીયાત લોકો પન્ના રત્ન પહેરે, તો વ્યક્તિને નોકરીમાં પ્રમોશન મળે છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.

પોખરાજ રત્ન
પોખરાજને ગુરુ ગ્રહનો રત્ન કહેવાય છે. જો કુંડળીમાં ખરાબ ગુરુ અશુભ પરિણામ આપતો હોય તો રત્નશાસ્ત્રમાં પોખરાજ પહેરવાની સલાહ આપવામાં આવે છે. એવું કહેવાય છે કે આ રત્ન સુખ અને સૌભાગ્ય માટે પહેરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પોખરાજ પહેરવાથી વ્યક્તિના જીવનમાં સમૃદ્ધિ આવે છે અને વ્યક્તિના ઘરે દેવી લક્ષ્મીનું આગમન થાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ