બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / લાઈફસ્ટાઈલ / NRI News / પ્રવાસ / Dubai announces 5 years multiple entry visa for Indians know details
Last Updated: 06:51 PM, 23 February 2024
ભારતીયો ખાસ કરીને ગુજરાતીઓ ફરવાના ખૂબ જ શોખીન છે. એમાંય દુબઈ તો હવે ભારતીયો માટે બીજા રાજ્ય જેવું બની ગયું છે. વર્ષે દહાડે અસંખ્ય ભારતીયો દુબઈની મુલાકાતે જતા આવતા રહે છે. તમારી આસપાસ પણ કેટલાક એવા લોકો હશે જ, જે ફરવા માટે દુબઈ જતા હોય અથવા જઈ આવ્યા હોય. ભારતીય ટુરિસ્ટને આકર્ષવા માટે દુબઈ સહિત ઘણા દેશો જુદી જુદી ઓફર્સ આપે છે. જેમ કે વિયેતનામ, થાઈલેન્ડ, શ્રીલંકા, મલેશિયા જેવા દેશો ભારતીયોને વિઝા ફ્રી એન્ટ્રી આપે છે. હવે દુબઈ પણ આ લિસ્ટમાં સામેલ થઈ ચૂક્યુ છે. દુબઈએ તાજેતરમાં જ ભારતીય પ્રવાસીઓ માટે 5 વર્ષના મલ્ટીપલ એન્ટ્રી વિઝાની જાહેરાત કરી છે .
ADVERTISEMENT

ADVERTISEMENT
ભારતના જે પ્રવાસીઓ બિઝનેસ ટ્રિપ્સ પર અથવા તો ફરવા માટે વારંવાર દુબઈ જાય છે, તેમના માટે દુબઈની આ નવી જાહેરાત ઉપયોગી સાબિત થવાની છે. દુબઈ દ્વારા કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 5 વર્ષના મલ્ટિપલ એન્ટ્રી વિઝાથી બંને દેશોના સંબંધોમાં મજબૂતાઈ આવશે. ઉલ્લેખનીય છે કે દુબઈમાં ટુરિઝમ ઈકોનોમી મોટા પ્રમાણમાં છે, અને ભારતીયો દુબઈમાં લખલૂટ પૈસા ખર્ચે છે. ત્યારે ટુરિઝમને વધુ મજબૂત બનાવવા માટે દુબઈ ભારતીયોને આ પ્રકારના વિઝા આપી રહ્યું છે.

ADVERTISEMENT
પાંચ વર્ષના મલ્ટિપલ વિઝા નાગરિકોને ઝડપથી મળી જશે. કારણ કે એકવાર તમે આ પ્રકારના વિઝા માટે અપ્લાય કરો છો, અને તમારી અરજી સ્વીકારાઈ જાય છે, તો બેથી 5 વર્કિંગ ડેઝમા તમને વિઝા આપી દેવામાં આવશે. આ વિઝા મળી ગયા બાદ જે તે વ્યક્તિ 90 દિવસ સુધી દુબઈમાં રહી શકે છે. 90 દિવસ બાદ પણ આ વિઝા પરમિટને બીજા 90 દિવસ માટે લંબાવી શકાય છે. એટલે કે એક વર્ષમાં વધુમાં વધુ 180 દિવસ સુધી કોઈ ભારતીય નાગરિક દુબઈમાં રહી શકે છે. આ વિઝાની ખાસ વાત એ છે કે આમાં મલ્ટિપલ એન્ટ્રી-એક્ઝિટ કરી શકાશે. એટલે કે આ 180 દિવસના ગાળામાં એકથી વધુ વખત કોઈ પણ ભારતીય નાગરિક દુબઈમાં આવી શક્શે અને જઈ શક્શે.
ADVERTISEMENT

ADVERTISEMENT
આગળ જણાવ્યું તેમ દુબઈની ઈકોનોમીનો મોટો ભાગ ટુરિઝમ પર પણ નભે છે. આ ઉપરાંત ભારત ટુરિઝમ અને બિઝનેસની દ્રષ્ટિએ દુબઈ માટે મહત્વનું છે. આવામાં વેપાર માટે અને ફરવા માટે જતા ભારતીય નાગરિકો દુબઈની ઈકોનોમીને બૂસ્ટ કરી શકે છે. ભારતથી દુબઈ જતા મુસાફરોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. લેટેસ્ટ આંકડા મુજબ 2023ના વર્ષમાં 24.6 લાખથી વધુ ભારતીયોએ દુબઈની મુલાકાત લીધી હતી. આ સંખ્યા 2022ની સરખામણીએ 34 ટકા વધારે છે. 2022માં 18.4 લાખ બારતીય પ્રવાસીઓ દુબઈની મુલાકાતે ગયા હતા. આંકડા પ્રમાણે કોવિડ પહેલાના સમય કરતા દુબઈ જતા ભારતીયોની સંખ્યામાં 25 ટકાનો વધારો નોંધાયો છે. જેને કારણે દુબઈ માટે ભારતીય મુલાકાતીઓ ખૂબ જ મહત્વના છે. દુબઈના ડિપાર્ટમેન્ટ ઓફ ઈકોનોમી એન્ડ ટુરિઝમના અધિકારીઓના કહેવા પ્રમાણે જેમ જેમ ભારતીયો વધુ સંખ્યામાં દુબઈની મુલાકાત લેશે, તેમ તેમ દુબઈની સ્થિતિ વધુ મજબૂત બનતી જશે.
ADVERTISEMENT
દુબઈ ઈન્ટરનેશનલ ટુરિસ્ટને હોસ્ટ કરવાની સંખ્યામાં પણ આગળ છે. 2023માં દુબઈમાં 1.71 કરોડ વિદેશી નાગરિકો પહોંચ્યા હતા, જ્યારે 2022માં દુબઈની મુલાકાત લેનાર વિદેશીઓની સંખ્યા 1.43 કરોડ હતી. એટલે કે 1 વર્ષમાં દુબઈ આવતા ટુરિસ્ટની સંખ્યામાં 20 ટકાનો વધારો થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.