બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:43 PM, 19 March 2024
ભાજપમાં જૂના કોંગ્રેસીઓ તો જોડાઈ જ રહ્યા છે, સાથે-સાથે કલાકારો પણ કેસરી ખેસ ધારણ કરી રહ્યા છે. કમલમમાં આવી જ વેલકમ પાર્ટી હતી જેમાં ધાનેરાના પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ઉપરાંત જાણીતા કલાકારો ભાજપમાં જોડાયા. જાણીતા કલાકારોમાં મહત્વના નામ હતા લોકસાહિત્યકાર હકાભા ગઢવી અને લોકગાયક દેવ પગલી. કલાકારોની રાજકારણમાં એન્ટ્રી એ વર્ષો જૂની વાત છે પણ સવાલ એ છે કે કલાકારો રાજકારણમાં એન્ટ્રી કરે તેનાથી મતદાર પ્રભાવિત થાય છે કે કેમ. રાજકીય પક્ષોનો તો મોટેભાગે હેતુ એ હોય છે કે કલાકારની લોકપ્રિયતા જો મતમાં પરિવર્તિત થતી હોય તો સરવાળે તેનો ફાયદો જ છે પણ રાજકારણમાં જોડાયા પછી કલાકારો પોતાની ગાયિકી કે અભિનય જેટલી લાંબી ઈનિંગ રાજકારણમા રમી શકે છે કે નહીં. અગાઉ પણ ગુજરાતની જનતાએ કલાકારોને નેતા બનતા જોયા જ છે પછી તે અરવિંદ ત્રિવેદી હોય કે નરેશ કનોડિયા, મહેશ કનોડિયા કે પછી હિતુ કનોડિયા હોય. હવે જોવાનું એ છે કે નવી પેઢીના કલાકારો રાજકારણની લાંબી ઈનિંગ રમી શકશે કે નહીં કે પછી સમય જતા કલાકારોને એવું જ થશે કે આના કરતા અમારી કળા વધારે સારી હતી.
ADVERTISEMENT
ભાજપમાં કોણ-કોણ જોડાયું?
જોઈતા પટેલ - પૂર્વ ધારાસભ્ય, ધાનેરા
લેબજી ઠાકોર - પૂર્વ અપક્ષ ઉમેદવાર, ડીસા
હરદાસ પટેલ - ચેરમેન, ધાનેરા તાલુકા ખરીદ વેચાણ સંઘ
હકાભા ગઢવી - હાસ્ય કલાકાર
દેવ પગલી - લોકગાયક
ADVERTISEMENT
મોટેભાગે જ્યારે આપણે આપણા અંતરાત્માનો અવાજ સાંભળીએ તે એકદમ સચોટ હોય છે અને મોટેભાગે તેમાં કોઈ પરિવર્તન થાય તેવું બનતું નથી. પણ અહીં તો રાજકારણ છે અને રાજનેતાઓ છે જેના અંતરાત્માનો અવાજ પણ ક્યારે સૂર બદલે તે કહી ન શકાય. સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઈનામદારે ફરી એકવાર રાજકીય ડ્રામા કર્યો તેમ કહેવામાં અતિશયોક્તિ નથી. મતવિસ્તારના કામ ન થવા અને જૂના નેતાઓની અવગણના થવી એવા ઓઠા હેઠળ પ્રોટોકોલથી અલગ ઈ-મેલ કરીને વિધાનસભા અધ્યક્ષને ધારાસભ્ય પદેથી રાજીનામું મોકલી દીધું. મામલો પ્રદેશ કક્ષા સુધી પહોંચ્યો, કમલમમાં બેઠકોનો દોર ચાલ્યો અને અંતે જે થવાનું હતું એ જ થયું. કેતન ઈનામદારે પોતાનું રાજીનામું પરત ખેંચ્યું. આવો રાજકીય ડ્રામા પહેલીવાર નથી. અગાઉ 2020માં સાવલી નગરપાલિકાનુ વીજ કનેકશન કટ કરવાની વાત હોય કે પછી 2021માં બરોડા ડેરીમાં પશુપાલકોના હિત મુદ્દે દિનુમામા સાથે ખટરાગ હોય. કેતન ઈનામદાર ગાઈ વગાડીને વિરોધ કરે છે, રાજીનામું પણ આપે છે અને પછી સમજાવટના નામે રાજીનામું પાછું ખેંચી લે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કેતન ઈનામદારનું દર્દ કે નાટક?
કેતન ઈનામદારે સોમવારે રાત્રે ધારાસભ્ય પદેથી રાજીનામાનો ઈ-મેલ કર્યો હતો. વિધાનસભા અધ્યક્ષને રાજીનામાનો મેઈલ કરતા રાજકીય હલચલ વધી છે. જિલ્લા અને પ્રદેશ કક્ષાએથી નેતાઓએ સમજાવટના પ્રયાસ કર્યા ત્યારબાદ સી.આર.પાટીલ સુધી મામલો પહોંચ્યો હતો. કમલમમાં બેઠકોનો દોર ચાલ્યો અને 12 કલાકના ઘટનાક્રમ બાદ કેતન ઈનામદારે રાજીનામું પરત ખેંચ્યું હતું.
ઈનામદારની રજૂઆત શું હતી?
મતવિસ્તારના કામ થતા નથી તેમજ અધિકારીઓ સરખો જવાબ આપતા નથી. મહી વિયર યોજનાનું કામ આગળ વધતું નથી. આચારસંહિતા પહેલા યોજનાનું કામ શરૂ થઈ જશે તેવી આશા હતી. જૂના નેતાઓની અવગણના થતી હોવાનો સૂર પણ હતો
ADVERTISEMENT
પક્ષ તરફથી શું કહેવામાં આવ્યું?
પક્ષની શિસ્ત જરૂરી છે તેમજ મતવિસ્તારના કામ ન થતા હોય તે રજૂઆત સ્વભાવિક છે. પક્ષમાં કોને લેવા કે ન લેવા તે પક્ષ નક્કી કરે છે
વાંચવા જેવું: કોંગ્રેસે પંચમહાલ લોકસભા બેઠક પર જાહેર કર્યું નામ,વિનર ઉમેદવારને ઉતાર્યો મેદાનમાં, જંગ જામશે
ADVERTISEMENT
અગાઉ પણ ભજવાયા નાટક!
2020
સાવલી નગરપાલિકાના વીજ કનેકશન કાપવાનો હતો મુદ્દો
નગરપાલિકાએ બિલ નહતું ભર્યું એટલે વીજ કનેકશન કાપી લેવાયું હતું
કેતન ઈનામદારના રાજીનામા બાદ વીજ પુરવઠો ફરી ચાલુ કરાયો હતો
2021
બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર મુદ્દે વિરોધ કર્યો હતો
બરોડા ડેરીના સર્વેસર્વા દિનુમામા સામે બાંયો ચઢાવી હતી
પ્રદેશ અધ્યક્ષે સમગ્ર મામલે દખલ દેવી પડી હતી
પ્રદેશ કક્ષાએથી દખલગીરી બાદ મામલો થાળે પડ્યો હતો
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.