બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / અમદાવાદ / Ganapati Bappa Moriya Ahmedabad gross indifference of planners in taking fire NOC

અમદાવાદ / ગણપતિ બાપ્પા મોરિયાઃ ફાયર NOC લેવામાં આયોજકોની ઘોર ઉદાસીનતા, આ નિયમો પાલન અતિ જરૂરી

Vishal Khamar

Last Updated: 08:45 PM, 19 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં ઠેર ઠેર ગણેશ દાદાની સ્થાપના કરવામાં આવી છે. શહેરના અનેક વિસ્તારમાં ધામધૂમ પૂર્વક ગણેશ દાદાનું સ્વાગત કરવામાં આવ્યું હતું પરંતું આયોજકો દ્વારા ફાયર સેફ્ટીને લઈ બેદરકારી દાખવી હોવાનું સામે આવ્યું હતું. ફાયર સેફ્ટી સંદર્ભમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ હતી. પરંતું શહેરમાં અમુક જગ્યાએ નિયમોનું પાલન ન કરાતું હોવાનું સામે આવ્યું છે.

  • અમદાવાદ સહિત ગુજરાતભરમાં ધામધૂમ પૂર્વક વિધ્નહર્તાની સ્થાપના કરાઈ
  • શહેરમાં ૮૦૦થી વધુ પંડાલોમાં ધામધૂમપૂર્વક સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી થશે
  • આયોજકો ફાયર સેફ્ટીને લઈ ઘોર ઉદાસીન

 રિદ્ધિ-સિદ્ધિના દાતા અને હિંદુઓના પ્રથમ પૂજનીય દેવતા શ્રી ગણેશજીનું પાવન પર્વ આજથી અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્રદ્ધાળુઓ ભારે ઉત્સાહથી ઉજવશે. અનંત ચતુર્દશી સુધી એટલે કે સતત ૧૦ દિવસ સુધી ચાલનારા આ ગણેશ ઉત્સવ દરમિયાન હજારો ભક્તો પોતાના ઘેર ગણપતિની સ્થાપના કરશે. ઉપરાંત શહેરમાં ૮૦૦થી વધુ પંડાલોમાં ધામધૂમપૂર્વક સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી થશે. વડોદરાની જેમ અમદાવાદમાં પણ ગણપતિ બાપ્પાનો મહિમા સતત વધી રહ્યો છે અને આજથી દસ દિવસ સુધી સમગ્ર અમદાવાદમાં ગણેશજીનો જય જયકાર થવાનો છે. જોકે આમાં આશ્ચર્ય ઉપજાવે તેવી બાબત એ છે કે સાર્વજનિક ગણેશ ઉત્સવની ઉજવણી નિમિત્તે જે તે આયોજક દૂંદાળા દેવની સજાવટમાં કોઈ કમી રાખતા નથી. દર્શનાર્થે આવતા ભક્તોનું પણ ભાવભીનું સ્વાગત કરવામાં આવે છે, તેમ છતાં ફાયર સેફ્ટીના મામલે ઘોર ઉદાસીનતા સેવવામાં આવી રહી છે. મ્યુનિ. ફાયર બ્રિગેડનાં ધારાધોરણો મુજબ ફાયર સેફ્ટીની એનઓસી લેવામાં આયોજકો જોઈએ તેવો ઉત્સાહ દાખવતા નથી.

AMC  દ્વારા ફાયર સેફ્ટીને લઈ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ હતી
મ્યુનિસિપલ ફાયર બ્રિગેડનો હવાલો સંભાળતા ડેપ્યુટી મ્યુનિ. કમિશનર રમેશ મેરજા દ્વારા આજે સવારે ગણેશ મંડપના આયોજક દ્વારા મંડપમાં જાહેર સલામતી અર્થે કરવા યોગ્ય ફાયર સેફ્ટી સંદર્ભમાં જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાઈ છે, જે મુજબ આયોજક દ્વારા કોઈ પણ મંડલ, પંડાલ કે ટેમ્પરરી સ્ટ્રક્ચરનું સ્ટેજ બનાવે ત્યારે તેનું સ્કૂલ, હોસ્પિટલ, જ્વલનશીલ પદાર્થના ગોડાઉન ઇત્યાદિથી ઓછામાં ઓછું ૧૫ ફૂટ દૂર નિર્માણ કરવાનું રહેશે. આ માટે મંડપમાં ફાયરનાં વાહનો આવી શકે તે મુજબ રોડ-રસ્તા ખુલ્લા રાખવાના રહેશે. 

ફાયર સેફ્ટીને લઈ આયોજકોની બેદરકારી
આયોજકો દ્વારા કોઈ પણ મંડપ કોઈ પણ પ્રકારની ભઠ્ઠી, ઈલેક્ટ્રિક સબસ્ટેશન, ઈલેક્ટ્રિક ટ્રાન્સફોર્મર, ઈલેક્ટ્રિક હાઈટેન્શન લાઇન કે રેલવે લાઇનથી ઓછામાં ઓછા ૧૫ મીટર દૂર રાખવાના રહેશે. સ્ટ્રક્ચરની અંદર કોઈ પણ પ્રકારના સ્ટોલ બનાવવાના રહેશે નહીં તથા સ્ટેજ નજીક કે સ્ટેજની નીચે આગ લાગી શકે તેવા કોઈ પણ પ્રકારના ઘન કે પ્રવાહી પદાર્થનો સંગ્રહ કરવાનો રહેશે નહીં. આયોજકોએ સ્ટ્રક્ચરની અંદર તથા બહાર ડિસ્પ્લે સરળતાથી વાંચી શકાય તે મુજબ અચૂક નો-સ્મોકિંગ ઝોન, એક્ઝિસ્ટ, ઈમર્જન્સી એક્ઝિસ્ટ વગેરે ઉપલબ્ધ કરાવવાના રહેશે. મંડપમાં કરવામાં આવતા ઈલેક્ટ્રિક વાયરિંગની નિષ્ણાતો પાસે અચૂક ચકાસણી કરાવવી પડશે તેમજ ગિઝર-જનરેટર મંડપથી ઓછામાં ઓછા પાંચ મીટરથી દૂરનાં અંતરે રાખવું પડશે. 

મંડપમાં ધાર્મિક હેતુ માટે કરવામાં આવતા હવનમાં નાના કુંડનો ઉપયોગ કરવાનો રહેશે અને તેમાં પૂરતી ફાયર સેફ્ટીની સુવિધા રાખવી પડશે. મંડપમાં ગણેશ મૂર્તિ પાસે રાખવામાં આવતા દીવા નીચે રેતી અચૂક રાખવાની રહેશે અને મંડપના સંચાલન અર્થે ઓછામાં ઓછા એક સ્વયં સેવક રાઉન્ડ ધ ક્લોક ઉપલબ્ધ રાખવો પડશે. ૨૦૦ લિટર પાણી ભરેલાં બે બેરલ અને રેતી ભરેલી બે બાલટી તેમજ બે Co2 ફાયર એક્સટિંગ્યુશર અને બે એબીસી ફાયર એક્સટિંગ્યુશરની વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ બાબતોનું પાલન કરીને ફાયર સેફ્ટીનું ન-વાંધા પ્રમાણપત્ર તેમજ સેલ્ફ ડેકલેરેશન અચૂક રજૂ કરવાનું હોય છે, પરંતુ આ લખાય છે ત્યાં સુધી એક પણ આયોજકે એનઓસી લેવાની કે સેલ્ફ ડેકરેલેરશન રજૂ કરવાની તસદી લીધી નથી.

ઈકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવમાં  રૂ. ૫૧ હજારનું ઈનામ 
મ્યુનિ. તંત્ર દ્વારા આયોજિત ઈકો ફ્રેન્ડલી ગણેશ ઉત્સવ સ્પર્ધા નિમિત્તે પ્રતિમા માટીની હોવી જરૂરી છે. પંડાલની સાફસફાઈ, પાર્કિંગની વ્યવસ્થા, દર્શનાર્થીની સલામતીની વ્યવસ્થા, તંત્ર દ્વારા અથવા પોતાની રીતે બનાવેલા   કુંડમાં પ્રતિમાનું વિસર્જન અને વિસર્જનના ફોટા તેમજ સંસ્થાનું નામ-સરનામું, સંચાલકનું નામ, મોબાઈલ નંબર વગેરે વિગતો જે તે ઝોનની ઝોનલ કચેરીમાં તા. ૨૬ સપ્ટેમ્બર સુધીમાં મોકલવી પડશે. આ માટે ઝોન દીઠ પ્રથમ ઈનામ રૂ. ૫૧ હજારનું રખાયું છે.


સ્ટાફ માટીથી બનાવેલા ગણેશજીની સ્થાપના કરે
મ્યુનિ. કમિશનર એમ. થેન્નારસન દ્વારા ગણેશ ઉત્સવ નિમિત્તે તમામ મ્યુનિ. સ્ટાફને અપીલ કરાઈ છે કે ચાલુ વર્ષે યોજાનાર ગણેશ ઉત્સવમાં ઘેર કે સોસાયટીમાં શ્રીજીની સ્થાપના કરવામાં આવતી હોય તો પ્લાસ્ટર ઓફ પેરિસના બદલે માટીમાંથી બનાવાયેલા ગણેશજીની સ્થાપના કરે. આ અંગેનો સર્ક્યુલર બહાર પડાયો હોઈ તેને નોટિસ બોર્ડ પ્રસિદ્ધ કરવાનો રહેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ