બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગાંધીનગર

logo

લોકસભા ચુંટણીનું ત્રીજા તબક્કા નું મતદાન, છેલ્લી ઘડીએ કરવા મતદારોમાં ઉત્સાહ

logo

અમરેલી ન્યૂઝ: ચૂંટણી ફરજ દરમ્યાન મહિલા કર્મચારીનું થયું મોત, જાફરાબાદની પ્રાથમિક શાળાની શિક્ષિકા મતદાન મથક ફરજ દરમ્યાન ઢળી પડ્યા, કૌશિકબેન બાબરીયાનું હાર્ટ એટેકથી મૃત્યુ થયાનું પ્રાથમિક અનુમાન

logo

કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરનો મતદારોને ધમકાવી ભાજપ તરફી વોટીંગ કરાવવાનો આક્ષેપ

logo

11 રાજ્યોની 93 બેઠકો પર 3 વાગ્યા સુધીમાં 50.71 ટકા મતદાન

logo

બનાસકાંઠાને ટક્કર આપી 3 વાગ્યા સુધીમાં 58.05 ટકા મતદાન સાથે વલસાડ ગુજરાતમાં અવ્વલ, સરેરાશ 47.03 ટકા વોટિંગ

logo

કળશ ગામના લોકો તાપથી બચવા માથા પર ગાદલા રાખી મત આપવા લાઈનમાં ગોઠવાયા

logo

ભરૂચના કેસર ગામના લોકોએ મતદાનનો બહિષ્કાર કર્યો, અત્યાર સુધી એકપણ મત નથી પડ્યો

logo

મતદારો માટે ઇન્દ્ર દેવના અમી છાંટણા, યાત્રાધામ અંબાજીમાં અચાનક વાતાવરણમાં આવ્યો પલટો

logo

પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલે કર્યું મતદાન

VTV / For 21 years, Sunil Gavaskar used to send money to former hockey player Gopal Bhengra

અવિરત મદદ / 21 વર્ષથી સુનીલ ગાવસ્કર પૂર્વ હોકી ખેલાડીને મોકલતા હતા રૂપિયા, જાણો ગાવસ્કર અને ગોપાલ ભેંગરાની રસપ્રદ કહાની

Vishnu

Last Updated: 08:34 PM, 9 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઝારખંડ રાંચીમાં રહેતા પૂર્વ આંતરાષ્ટ્રીય હોકી ખેલાડી ગોપાલ ભેંગરાના નિધનથી ખેલ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

  • પૂર્વ આંતરાષ્ટ્રીય હોકી ખેલાડી ગોપાલ ભેંગરાનું નિધન
  • 21 વર્ષથી સુનીલ ગાવસ્કર કરતાં હતા મદદ
  • ગોપાલ ભેંગરાની એવી દશા હતી કે પથ્થર તોડી રોટલા રળવા પડ્યા

આજે તમને સુનીલ ગાવસ્કરના જીવનના એવા પહેલું વિશે જણાવીશું કે તમે પણ કહેશો કે મદદ આવી હોય...ઝારખંડ રાંચીના ખૂંટી જિલ્લામાં રહેતા ગોપાલ ભેંગરાનું જીવન ખૂબ જ મુશ્કેલ સમયથી ગુજરી રહ્યું હતુ. એક સમયના આંતરાષ્ટ્રીય હોકી ખેલાડીની એવી દશા હતી કે ઘરે ખાવાના પણ ફાંફાં હતા. પરિવાર ચલાવવા આ ખેલાડીને પથ્થર તોડવાનું પણ કામ કરવું પડ્યું હતું. આ ખબર પત્રિકામાં છપાતા જ સુનીલ ગાવસ્કરે કરી એવી મદદ કે જીવનભરની શાંતિ થઈ ગઈ. 

મદદ આવી હોય...

પૂર્વ આંતરાષ્ટ્રીય હોકી ખેલાડી ગોપાલ ભેંગરાના નિધનથી ખેલ જગતમાં દુખની લાગણી છવાઈ છે. અને જો કોઈ સૌથી વધુ દુખી થયું હોય તો તે છે જાણીતા ક્રિકેટર સુનીલ ગાવસ્કર, ગોપાલ ભેંગરાની ચાલી રહેલી વિકટ સ્થિતિ વિશે ખબર પડી ત્યારથી લઈને અત્યાર સુધી તેમણે દર મહિને તેમને આર્થિક મદદ આપવાનું શરૂ કર્યું. દર મહિને ગાવસ્કર તેમને તેમના જીવનના અંત સુધી 15 હજાર રૂપિયા મોકલતા હતા. ગોપાલ કહેતા હતા કે હોકીએ તેને સંપૂર્ણપણે નકારી દીધો હતો, પરંતુ મહાન ક્રિકેટર સુનીલ ગાવસ્કરે તેને દત્તક લીધો હતો.

સુનીલ ગાવસ્કર અને ગોપાલ ભેંગરા કેવી રીતે મળ્યા?

જ્યારે ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં કોમેન્ટ્રી કરવા માટે સુનીલ ગાવસ્કર રાંચી આવ્યા ત્યારે તેઓ તેમને મળ્યા અને તેમના પ્રત્યે આભાર વ્યક્ત કર્યો. ભેંગરાના પરિવારને છેલ્લા 21 વર્ષથી આ ટેકો મળતો રહ્યો. રાંચીમાં સભા દરમિયાન તેમની બંને આંખોમાં આંસુ સરી પડ્યા હતા. જોકે, આ આર્થિક સહયોગ અંગે સુનીલ ગાવસ્કરે ક્યારેય કોઈને કશું કહ્યું નથી. તે ભૂતપૂર્વ હોકી ખેલાડી સાથે વાત કરતા  રહ્યા અને ખબર અંતર પૂછતો રહ્યા. તે હોકીના ક્ષેત્રમાંથી મળેલી ઉપેક્ષાથી એટલા કંટાળી ગયા  હતા કે રમતનું નામ લેતા જ તે હેરાન થઈ જતા હતા.  ખૂંટી જિલ્લાના તોરપા તાલુકાના ઉયૂર ગામમાં રહેવા વાળા ગોપાલ ભેંગરાની અંતિમ ઘડીઓ ખેતીમાં ગુજરી હતી.તે તેમના  પૂર્વજોના મકાનમાં પરિવાર સાથે  રહેતા હતા.

હોકી એકેડમીના કોચની નિભાવી હતી જિમ્મેદારી

ગોપાલ ભેંગરા બે વર્ષ સુધી ખૂંટીના એસ એસ હાઇસ્કૂલની હોકી એકેડમીમાં કોચ તરીકે રહ્યા હતા. કોચના રૂપમાં તેમને 1000 રૂપિયા ભથ્થું મળતું હતું. ગોપાલ ભેંગરા કહેતા હતા કે હોકીમાં જ્યાં સુધી તમારા સિતારા ચમકી રહ્યા છે. ત્યાં સુધી જ તમારી પૂંછ છે. ખેલ છોડ્યા પછી કોઈ તમને પૂછવા વાળું પણ નહીં રહે, ભલેને તમે ગમે તેટલા મોટા ખેલાડી ના હોય, જ્યારે બીજી કોઈ રમતમાં આવું નથી હોતું. આ શબ્દો જો તા જ ખબર પડી જાય છે કે ગોપાલ ભેંગરાનું જીવન કેટલી કઠિણાઈથી ગુજર્યુ હશે. 

પણ 21 વર્ષમાં એક પણ વખત એક પણ શબ્દ ઉચાર્યા વગર સુનીલ ગાવસ્કરે સતત મદદ કરી છે. આ જ એક સ્પોર્ટમેનના સ્વાભિમાનનો સવાલ છે. હવે તો ગોપાલ ભેંગરાએ આ જીવનને અલવિદા કહ્યું છે પણ આ મદદની કહાની લોકોને એટલી જ પ્રેરણા આપતી રહેશે જેટલી તેઓ છેલ્લી ઘડી હોકીને નફરત કરતાં હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ