બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / G 20 Summit: Big success for India, 'New Delhi Declaration' acceptable to all countries

BIG NEWS / G 20 સમિટ: ભારતને મળી મોટી સફળતા, 'ન્યૂ દિલ્હી ડેક્લેરેશન' તમામ દેશોને સ્વીકાર્ય, PM મોદીએ જુઓ કોને આપ્યો શ્રેય

Dinesh

Last Updated: 04:27 PM, 9 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

G 20 સમિટની બેઠકમાં પહેલા દિવસે ભારતને મોટી સફળતા હાંસલ થઈ છે, 'ન્યૂ દિલ્હી ડેક્લેરેશન'નો તમામ દેશોએ સ્વીકાર્ય કર્યો છે

  • G-20 સમિટની બેઠકમાં ભારતને મળી મોટી સફળતા
  • ન્યૂ દિલ્હી ડેક્લેરેશનનો તમામ દેશે કર્યો સ્વીકાર
  • 21મી સદી વિશ્વને નવી દિશા આપવાનો સમય છે: PM મોદી


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે G-20 સમિટના પહેલા દિવસે જાહેરાત કરી હતી કે, સંગઠનના તમામ સભ્ય દેશોએ 'ન્યૂ દિલ્હી ડેક્લેરેશન'ને મંજૂરી આપી દીધી છે. નોંધનીય છે કે, અગાઉ રશિયા-યુક્રેનના મુદ્દાને કારણે આ ઘોષણાપત્રને મંજૂર કરવામાં મુશ્કેલીઓ આવી રહી હતી. જો કે બાદમાં ભારતે ઘોષણા પત્રમાં ફેરફાર કર્યા હતો. જેના કારણે તેને મંજૂરી આપવામાં સરળતા થઈ હતી.

PM મોદીએ શું કહ્યું ?
પ્રધાનમંત્રી મોદીએ મહેમાન દેશોના રાષ્ટ્ર પ્રમુખોને સંબોઘિત કરતા કહ્યું કે, નવી દિલ્હી G-20 ડિક્લેરેશન પર સહમતિ આપી છે. વધુમાં PM મોદીએ કહ્યુ કે, હું ઈચ્છુ છું કે, આ ડિક્લેરેશનને અડોપ્ટ કરવામાં આવે. ત્યારબાદ તેમણે કહ્યું કે, દિલ્હી ઘોષણાપત્રને અડોપ્ટ કરવામાં આવ્યો છે. પીએમ મોદી આ સત્રની શરૂઆતમાં મંત્રી અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા. પહેલા પીએમ મોદી G-20 કોન્ફરન્સના પ્રથમ સત્રમાં જણાવ્યું હતું કે, 21મી સદી વિશ્વને નવી દિશા આપવાનો સમય છે. 

PM મોદીએ સખત મહેનત માટે પ્રશંસા કરી
આ સંયુક્ત ઘોષણાપત્રની મંજૂરીને લઈ પીએમ મોદીએ G-20 શેરપા, મંત્રીઓ અને અધિકારીઓનો આભાર માન્યો અને તેમની સખત મહેનત માટે પ્રશંસા કરી હતી

ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ સાંજે 5 વાગ્યે શરૂ થશે
ગ્લોબલ બાયોફ્યુઅલ એલાયન્સ (GBA) એ ભારતની G20 અધ્યક્ષતા હેઠળની પ્રાથમિકતાઓમાંની એક છે. જીબીએ આજે ​​સાંજે 5 વાગ્યે લોન્ચ થશે. અમેરિકા અને બ્રાઝિલ GBA માટે ભારતને સમર્થન આપી રહ્યા છે. ઇથેનોલ ઉત્પાદનમાં આ બંને દેશોની મહત્વની ભૂમિકા છે. વર્લ્ડ ઈકોનોમિક ફોરમ, ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ અને ઈન્ટરનેશનલ એનર્જી એજન્સી જેવી સંસ્થાઓ પણ તેને સમર્થન આપી રહી છે. બાયોફ્યુઅલને ઊર્જાનો સસ્તો અને ટકાઉ સ્ત્રોત માનવામાં આવે છે. તે પરિવહન ક્ષેત્ર સહિત, સહકારને સરળ બનાવવા અને ટકાઉ બાયોફ્યુઅલના ઉપયોગને વેગ આપવાનું લક્ષ્ય રાખશે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ અને આવાસ અને શહેરી બાબતોના મંત્રી હરદીપ એસ પુરીએ ઈન્ડિયા એનર્જી વીક 2023 દરમિયાન આ જાહેરાત કરી હતી.

G-20માં આફ્રિકન યુનિયન કાયમી સભ્ય બન્યું
G-20માં કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયનને આમંત્રણ આપવામાં આવ્યું છે. PM એ કહ્યું હતું કે, બધા સાથે એકજૂથ થવાની ભાવનામાં ભારતે પ્રસ્તાવ મૂક્યો હતો કે આફ્રિકન યુનિયનને G-20 નું કાયમી સભ્યપદ આપવામાં આવે. હું માનું છું કે અમે બધા આ પ્રસ્તાવ પર સહમત છીએ. તમારા બધાની સંમતિથી, અમે કાર્યવાહીની શરૂઆતથી કાયમી સભ્યપદ માટે આફ્રિકન યુનિયનને આમંત્રિત કરીએ છીએ.

G-20 માં કયા દેશોનો સમાવેશ થાય છે ?
G20 માં 19 વ્યક્તિગત દેશો અને યુરોપિયન યુનિયનનો સમાવેશ થાય છે. આ દેશો ઓસ્ટ્રેલિયા, આર્જેન્ટિના, બ્રાઝિલ, કેનેડા, ચીન, ફ્રાન્સ, જર્મની, ભારત, ઇન્ડોનેશિયા, ઇટાલી, જાપાન, મેક્સિકો, રશિયા, સાઉદી અરેબિયા, દક્ષિણ આફ્રિકા, દક્ષિણ કોરિયા, તુર્કી, યુનાઇટેડ કિંગડમ અને યુનાઇટેડ સ્ટેટ્સ છે. તે જ સમયે, G20 ના સભ્ય દેશો વૈશ્વિક જીડીપીના આશરે 85 ટકા, વૈશ્વિક વેપારના 75 ટકાથી વધુ અને વિશ્વની લગભગ બે તૃતીયાંશ વસ્તીનું પ્રતિનિધિત્વ કરે છે.
 

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ