બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરા / Former Karajan MLA Satish Nishaliya annoyed with BJP not giving tickets

રાજનીતિ / વડોદરાની કરજણ બેઠક પર નવાજૂનીના એંધાણ, પૂર્વ MLAને ભાજપે ટિકિટ ન આપતા વધી શકે છે અક્ષય પટેલની મુશ્કેલી!

Dhruv

Last Updated: 09:25 AM, 11 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

AAP અને કોંગ્રેસ બાદ હવે ભાજપે પણ 182માંથી 160 ઉમેદવારોના નામ જાહેર કરી દીધા છે. એવામાં વડોદરા જિલ્લાની વધુ એક બેઠક પર ભાજપમાં બળવાની સ્થિતિ સર્જાઇ શકે છે.

  • અંતે ભાજપે 160 ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી
  • વાઘોડિયા-પાદરા બાદ કરજણ બેઠક પર બળવાની સ્થિતિ
  • કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડી શકે છે સતીશ નિશાળિયા

ભાજપે 160 ઉમેદવારોના નામ પર અંતિમ મહોર મારી છે. એવામાં ભાજપમાં વડોદરા જિલ્લાની વધુ એક બેઠક પર બળવાનાં એંધાણ દેખાઇ રહ્યાં છે. વાઘોડિયા અને પાદરા બાદ હવે ભાજપમાં કરજણ બેઠક પર બળવાની સ્થિતિ જોવા મળી રહી છે.

EX MLA સતીશ નિશાળિયા

સતીશ નિશાળિયા કોંગ્રેસની ટિકિટ પર કરજણ બેઠક પરથી ચૂંટણી લડી શકે

ભાજપે ટિકિટ ન આપતાં પૂર્વ MLA સતીશ નિશાળિયા નારાજ થયા છે. અક્ષય પટેલને ભાજપે ટિકિટ આપતાં સતીશ નિશાળિયા નારાજ થયા છે. પોતાનાં કાર્યાલયમાંથી સતીશ નિશાળિયાએ ભાજપનાં બેનર પણ હટાવી દીધા છે. તદુપરાંત સતીશ નિશાળિયાએ અમદાવાદમાં કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કર્યાની પણ ચર્ચા ચાલી રહી છે. એટલે કે કહી શકાય કે સતીશ નિશાળિયા કોંગ્રેસની ટિકિટ પર કરજણ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સતીશ નિશાળિયાનાં ચૂંટણી લડવાથી અક્ષય પટેલની મુશ્કેલી પણ વધી શકે.

વાઘોડિયા તાલુકા ભાજપામાં ભારે નારાજગી!

બીજી બાજુ વાઘોડીયાની બેઠક અંગે ભાજપમાં એવી ચર્ચા ચાલી રહી છે કે, ભાજપ પાસે વાઘોડિયા બેઠક ઉપર ચૂંટણી લડાવવા માટે શિક્ષીત અને જિલ્લા ભાજપા મહામંત્રી રહી ચૂકેલા ધર્મેશ પંડ્યા જેવા દાવેદારો પણ હતા. છતાંય ભાજપે વાઘોડિયા બેઠક ઉપર છેલ્લા કેટલાંક સમયથી ખિસ્સાના નાણાં ખર્ચીને પ્રચાર કરી મતદારોને આકર્ષવાનો પ્રયાસ કરી રહેલા તેમજ અપક્ષ ચૂંટણી લડી જીતવા માટે કમરકસી રહેલા અશિક્ષીત ધર્મેન્દ્રસિંહ વાઘેલાને આડકતરી રીતે ફાયદો કરાવવા જિલ્લા ભાજપ પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપી છે. ભાજપ દ્વારા લેવામાં આવેલા આ નિર્ણય અંગે વાઘોડિયા તાલુકા ભાજપામાં ભારે નારાજગી જોવા મળી રહી છે.

ટિકિટ કપાતા મધુ શ્રીવાસ્તવ પણ નવાજૂની કરવાના મૂડમાં

તુદપરાંત વડોદરામાં દબંગ ધારાસભ્યની છાપ ધરાવતા વાઘોડિયા મધુ શ્રીવાસ્તવ કે જેઓ અવાર નવાર તેઓની વિવાદિત નિવેદનોને લઈને ચર્ચામાં આવતા હોય છે. જેઓને ટિકિટ ન આપી ભાજપ દ્વારા જીલ્લા પ્રમુખ અશ્વિન પટેલને ટિકિટ આપતા મામલો ગરમાયો હતો. ત્યારે સાંજના સુમારે મહાદેવ તળાવ નજીક આવેલ મધુ શ્રીવાસ્તવની ઓફીસે બેઠક મળી હતી. જે બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો કે મધુ શ્રીવાસ્તવ અપક્ષ ઉમેદવારી નોંધાવશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે 'મે વર્ષોથી પાર્ટીએ કામ કર્યું પણ પાર્ટી એ મારી કદર ના કરી. આ નિર્ણય કાર્યકર્તાઓ સાથેની મીટીંગ બાદ લીધો છે.' ત્યારે તેમણે પક્ષને ફેર વિચારણા કરવા કહ્યું છે.

મધુ શ્રીવાસ્તવ

છેલ્લા 6 ટર્મથી આ બેઠક પર છે મધુ શ્રીવાસ્તવનો દબદબો

વાઘોડિયા વિધાનસભા બેઠક વડોદરા જિલ્લામાં આવેલી છે અને વડોદરા લોકસભા બેઠક હેઠળ આવે છે. આ બેઠક પર 1962થી 1985 કોંગ્રેસનો કબજો હતો. જે બાદ 1995થી 2017 સુધી એટલે કે 6 ટર્મથી બાહુબલી નેતાની ઓળખ ધરાવતા મધુ શ્રીવાસ્તવ જીતતા આવ્યા છે. આ વખતે વડોદરાની વાઘોડિયા બેઠક પર ઉમેદવારને લઈને કોકડુ ગુંચવાયું છે. કારણ કે સંગઠનમાં નો-રિપીટનો સૂર ઉઠ્યો છે. આ બેઠક પર ભારતીય જનતા પાર્ટી મધુ શ્રીવાસ્તવ અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાને ટક્કર આપે તેવા ચહેરાની શોધમાં છે. આપને જણાવી દઈએ કે, ગત 2017ની ચૂંટણીમાં આ બેઠક પર ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ ઉભા રહ્યા હતા. તેઓને 52734 મત મળ્યા હતા. જ્યારે ભાજપના ઉમેદવાર મધુ શ્રીવાસ્તવને 63,049 મત મળ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ