બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / રાજકોટ / વડોદરા / Garba organizers take initiative keeping heart attack in mind

નવી પહેલ / હાર્ટ એટેકને ધ્યાને લેતા ગરબા આયોજકોની પહેલ, ખેલૈયાને હળવો ખોરાક સહિત આ સૂચનો કરાયા, વિશેષ વ્યવસ્થા ગોઠવાશે

Vishal Khamar

Last Updated: 07:56 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તાજેતરમાં જ જામનગરનો યુવક ગરબાની પ્રેક્ટિસ કરતા સમયે મોતને ભેટ્યો હતો. જેને લઈ વડોદરામાં ગરબા આયોજકો દ્વારા વોલેન્ટરને CPR ની તાલીમ આપી સજ્જ કર્યા છે. તો રાજકોટમાં પણ ગરબા આયોજકો દ્વારા ગરબાનાં ગ્રાઉન્ડ પર એક મેડીકલની ટીમ રાખશે. તેમ ગરબાનાં આયોજકો દ્વારા જણાવ્યું હતું.

  • નવરાત્રીને લઈ ગરબા આયોજકોની નવી પહેલ 
  • યુવાનોમાં હ્રદય રોગના હુમલાના કેસોને લઈ કર્યુ ખાસ આયોજન
  • આયોજકોએ વોલેન્ટરને CPRની તાલીમ આપી સજ્જ કર્યા

નવરાત્રીને લઈ ગરબા આયોજકો દ્વારા નવી પહેલ કરી છે. યુવાનોમાં હ્રદય રોગનાં હુમલાનાં કેસોને લઈ ખાસ આયોજન કર્યું હતું. વડોદરાનાં યુનાઈટેડ વે ના આયોજક દ્વારા વિશેષ આયોજન કર્યું છે. આયોજકોએ વોલેન્ટરને CPR  ની તાલીમ આપી સજ્જ કર્યા છે. તાત્કાલિક સારવાર મળે તે માટે તાલીમ બદ્ધ કરવામાં  આવ્યા છે. યુવાનોએ પણ ગરબા રમતી વખતે ખાસ કાળજી લેવા સલાહ આપવામાં આવી છે.  હળવો ખોરાક લેવો, સતત ગરબા ન રમવા સલાહ આપી છે. ગરબા દરમિયાન જરૂર લાગે તો તાત્કાલિક સારવાર લેવી તેમજ વોલેન્ટરને બેન્કર હાર્ટ હોસ્પિટલમાં તાલીમ અપાઈ છે. યુનાઈટેડ વે માં એક સાથે 35 હજાર ખેલૈયાઓ ગરબા રમે છે. 

પારૂલબેન બેન્કર (મેડિકલ ડિરેકટર બેન્કર ઇન્સ્ટિટ્યૂટ,વડોદરા)
આ બાબતે પારૂલબેન બેન્કરે જણાવ્યું હતું કે, આજે બેન્કર હાર્ટ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા યુનાઈટેડ વે નાં વોલન્ટર્સ કે જે લોકો ગરબા ગ્રાઉન્ડને મેનેજ કરવાનાં છે. એમનાં માટે ત્રણ સેશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તેઓને સીપીઆરની ટ્રેનીંગ આપવામાં આવી હતી. ત્યારે આ સ્કીલ બધાએ શીખવી જોઈએ.  હાલ હાર્ટ એટેકનું આટલું બધુ પ્રમાણ વધ્યું છે તો આ ખૂબ જ ઈમ્પોટન્ટ સ્કીલ છે.  સેકન્ડ સેશન છે ફસ્ટ એઈડ જ્યારે ચાલીસ હજાર લોકો ગરબા રમતા હોય ત્યારે કોઈને નાની મોટી ઈજાઓ તો થવાની જ છો તો એને કેવી રીતે મેનેજ કરવું તેની તાલીમ આપવામાં આવે છે. અને ત્રીજુ છે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એતો આપણને બધાને ખબર છે કે બહુ બધી સંખ્યામાં પબ્લીક હોય અને ડિઝાસ્ટર થાય તો કેવી રીતે મેનેજ કરવું. 

પારૂલબેન બેન્કર (મેડિકલ ડિરેકટર બેન્કર ઇન્સ્ટિટ્યૂટ,વડોદરા)

ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે સુવિધા કરાશે
રાજકોટમાં પણ ખોડલધામનાં બેનર હેઠળ 35 સ્થળે ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં ગરબાનું આયોજન થશે. સ્થળ પર એમ્બ્યુલન્સ અને નિષ્ણાંત ર્ડાક્ટરની ટીમ રાખવા નિર્ણય કરાયો છે. ખેલૈયાઓને તકલીફ ન પડે તે માટે સુવિધા કરાશે. તેમજ કોઈને હાર્ટ એટેક આવે તો ગ્રાઉન્ડમાં જ સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ખાનગી આયોજકો અને ખોડલધામ દ્વારા તેવી વ્યવસ્થા કરાશે.

હિતેન પારેખ (ગરબા આયોજક, રાજકોટ)

રાસ ગરબાનાં સ્થળ ઉપર જ અમે એક નિષ્ણાંતોની ટીમ પણ રાખશુંઃ હિતેન પારેખ (ગરબા આયોજક, રાજકોટ)
આ બાબતે ગરબા આયોજક હિતેન પારેખે જણાવ્યું હતું કે,  વિવિધ ક્ષેત્રનાં આગેવાનો તેમજ જે લોકોએ ચિંતા વ્યક્ત કરી છે.  તે મુજબ અમે પહેલેથી જ એક એવું આયોજન કરી રાખ્યું છે. કે રાસ ગરબાનાં સ્થળ ઉપર જ અમે એક નિષ્ણાંતોની ટીમ પણ રાખશું. તેમજ ખેલૈયાઓને કંઈ ઈજા થાય તેનાં માટે તેઓને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તેવા અમે પુરે પુરા પ્રયાસો કરવાની અમે તૈયારી રાખી છે. અને એક ટીમને પણ અમે તૈયાર રાખશું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ