બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Four Gujaratis killed in road accident in Turkey

દુ:ખદ ઘટના / તુર્કીમાં ભીષણ કાર અકસ્માત: એક યુવતી સહિત 4 ગુજરાતી યંગસ્ટર્સનાં કરૂણ મોત, પરિવારમાં ભારે માતમ

Dinesh

Last Updated: 04:21 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીના કિરેનિયા નજીક માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત, બે કાર સામ સામે અથડાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી

  • તુર્કીમાં માર્ગ અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મોત
  • બે કાર સામ સામે અથડાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ
  • બે વિદ્યાર્થી બનાસકાંઠાના અને બે વિદ્યાર્થી પોરબંદરના હતાં

તુર્કીમાં ચાર ગુજરાતીઓના માર્ગ અકસ્માતમાં મોત થયા છે. તુર્કીમાં રહીને અભ્યાસ કરી રહેલા ગુજરાતીઓના અકસ્માતમાં કરૂણ મોત થયા છે. બે વિદ્યાર્થી બનાસકાંઠાના અને બે વિદ્યાર્થી  પોરબંદરના હતાં. જેઓ તુર્કીમાં હોટલ મેનેજમેન્ટનો અભ્યાસ કરતા હતા. અત્રે જણાવીએ કે,  બે કાર સામ સામે અથડાતા આ કરૂણ દુર્ઘટના સર્જાઈ હતી.  પાપ્ત માહિતી મુજબ આ ચાર વિદ્યાર્થીઓ રજાના દિવસ ફરવા નીકળતા આ ઘટના ઘટી હતી.

તુર્કીના કિરેનિયામાં નજીક અકસ્માત
પાપ્ત વિગતો મુજબ આ ચાર વિદ્યાર્થી રજાના દિવસે બહાર ફરવા નીકળ્યા હતા ત્યારે તુર્કીના કિરેનિયા નજીક અકસ્માત સર્જાયો હતો જેમાં તમામ મોતને ભેટ્યા હતાં. મૃતકોના પરિવારજનો વતનમાં મૃતદેહો લાવવા માગ કરી રહ્યાં છે. તો બીજી તરફ એવી પણ વિગતો સામે આવી છે કે, મૃતક વિદ્યાર્થીની પૃષ્ટીના માતા તુર્કીમાં હતી અને જ્યાં પૃષ્ટિના અંતિમવિધી પણ કરવામાં આવ્યા છે. 

મૃતક અંજલિ મકવાણાની તસવીર 

મૃતકોનાં નામ
અંજલિ મકવાણા 
પૃષ્ટિ પાઠક
પ્રતાપભાઈ ભૂવાભાઈ કારાવદરા
જયેશ કેશુભાઈ આગઠ

મૃતક અંજલિ મકવાણા બનાસકાંઠાના વડગામની વતની
મૃતક અંજલિ મકવાણા બનાસકાંઠા જિલ્લાના વડગામના ભાંગરોડિયા ગામની વતની હતી. જેની ઉંમર 21 વર્ષીય હતી અને તેણે બી.એસ.સી અને એમ.એલ.ટીનો અભ્યાસ કર્યા હતો. અંજલી છેલ્લા એક વર્ષથી તુર્કીમાં હોટલમાં મેનેજમેન્ટની નોકરી કરતી હતી. તે ગુજરાતી મિત્રો સાથે કાર લઇને ફરવા નીકળી હતી તે સમય દરમિયાન કિરેનિયા નજીક હાઇવે પર અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં ચાર ગુજરાતીઓના મૃત્યું થયું છે. ઘટનાને પગલે પરિવારમાં માતમ છવાયો છે તેમજ મૃતદેહોને વહેલી તકે વતન લવાય તેવી માંગ કરવામાં આવી રહી છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ