બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / france topped henley passport index 2024 know india pakistan china maldives

Passport Index 2024 / દુનિયાના સૌથી પાવરફૂલ પાસપોર્ટનું લિસ્ટ જાહેર: ભારતની રેન્કિંગ ચોંકાવનારી

Arohi

Last Updated: 10:53 AM, 20 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Passport Index 2024: આ લિસ્ટમાં સૌથી ટોપ પર ફ્રાંસ છે. ઈંડેક્સમાં ચીની પાસપોર્ટે ગયા વર્ષના મુકાબલે આ વર્ષે સારૂ પ્રદર્શન કર્યું છે. પાકિસ્તાનના પાસપોર્ટ ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 106માં સ્થાન પર છે. ત્યાં જ ભારતની રેંકિંગ પણ ચોંકાવનારી છે.

હેનલે પાસપોર્ટ ઈંડેક્સ 2024ની લીસ્ટ જાહેર થઈ ચુકી છે. જેમાં ફ્રાંસે ટોપનું સ્થાન મેળવ્યું છે. ફ્રાંસના પાસપોર્ટથી 194 દેશોમાં વિઝા વગર યાત્રા કરી શકાય છે. કોઈ પણ દેશના પાસપોર્ટની મજબૂતીથી ખબર પડે છે કે તે એક સોફ્ટ પાવરની રિતે વિશ્વમાં કેટલો પ્રભાવશાળી છે. હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારતે આ વર્ષે ગયા વર્ષથી ખરાબ પ્રદર્શન કર્યું છે અને ભારતીય પાસપોર્ટ એક સ્થાન નીચે ઉતરીને 85માં સ્થાન પર આવી ગયો છે. 

કોઈ પણ દેશનો પાસપોર્ટ કેટલો મજબૂત છે હેનલે ઈન્ડેક્શમાં તેનું નિર્ધારણ વીઝા ફ્રી એક્સેસથી કરવામાં આવે છે. એટલે કે જે દેશના પાસપોર્ટનો ઉપયોગ કરી સૌથી વધારે દેશોમાં વિઝા વગર યાત્રા કરી શરાય તે પાસપોર્ટ સૌથી મજબૂત હોય છે. 

હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં કયા દેશોએ કર્યું ટોપ? 
હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ફ્રાંસ ટોપ પર છે. ફ્રાંસની સાથે સાથે જર્મની, ઈટલી, જાપાન, સિંગાપુર અને સ્પેન પણ આગળ છે. હેનલે પાસપોર્ટ રેકિંગમાં 193 વીઝા ફ્રી ડેસ્ટિનેશનની સાથે બીજા સ્થાન પર ફિનલેન્ડ, દક્ષિણ કોરિયા અને સ્વીડન છે. ત્રીજા સ્થાન પર 192 વીઝા ફ્રી ડેસ્ટિનેશનની સાથે ઓસ્ટ્રિયા છે. 

ભારતની રેકિંગમાં ઘટાડો ચોંકાવનાર 
ભારતના પાસપોર્ટ 2024માં ગયા વર્ષના મુકાબલે એક સ્થાન નિચે આવી ગયા છે. ગયા વર્ષે હેનલે પાસપોર્ટ ઈન્ડેક્સમાં ભારત જ્યાં 84માં સ્થાન પર હતું ત્યાં જ આ વર્ષે 85માં સ્થાન પર આવી ગયું છે. ભારતની રેંકિંગમાં ઘટાડો થોડો ચોંકાવનારો છે કારણ કે ગયા વર્ષે જ્યાં ભારતના પાસપોર્ટધારી 60 દેશોમાં વીઝા ફ્રી યાત્રા કરી શકતા હતા ત્યાં જ આ વર્ષે વીઝા ફ્રી દેશોની સંખ્યા વધીને 62 થઈ ગઈ છે. 

હાલમાં જ ઈરાને ભારતીય પર્યટકો માટે વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. ભારતીય પર્યટક 15 દિવસ સુધી ઈરાનમાં વિઝા વગર પ્રવાસ કરી શકે છે. મલેશિયા, થાઈલેન્ડ અને શ્રીલંકા પણ તે દેશોમાં શામેલ છે જેમણે થોડા સમય પહેલા જ ભારતીયો માટે વીઝા ફ્રી એન્ટ્રીની જાહેરાત કરી છે. 

વધુ વાંચો: 175 દેશમાં ગરીબોની કસ્તુરીનો દબદબો! ઈશ્વર સાથે સંબંધ, ભારતમાં નહીં આ દેશોમાં ખવાય છે સૌથી વધુ ડુંગળી, ઈતિહાસ રસપ્રદ

પાકિસ્તાન અને માલદીવના પાસપાર્ટની શું છે રેંકિંગ? 
પાકિસ્તાનની રેકિંગની વાત કરવામાં આવે તો આ ગયા વર્ષની જેમ જ આ વર્ષે પણ 106માં સ્થાન પર છે. ભારતના પડોસી દેશ બાંગ્લાદેશ પણ ગયા વર્ષથી એક સ્થાન નીચે આવીને 101 અને 102માં સ્થાન પર છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ