બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / સુરત / Gang Clash in Surat Over This Rumor: Overnight Police Combing

અથડામણ / સુરતમાં આ એક અફવાના કારણે જૂથ અથડામણ: રાતોરાત પોલીસે કર્યું કોમ્બિંગ, પાસા અને તડીપારની કાર્યવાહી કરવાની તૈયારી

Vishal Khamar

Last Updated: 04:13 PM, 28 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરતનાં ઓલપાડમાં ગત રોજ વિદ્યર્મી યુવક સગીરાને ભગાડી ગયો હોવાની અફવા ફેલાઈ હતી. જેને લીધે બે જૂથો વચ્ચે પથ્થરમારો થયો હતો. ત્યારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે તાત્કાલિક પોલીસે ઘટના સ્થળે પહોંચી ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કર્યો હતો.

  • સુરતના ઓલપાડમાં જૂથ અથડામણ બાદ સ્થિતિ કાબૂમાં
  • સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાને લઈ થઈ હતી જૂથ અથડામણ
  • અફવા ફેલાવનારા સામે પાસા અને તડીપારની કાર્યવાહી કરવામાં આવશે- પોલીસ

 સુરતનાં ઓલપાડમાં ગત રોજ રાત્રીનાં સુમારે વિધર્મી યુવક હિન્દુ યુવતીને ભગાડી જવાની અફવાને કારણે મામલો ગરમાયો હતો. ત્યારે બંને જૂથોનાં લોકોએ સામ સામે પથ્થરમારો પણ કર્યો હતો. અફવાને કારણે પથ્થરમારો કરાયો હતો. આ ઘટનાની જાણ સુરત જીલ્લા પોલીસને થતા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને મામલો થાળે પાડવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાબતે સુરત જીલ્લા પોલીસ વડા દ્વારા નિવેદન આપ્યું હતું કે, નજીવી અફવાને લઈ મારામારી થઈ હતી તેમજ વાતાવરણ ડહોળવાનો પ્રયાસ થયો હતો.   પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે આખી રાત પેટ્રોલિંગ કર્યું હતું. તેમજ લોકોને ખોટી અફવાથી દૂર રહેવાની અપીલ કરી હતી. સાથે સાથે પોલીસ વડાએ ગુનેગારો સામે તડીપાર, પાસા સહિતની કાર્યવાહિ કરવામાં આવશે.  સગીરા ઘરેથી ભાગી ગઈ હતી જેને  ગણતરીના કલાકોમાં પોલીસે શોધી લીધી હતી.

રાત્રી દરમિયાન ઓલપાડ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું- પોલીસ

સુરતનાં ઓલપાડમાં ગત રોજ રાત્રીનાં સુમારે અફવાનાં કારણે બે જૂથો વચ્ચે સામ સામી પથ્થરમારો થયો હતો. ત્યારે સોશિયલ મીડિયામાં ફેલાયેલી અફવાને લઈને જૂથ અથડામણ થઈ હતી. પોલીસ રાત્રીનાં સુમારે કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ઓલપાડ પોલીસ છાવણીમાં ફેરવાયું હતું. ઓલપાડ ટાઉનમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.  તેમજ પોલીસ દ્વારા અફવા ફેલાવનારા સામે પાસા અને તડીપારની કાર્યવાહિ કરવામાં આવશે.

હિતેશ જોઈશર (પોલીસ અધિક્ષક, ઓલપાડ)

સોશિયલ મીડિયાનાં ઘણા એકાઉન્ટ અત્યારે સર્વેલન્સમાં છેઃ પોલીસ અધિક્ષક
આ બાબતે એસ.પી. હિતેશ જોઈશરે જણાવ્યું હતું કે,  ગઈકાલે રાત્રે પોણાબાર એક વાગ્યાનાં અરસામાં અમુક અસામાજીક તત્વોની અવળચંડાઈનાં કારણે 200 થી 300 માણસોનાં બે ટોળા સામ સામે ભેગા થઈ ગયા હતા. એ તમામને પોલીસે તાત્કાલીક પહોંચી હળવો બળપ્રયોગ કરી વિખેરી નાંખવામાં આવેલ છે.  અને હાલ સંપૂર્ણ પણે ઓલપાડ ટાઉનમાં શાંતિ છે.  તેમજ વધુમાં તેમણે જણાવ્યું હતું કે કોઈએ અફવાઓથી દોરાવું નહી. અને સોશિયલ મીડિયાનાં દુર ઉપયોગનાં પણ અનેક એકાઉન્ટ અત્યારે સર્વેલન્સમાં છે.  કોઈ પણ કાયદા વિરૂદ્ધની કન્ટેન્ટ પોલીસને સોશિયલ મીડિયામાં મળશે. તો તેનાં વિરૂદ્ધ કાર્યવાહિ કરવામાં આવશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ