બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / પ્રવાસ / from balli to nepal these are some of the best honeymoon destinations

ટ્રાવેલ / હનીમૂન માટે ફેબ્રુઆરી મહિનો સૌથી બેસ્ટ... સસ્તામાં ફરવું હોય તો બનાવો આ દેશોમાં જવાનો પ્લાન

Arohi

Last Updated: 05:36 PM, 29 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Best Honeymoon Destinations: લગ્ન બાદ દરેક કપલ હનીમૂન પર જવાની રાહ જોતુ હોય છે. તેની તૈયારી પણ તે પહેલાથી કરી લે છે. પરંતુ તેમ છતાં કંઈકને કંઈક મિસ થઈ જાય છે.

લગ્ન બાદ પતિ-પત્ની એક બીજાને ઓળખવા માટે હનીમૂન પર જાય છે. જો તમારા પણ લગ્ન થવાના છે અને હનીમૂન પર જવાની તૈયારી કરી રહ્યા છો તો ફેબ્રુઆરી મહિનો તમારા માટે એકદમ બેસ્ટ છે. એવું એટલા માટે કારણ કે આ મહીને તમે ખૂબ જ ઓછા ખર્ચમાં એક અઠવાડિયાનું હનીમૂન પ્લાન કરી શકો છો. 

બાલી 
ન્યૂલી મેરિડ કપલ્સ માટે ઈન્ડોનેશિયાનું બાલી સૌથી ટોપ હનીમૂન પ્લેસમાં આવે છે. એવું એટલા માટે કારણ કે બાલી બીજા શહેરોની જેમ ભીડ-ભાડ વાળુ નથી. ત્યાં જ તે એક લો બજેટ ડેસ્ટિનેશન પણ છે. અહીં તમને આરામથી સસ્તા અને મોંઘા રિઝોર્ટ મળી જશે. જ્યાં તમે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરી શકો છો. 

મલેશિયા 
મલેશિયા એક એવી જગ્યા છે જ્યાં બીચ અને રોમાંસની મજા એક સાથે મળી શકે છે. મલેશિયાના સફેદ રેતીલા બીચ અને તેના બ્લૂ પાણી હનીમૂન માટે એક અલગ જ દુનિયામાં આવ્યા હોય તેનો અનુભવ કરાવશે. મલેશિયામાં ખૂબ જ સુંદર બીચ છે. જ્યાં તમે પોતાના પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી શકો છો. 

શ્રીલંકા 
બજેટમાં હનીમૂન માટે શ્રીલંકા પણ ખૂબ જ સારી જગ્યા છે. આ દેશના સ્વાદિષ્ટ વ્યંજન દુનિયાભરમાં ખૂબ જ ફેમસ છે. હિંદ મહાસાગરના ઉત્તરી ભાગમાં સમુદ્રી દ્વીપ પર સ્થિત આ દેશ ખૂબ જ સુંદર છે. અહીં તમે ધાર્મિક પ્રવૃતિના હોય ઈતિહાસ પ્રેમી હોય કે એડવેન્ચર લવર હોય તમને દરેક પ્રકારની વસ્તુઓ મળી જશે. હનીમૂન માટે અહીં કેન્ડી ડેસ્ટિનેશન સૌથી વધારે પોપ્યુલર છે.

ભૂતાન
બજેટમાં હનીમૂન કરવું છે તો ભૂતાન જવું પણ એક સારો ઓપ્શન રહેશે. હિમાલયની વાદીઓમાં વસેલું ભૂટાન એક ખૂબ જ સુંદર દેશ છે. અહીં તમે 14 દિવસ સુધી વગર કોઈ વિઝાએ યાત્રા કરી શકો છો. અહીં તમે પારો-દોચુલા પાસે, હા વેલી જેવી જગ્યા પર ફરી શકો છો. સૌથી સારી વાત એ છે કે ભૂતાન ફરવા માટે તમારે દિવસમાં ફક્ત 200 ડોલર જ ખર્ચ કરવા પડશે. 

વધુ વાંચો: એક વિઝામાં વારંવાર જઈ શકાશે દુબઈ, જાણો મલ્ટિપલ એન્ટ્રી વિઝા વિશે

નેપાળ 
ભારતની બોર્ડર પાસે આવેલું નેપાળ ઓછા બજેટ માટે એક ખૂબ જ બેસ્ટ ઓપ્શન છે. માઉન્ટેન લવર્સ અને ટ્રેકર્સ માટે નેપાળ એક શાનદાર હનીમૂન સ્પોટ છે. અહીં 5-6 દિવસની ટૂર માટે વ્યક્તિ દિઠ 25થી 30 હજાર રૂપિયાનો ખર્ચ આવે છે જે વધારે મોંઘુ નથી. નેપાળમાં તમે સુંદર માઉન્ટ એવરેસ્ટ બેસ કેમ્પ, મંદિર વગેરે ફરવા જઈ શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ