બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / Former Pakistan captain Misbah-ul-Haq told that Babar did not listen to him Serious allegations made against Babar Azam-Mickey Arthur

ક્રિકેટ / બંધ રૂમમાં મીટિંગમાં મારી સાથે...: પાકિસ્તાન ક્રિકેટમાં હડકંપ! પૂર્વ કેપ્ટને બાબર આઝમ પર લગાવ્યો ગંભીર આરોપ

Megha

Last Updated: 02:13 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમાશે, એવામાં પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકે એક મોટો ખુલાસો કરતા, બાબર આઝમ અને કોચ મિકી આર્થર પર ગંભીર આરોપ લગાવ્યા

  • પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકે મોટો ખુલાસો કર્યો
  • કેપ્ટન બાબર આઝમ અને કોચ મિકી આર્થર પર લગાવ્યા ગંભીર આરોપ 
  • મેં આપેલ સલાહની અવગણના કરીને મારી મજાક ઉડાવી 

આ દિવસોમાં ભારતની ધરતી પર વર્લ્ડ કપ જેવી મોટી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે અને આજે એટલે કે 12મી નવેમ્બરે વર્લ્ડ કપના ગ્રુપ સ્ટેજની છેલ્લી મેચ રમાશે. ટીમ ઈન્ડિયા, સાઉથ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ એમ ચાર ટીમો વર્લ્ડ કપ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. આ ચારેય ટીમોએ આ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને આ પ્રદર્શનના આધારે આ ટીમોએ સેમીફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે.

કેપ્ટનશીપ છોડશે આ સ્ટાર ખેલાડી! વર્લ્ડકપમાં ટીમે કર્યું અત્યંત નિરાશાજનક  પ્રદર્શન, ભારત સામે તો જબરા ધોવાયા હતા / Report: A big blow to the Pakistan  team ...

બોલિંગ વ્યૂહરચના અંગે સલાહ આપી હતી પણ.. 
આ બધા વચ્ચે પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન મિસ્બાહ-ઉલ-હકે એક મોટો ખુલાસો કર્યો છે, એમને કહ્યું કે ક્રિકેટ સમિતિની બેઠક દરમિયાન કેપ્ટન બાબર આઝમ અને કોચ મિકી આર્થરે વર્લ્ડ કપ માટે ટીમની સ્પિન બોલિંગ વ્યૂહરચના અંગેની તેમની સલાહની અવગણના કરી હતી અને મજાક પણ બનાવ્યો હતો. 

અવગણના કરીને મેં આપેલ સલાહની મજાક ઉડાવી 
એક સ્થાનિક સ્પોર્ટ્સ ચેનલ પર બોલતા, મિસ્બાહે સ્પિનરો શાદાબ ખાન અને મોહમ્મદ નવાઝના ખરાબ પ્રદર્શન પર પોતાની આશંકા વ્યક્ત કરી અને કહ્યું કે તેણે એશિયા કપ 2023 દરમિયાન જ ટીમને ચેતવણી આપી હતી. પરંતુ તેઓની અવગણના કરવામાં આવી અને મેં આપેલ સલાહની મજાક ઉડાવી હતી.

શાદાબ અને નવાઝનું પ્રદર્શન સારું નહતું 
પાકિસ્તાનની કેપ્ટનશીપ છોડ્યા બાદ મિસ્બાહ-ઉલ-હક ટીમના મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકાર પણ રહી ચૂક્યા છે. તેણે કહ્યું, 'સ્પિન બોલિંગ મુખ્ય મુદ્દો હતો. સ્પિન ડીપાર્ટમેન્ટ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો અને વાત તેને ઉકેલવા માટેના રસ્તાઓ શોધવાની હતી. એશિયા કપમાં પણ શાદાબ અને નવાઝનું પ્રદર્શન સારું રહ્યું ન હતું. જ્યારે તમે વર્લ્ડ કપ માટે જઈ રહ્યા હતા અને વસ્તુઓ તમારા નિયંત્રણમાં હતી, ત્યારે તમારી પાસે એક વધારાનો સ્પિનર ​​હોવો જોઈએ.'

પાકિસ્તાન નવમાંથી માત્ર ચાર મેચ જીતી હતી 
2017 માં આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્ત થયેલા મિસ્બાહે કહ્યું હતું કે સ્પિનરોને વધુ મજબૂત બનાવવાની જરુર છે.' હવે એ વાત તો જાણીતી જ છે કે પાકિસ્તાન નવમાંથી માત્ર ચાર મેચ જીતીને સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરી શક્યું ન હતું અને ટૂર્નામેન્ટને પાંચમા સ્થાને રહીને પૂરી કરી હતી.

પાકિસ્તાન છેલ્લા 10 વર્ષમાં પાંચમી વખત વર્લ્ડ કપ સેમિફાઇનલ માટે ક્વોલિફાય કરવામાં નિષ્ફળ રહ્યું છે. છેલ્લી વખત પાકિસ્તાન સેમિફાઇનલમાં 2011માં પહોંચ્યું હતું, જ્યારે ભારતે તેને હરાવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ