બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Assembly election 2023 / ગુજરાત / રાજકોટ / Former CM Rupani took a big decision amid BJP's sens process

ઇલેક્શન 2022 / ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે પૂર્વ CM રૂપાણીએ લીધો મોટો નિર્ણય, રાજકોટના કાર્યકર્તાઓ ચોંક્યા

Malay

Last Updated: 09:13 AM, 29 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપની સેન્સ પ્રક્રિયા વચ્ચે પૂર્વ CM રૂપાણીએ મોટો નિર્ણય લીધો છે. તેઓ સેન્સ પ્રક્રિયામાં દાવેદારી નહીં કરે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપાણી ધારાસભ્ય છે. તેમણે પાર્ટી જે કામ સોંપશે તે કરવાની તૈયારી પણ દર્શાવી છે.

  • પૂર્વ CM વિજય રૂપાણી સેન્સ પ્રક્રિયામાં નહીં કરે દાવેદારી
  • ભાજપ જે કાર્ય સોંપે તે કરવાની દર્શાવી તૈયારી
  • અગાઉ નીતિન ભારદ્વાજે કર્યો હતો વિજય રૂપાણી મામલે દાવો

ગુજરાતમાં હવે ચૂંટણીની તારીખો ગમે ત્યારે જાહેર થવાની સંભાવના છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ પોતાની તૈયારી વધુ તેજ બનાવી છે. આમ આદમી પાર્ટી દ્વારા સૌથી પહેલા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે જ્યારે કોંગ્રેસ અને ભાજપમાં હજુ ઉમેદવારોને લઈને વિચારણા ચાલી રહી છે. જોકે, ભાજપની ટિકિટ માટે જે રીતે પડાપડી થઈ રહી છે તે જોઈને નિરીક્ષકો પણ ચોંકી ઉઠ્યા છે. સૌરાષ્ટ્રની તો તમામ બેઠકો પર ઉમેદવારોનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ છે ત્યારે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. 

અત્યાર સુધીમાં 3500 દાવેદારો નોંધાયા
ભાજપની સેન્સ પ્રકિયાના ત્રણ દિવસ પૂર્ણ થયા છે. ત્યારે અત્યાર સુધીમાં 182 બેઠક પરથી કુલ 3500 દાવેદારો નોંધાયા છે. નિરિક્ષકોએ તમામ દાવેદારોને સાંભળ્યા છે. હવે આ તમામ દાવેદારોનું લિસ્ટ હાઇકમાન્ડને મોકલવામાં આવશે અને ત્યારબાદ હાઇકમાન્ડ ઉમેદવાર નક્કી કરશે. આ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી દાવેદારી નહીં કરે તેવી વાત સામે આવી છે.

ભાજપ જે કાર્ય સોંપે તે કરવાની રૂપાણીએ દર્શાવી તૈયારી
સેન્સ પ્રક્રિયામાં વિજય રૂપાણી દાવેદારી નહીં કરે. રાજકોટ પશ્ચિમ બેઠક પરથી વિજય રૂપાણી ધારાસભ્ય છે. તેમણે પાર્ટી જે કામ સોંપશે તે કરવાની તૈયારી પણ દર્શાવી છે. આપને જણાવી દઈએ કે, આ પહેલા નીતિન ભારદ્વાજે વિજય રૂપાણી મામલે દાવો કર્યો હતો. રાજકોટ પશ્વિમ બેઠક પર વિજય રૂપાણી લડે તો પહેલી પ્રાથમિકતા વિજય રૂપાણી હોવાનો નીતિન ભારદ્વાજે દાવો કર્યો હતો જયારે વિજય રૂપાણીએ પાર્ટી જે કાર્ય સોંપશે તે કરવાની તૈયારી દર્શાવી હતી.

નીતિન ભારદ્વાજે કર્યો હતો દાવો
ભાજપ અગ્રણી નીતિન ભારદ્વાજે કહ્યું હતું કે, પશ્ચિમ બેઠક માટે વિજય રૂપાણીનું નામ આવે તો તમામ કાર્યકરો તૈયાર જ છે. પશ્ચિમ બેઠક માટે પહેલા વિજય રૂપાણીનું નામ પછી મારી દાવેદારી, પાર્ટી હાઈકમાન્ડ દ્વારા જે પણ નિર્ણય લેવામાં આવશે તે સ્વીકાર્ય છે. 

પૂર્વ બેઠક પર 21 નેતાઓએ નોંધાવી દાવેદારી
રાજકોટની કુલ ચાર બેઠક માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી, રાજકોટ પૂર્વ બેઠક પર વર્તમાન ધારાસભ્ય અરવિંદ રૈયાણીની સામે 21 નેતાઓને દાવેદારી નોંધાવી છે. રાજકોટની પશ્ચિમ બેઠક પર કમલેશ મીરાણી, ડૉ. દર્શિતા શાહ, નીતિન ભારદ્વાજ, અનિલ દેસાઈ, કશ્યપ શુક્લ, બીનાબેન આચાર્ય, જગદીશ કોટડીયા, હર્ષિત કાવર, તેજસ ભટ્ટી અને કમલેશ વાઘેલાએ દાવેદારી નોંધાવી છે.

પૂર્વ બેઠક પક દાવેદારોનો રાફડો ફાટ્યો
પૂર્વ બેઠકના દાવેદારની વાત કરીએ તો પૂર્વ બેઠક પર રમેશ પરમાર, સંજય ગોસ્વામી, અરવિંદ રૈયાણી, અસ્વિન મોલ્યા, દલસુખ જાગાણી, બાબુભાઇ માટીયા, પરેશ લીંબાસીયા, જયંતિ સરધારા, ઉદય કાનગડ, ભારતીબેન પરસાણા, દેવાંગ કુકાવા, પોપટ ટોળીયા, ખીમજી મકવાણા, મનસુખ પીપળીયા, તેજસ ભટ્ટી, વલ્લભભાઈ દુધાત્રા, સંજય હિરાણી, રશિક વોરા, મુકેશ રાદડિયા અને રશિલા સાકરીયાએ દાવેદારી નોંધાવી છે.

ગોવિંદ પટેલ,  ધનસુખ ભંડેરી,  ડૉ. ભરત બોઘરા, ભારતી પરસાણા, સંજય ઘવા, વિનુ ઘવા, રમેશ ઘવા, ઉદય કાનગડ, વી.પી. વૈષ્ણવ, નીતિન રામાણી, નરેન્દ્ર સોલંકી અને જયંતિ સરધારાએ દક્ષિણ બેઠક પર દાવેદારી નોંધાવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ