બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર ન્યૂઝ: સંયુક્ત મુખ્ય ચૂંટણી અધિકારી એ.બી.પટેલનું નિવેદન, દાહોદ પીસીની સંતરામપૂરમાં પોલિંગ બૂથનો વીડિયો ધ્યાને આવ્યો હતો, પ્રાથમિક તપાસ માં બૂથ કેપ્ચરિંગ નો કિસ્સો જણાયો, SP અને કલેક્ટરની સાથે ચર્ચા કરી છે અને FIR થઈ રહી છે, RO સાથે ચર્ચા કરવામાં આવી રહી છે, જિલ્લા ચૂંટણી અધિકારીને રાત્રે મેસેજ મળ્યા હતા, સ્ક્રૂટીનીનો દિવસ છે ત્યાં ચર્ચા થશે RO સાથે ચર્ચા થશે નિર્ણય લેવાશે, પ્રિસાઈડિંગ ઓફિસર જવાબદાર હશે તો કાર્યવાહી થશે, ROના રીપોર્ટના આધારે નિર્ણય થશે, બંને લોકોની ધરપકડ કરવામાં આવશે, અન્ય બૂથ કેપ્ચરિંગ બાબતે કોઈ ફરિયાદ નથી મળી

logo

ગીર સોમનાથના તાલાલામાં અનુભવાયો 3.7ની તીવ્રતાનો ભૂકંપ

logo

સુરતના વરાછામાં દિવાલ ધરાશાયી થતા 25 વાહનોને નુકસાન

logo

સામ પિત્રોડાનું ફરી વિવાદિત નિવેદન, 'પૂર્વમાં રહેતા લોકો ચીની જેવા અને દક્ષિણ ભારતમાં રહેતા લોકો આફ્રિકન...'

logo

લોકસભા ચૂંટણી 2024: શહેજાદાએ અંબાણી-અદાણી પાસેથી કેટલો માલ ઉઠાવ્યો? વડાપ્રધાન મોદીએ પહેલી વખત અદાણી-અંબાણીનું નામ લઈને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું

logo

Air Indiaની એકસાથે 70થી વધુ ફ્લાઇટ્સ રદ

logo

ભાજપનો વિજય રથ આગળ વધી રહ્યો છે: PM મોદી

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

VTV / ગુજરાત / રાજકોટ / Fraud of 19.17 lakh in Rajkot with three Jewelers Merchant

ક્રાઇમ / રાજકોટમાં ત્રણ ઝવેરી સાથે રૂ.૧૯.૧૭ લાખની ઠગાઈ, આરોપીઓને ઝડપી લેવા પોલીસની કવાયત

vtvAdmin

Last Updated: 06:15 PM, 1 May 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજકોટ શહેરનાં સામાકાંઠા વિસ્તારનાં ચાંદીનાં ત્રણ વેપારી પાસેથી પાયલ અને પારા મંગાવી મુંબઈનાં બે આંગડિયાથી પાર્સલ છોડાવ્યા બાદ કુલ રૂ.૧૯,૧૭,૯૩૦ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

અમદાવાદઃ રાજકોટ શહેરનાં સામાકાંઠા વિસ્તારનાં ચાંદીનાં ત્રણ વેપારી પાસેથી પાયલ અને પારા મંગાવી મુંબઈનાં બે આંગડિયાથી પાર્સલ છોડાવ્યા બાદ કુલ રૂ.૧૯,૧૭,૯૩૦ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. જે અંગે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે બંને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. બનાવની વિગત અનુસાર શહેરનાં રણછોડનગરમાં શિવમ્ સિલ્વર ઓર્નામેન્ટ નામે પેઢી ધરાવતા દિલીપભાઇ ધીરજલાલ સગપરિયા (ઉ.વ.૪૬)એ બી.ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે સંજય નામનો વ્યક્તિ તથા મુંબઇનાં મણિભદ્ર જવેલર્સનાં અશોકકુમારનું નામ આપ્યું છે.

ફરિયાદમાં જણાવ્યાં મુજબ મુંબઇનાં મણિભદ્ર જવેલર્સનાં નામે ચાંદીના દાગીનાનો વેપાર કરતા અશોકકુમાર અને સંજય નામનાં વ્યક્તિએ ટેલિફોનિક સંપર્ક કરી રૂ.૩,૩૧,૬૧૦ની કિંમતની ૧પ કિલો ૬૮ર ગ્રામ ચાંદીની પાયલનો ઓર્ડર આપ્યો હતો અને તે પેટે રૂ.૧.પ૦ લાખ ચૂકવી દીધાં હતાં. જેથી ફરિયાદીને વિશ્વાસ આવ્યા બાદ વધુ રૂ.૩,૩૧,૬૧૦ની પ કિલો ર૬૯ ગ્રામ પાયલનો ઓર્ડર મોકલ્યો હતો અને ઓર્ડર મુજબનો તમામ માલ આંગડિયા પેઢી મારફત મુંબઈ મોકલી આપ્યો હતો.

શરૂઆતમાં બંને શખ્સે રૂ.૧.પ૦ લાખ ચૂકવ્યા હોવાથી તેનાં પર વિશ્વાસ બેઠો હતો, પરંતુ લાખોનો માલ આંગડિયામાંથી છોડાવ્યા બાદ બંનેએ બાકીના રૂ. ૩,૧૬,૯૩૦ નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. બાદમાં દિલીપભાઇએ અન્ય વેપારીઓને આ અંગે વાત કરતા બંને શખ્સોએ અન્ય બે વેપારી રામજીભાઇ પાસેથી રૂ.૧૦.૮૮ લાખનાં ચાંદીના પારા મગાવી તેમજ મનીષભાઈ અજાણી પાસેથી રૂ.પ.૧૩ લાખના ચાંદીના પારા મગાવી તેમની રકમ નહીં ચૂકવી વિશ્વાસઘાત કર્યો હતો. દિલીપભાઇની ફરિયાદ પરથી પોલીસે છેતરપિંડી વિશ્વાસઘાત સહિતની કલમ હેઠળ ગુનો નોંધી મુંબઈના આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ