garam masala powder removes iron deficiency and provides many health benefits
Garam Masala Benefits /
માંસ- માછલીથી પણ વધારે તાકતવર છે રસોડામાં રાખેલા આ મસાલા, એક ચમચીથી ખતમ થશે આ બીમારીઓ
Team VTV10:22 PM, 25 May 23
| Updated: 11:53 AM, 26 May 23
ન્યુટ્રિશનિસ્ટનું કહેવુ છે કે, આ મસાલો એટલો પૌષ્ટિક છે કે માત્ર એક ચપટીમાં ભરપૂર આયર્ન મળી શકે છે. તેથી જ રસોઈ બનાવતી વખતે ચોક્કસપણે તેનો ઉપયોગ કરો
માંસ અને માછલી કરતાં પણ વધુ ફાયદાકારક સાબિત થશે ગરમ મસાલો
ગરમ મસાલા બનાવવામાં એલચી, ધાણા, જીરું, કાળા મરી વગેરેનો ઉપયોગ થાય છે
વધુ માત્રામાં લેવામાં આવે તો પિત્ત દોષ, શરીરની ગરમી અને એસિડિટી વધવા લાગે છે
Garam Masala Benefits: માંસ અને માછલીમાં ઘણા વિટામિન્સ અને મિનરલ્સ હોય છે. જે શરીરને મજબૂત અને સ્વસ્થ બનાવે છે. શાકાહારી ખોરાકમાં આમાંના ઘણા પોષક તત્વોનો અભાવ હોય છે. પરંતુ તમારા રસોડામાં એક એવો મસાલો રાખવામાં આવ્યો છે, જે એક રીતે માંસ અને માછલી કરતાં પણ વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
રસોડામાં રાખવામાં આવેલો ગરમ મસાલો ઘણા પોષણ આપે છે. તેની એક ચપટી ખાવાથી જ અનેક રોગોના નામ દૂર થઈ શકે છે. એટલું જ નહીં આયર્નની બાબતમાં તે અન્ય ખાદ્યપદાર્થો કરતાં ઘણું આગળ છે. કારણ કે, તેને બનાવવા માટે ઘણા આયર્ન સમૃદ્ધ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. ન્યુટ્રિશનિસ્ટનું કહેવુ છે કે, આ મસાલો એટલો પૌષ્ટિક છે કે માત્ર એક ચપટીમાં ભરપૂર આયર્ન મળી શકે છે. તેથી જ રસોઈ બનાવતી વખતે ચોક્કસપણે તેનો ઉપયોગ કરો.
ગરમ મસાલાના ફાયદો અને નુકસાન
ન્યુટ્રિશનિસ્ટનું કહેવુ છે કે, ગરમ મસાલા બનાવવામાં એલચી, ધાણા, જીરું, કાળા મરી વગેરેનો ઉપયોગ થાય છે. જે આયર્નના સારા સ્ત્રોત છે. લગભગ 100 ગ્રામ ધાણા પાવડરમાં 17 મિલિગ્રામ, જીરુંમાં 20 મિલિગ્રામ અને જાવિત્રીમાં 20 મિલિગ્રામ આયર્ન હોય છે.
પણ ના કરો આ ભૂલ
ન્યુટ્રિશનિસ્ટે કહ્યું કે, તેને ફાયદાકારક માનીને તેનો વધુ ઉપયોગ ન કરો. કારણ કે તેની અસર ખૂબ જ ગરમ હોય છે અને જો વધુ માત્રામાં લેવામાં આવે તો પિત્ત દોષ, શરીરની ગરમી અને એસિડિટી વધવા લાગે છે.
ઘર પર ગરમ મસાલાની રેસિપીઃ
નીચે આપેલા દરેક મસાલાને મિક્સ કરીને તેનો પાઉડર બનાવી લો.
100 ગ્રામ જીરુ
75 ગ્રામ મરી
75 ગ્રામ મોટી એલચી
10 ગ્રામ નાની એલચી
10 ગ્રામ લવિંગ
10 ગ્રામ તજ
5 ગ્રામ જાવિત્રી
આ બીમારીઓનો થશે ઇલાજ
એનીમિયા
ખરાબ પાચન
વધારે વજન(મેદસ્વીતા)
નબળી ઇમ્યુનિટી
શારીરિક નબળાઇ
હૃદયની બીમારી
કોલેસ્ટ્રોલ
ડાયાબિટીસ
અર્થરાઇટીસ
પ્રી-મેંસ્ટ્રઅલ ક્રેંપ
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.