બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / બિઝનેસ / For just Rs 87, this telecom company offers such benefits with 1GB data per day and unlimited calls, know

ઘણું સસ્તું! / ફક્ત 87 રૂપિયામાં આ ટેલિકોમ કંપની આપે છે દરરોજના 1GB ડેટા અને અનલિમિટેડ કોલ્સ સાથે આવા ફાયદા, જાણો

Megha

Last Updated: 03:51 PM, 23 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ટેલિકોમ કંપનીના 87 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં કંપની દરરોજ 1GB ડેટા ઓફર કરે છે. સાથે કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ સહિત દરરોજ 100 SMS પણ મળશે.

  • આ ટેલિકોમ કંપનીનો પ્લાન લોકોના બજેટમાં ફિટ થશે 
  • માત્ર 87 રૂપિયા ખર્ચીને દરરોજ 1GB ડેટા મળશે 
  • ડેટાની સાથે અનલિમિટેડ ફ્રી કોલિંગ અને દરરોજ 100 SMS

આપણે દરેક લોકો મોબાઈલ વાપરીએ છીએ અને હાલ મોબાઈલ અને તેમાં ઈન્ટરનેટ વિના જીવવું શક્ય નથી. એવામાં ભારતમાં ફોનના બિલમાં ટૂંક સમયમાં વધારો આવી શકે છે. ટેલિકોમ કંપનીઓ Airtel, Jio અને Vi જલ્દી જ એમના રિચાર્જ પ્લાનની કિંમતમાં વધારો કરી શકે છે. ટેલિકોમ કંપનીના આ ભાવ વધારાની સામે જ એક એક ટેલિકોમ કંપની છે જેના ઘણા પ્લાન સામાન્ય લોકોના બજેટમાં ફિટ થાય છે.

BSNL દેશની એવી ટેલિકોમ કંપની છે જે તેના ગ્રાહકોને સૌથી સસ્તી રિચાર્જ પ્લાન પ્રદાન કરે છે. કંપની પાસે નાના કે મોટા તમામ પ્રકારના રિચાર્જ પ્લાન છે. યુઝર તેમની જરૂરિયાતો અનુસાર યોજનાઓનો લાભ લઈ શકે છે. આજે અમે તમને BSNLના આવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેમાં તમને માત્ર 87 રૂપિયા ખર્ચીને દરરોજ 1GB ડેટા મળે છે. 

જો તમે BSNL યુઝર છો અને સસ્તું પ્લાન શોધી રહ્યા છો, તો તમે રૂ.87 નો રિચાર્જ પ્લાન લઈ શકો છો. આ પ્લાનમાં કંપની તમને દરરોજ 1GB ડેટા ઓફર કરે છે. એટલું જ નહીં, ડેટાની સાથે તમે કોઈપણ નેટવર્કમાં અનલિમિટેડ ફ્રી કોલિંગ પણ કરી શકો છો. આમાં તમને દરરોજ 100 SMS મળે છે. 

BSNLના રૂ. 87ના પ્લાનની વેલિડિટી
ડેટા લિમિટ સમાપ્ત થયા પછી, તમે આ પ્લાનમાં 40Kbpsની ઝડપે ઇન્ટરનેટનો લાભ લઈ શકો છો. કંપનીની આ યોજના દેશના તમામ સર્કલ પર સક્રિય છે. આ પ્લાન લેતી વખતે તમારે ખાસ ધ્યાન રાખવું પડશે કે તમને આમાં માત્ર 14 દિવસની વેલિડિટી મળે. જો તમને લાંબી વેલિડિટી સાથેનો પ્લાન જોઈતો હોય, તો તમે બીજો પ્લાન પસંદ કરી શકો છો. 

BSNL પાસે 108 રૂપિયાનો પ્લાન પણ છે. આ પ્લાનમાં તમે MTNL નેટવર્ક પર અનલિમિટેડ વૉઇસ કૉલિંગ કરી શકો છો. આ પ્લાનમાં તમને દરરોજ 1GB ડેટા મળે છે અને તેની વેલિડિટી 28 દિવસની રહેશે. આ પ્લાન માત્ર દિલ્હી અને મુંબઈ યુઝર્સ માટે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ