બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / આરોગ્ય / From strengthening bones to getting rid of liver problems, green apple, know what are its benefits

હેલ્થ ટીપ્સ / હાડકાં મજબૂત કરવાથી લઈને લીવરની સમસ્યાથી છુટકારો અપાવશે લીલું સફરજન, જાણો શું છે તેના ફાયદા

Megha

Last Updated: 12:26 PM, 14 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ કે લીલા સફરજન ખાવાથી આપણા સ્વાસ્થ્યને કેવો અને કેટલો ફાયદો થાય છે?

  • લાલ હોય કે લીલું સફરજન ખાવાના ઘણા ફાયદા છે
  • પણ લીલા સફરજન ખાવાના ઘણા વધુ ફાયદા છે
  • લીલા સફરજન નું સેવન કરશો તો લીવરનું કાર્ય યોગ્ય રહેશે

ઘણા લોકો એવું કહેતા હોય છે કે રોજ એક સફરજન ખાવાથી ડોક્ટર પાસે જવાની જરૂર નથી પડતી (An apple a day keeps the doctor away), કારણ કે સફરજન ખાવાથી ઘણી બીમારીઓનું જોખમ ટળી જાય છે. એમાં કોઈ શંકા નથી કે સફરજન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. સામાન્ય રીતે લાલ રંગના સફરજન ખૂબ જ પસંદ આવે છે પણ શું તમે ક્યારેય લીલું સફરજન ખાધું છે? લાલ હોય કે લીલું સફરજન ખાવાના ઘણા ફાયદા છે એ આપણે બધા જાણીએ છીએ પણ લીલા સફરજન ખાવાના ઘણા વધુ ફાયદા છે અને અને આજે અમે તમને એ જ જણાવવા જઈ રહ્યા છીએ કે લીલા સફરજન ખાવાથી આપણા સ્વાસ્થ્યને કેવો અને કેટલો ફાયદો થાય છે? 

લીલા સફરજન ખાવાના ફાયદા
લીવર માટે ફાયદાકારક

લીલા સફરજનમાં એન્ટીઓક્સીડેન્ટ્સ અને ડિટોક્સીફાઈંગ એજન્ટ હોય છે જે શરીરમાંથી ઝેરી તત્વોને બહાર કાઢે છે. આ સાથે જ તેનું સેવન લીવરને યકૃતની સ્થિતિથી બચાવે છે. એટલા માટે રોજ લીલા સફરજન નું સેવન કરશો તો લીવરનું કાર્ય યોગ્ય રહેશે.

હાડકાં મજબુત રહેશે
દરેક લોકો તેના શરીરને મજબુત રાખવા માંગે છે પણ તમને જણાવી દઈએ કે શરીરને મજબૂત રાખવા માટે આપણા હાડકાંને મજબૂત કરવા પડશે. હાડકાં મજબૂત કરવા માટે દરરોજ લીલા સફરજનનું સેવન કરવું જોઈએ. સામાન્ય રીતે 30 વર્ષની ઉંમર પછી હાડકાંની ઘનતા ઓછી થવા લાગે છે અને એવી સ્થિતિમાં લીલું સફરજન ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે.

આંખોની રોશની વધારશે
લીલા સફરજનને વિટામિન Aનો સમૃદ્ધ સ્ત્રોત માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી માત્ર આંખોની રોશની જ નહીં પરંતુ રાતાંધળાપણાને પણ અટકાવે છે. જણાવી દઈએ કે લીલા સફરજનને  'આંખોનો મિત્ર' કહેવામાં આવે છે. 

શ્વસન સંબંધી બીમારીઓ ઘટાડે 
આજકાલ વધી રહેલા પ્રદૂષણને કારણે આપણા ફેફસાંને ઘણું નુકસાન થઈ  પંહોચી રહ્યું છે અને એ કારણે શ્વસન સંબંધી બીમારીઓ પણ ઘણી વધી રહી છે. નિયમિતપણે લીલું સફરજન ખાવાથી ફેફસાના રોગનું જોખમ ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ