બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Floods in Himachal Pradesh: 8 dead including 3 children, 12 still missing

તારાજી / હિમાચલ પ્રદેશમાં જળપ્રલય: 3 બાળકો સહિત 8ના મૃત્યુ, 12 હજુ ગુમ, શાળાઓ કરવી પડી બંધ

Priyakant

Last Updated: 03:15 PM, 20 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંડી જિલ્લાના ગોહર ખાતે પ્રધાનનું ઘર ભૂસ્ખલનની ઝપેટમાં આવતા ત્યાં સૂઈ રહેલા કુલ 7 સભ્યો કાટમાળ નીચે દટાયા હતા, જેમાં અત્યાર સુધીમાં 3 મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા

  • કાંગડા વિસ્તારમાં બ્રિટિશ સમયનો ચક્કી રેલ્વે બ્રિજ તૂટી પડ્યો
  • મંડીમાં એક ઘર ભૂસ્ખલનની ઝપેટમાં આવતા 7 સભ્યો કાટમાળ નીચે દટાયા, 3 મૃતદેહ મળ્યા 
  • ચંબા, ડેલહાઉસી, સિહુંતા અને ચૂવાડી તાલુકામાં શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ પણ એક દિવસ માટે બંધ 

હિમાચલ પ્રદેશમાં અવિરત વરસાદે ભારે તબાહી મચાવી છે. કાંગડા વિસ્તારમાં બ્રિટિશ સમયનો ચક્કી રેલ્વે બ્રિજ તૂટી પડ્યો તો સાથે મંડીમાં પણ વરસાદે એક પરિવાર પર વિનાશ વેર્યો છે. મંડી જિલ્લાના ગોહર ખાતે પ્રધાનનું ઘર ભૂસ્ખલનની ઝપેટમાં આવ્યું છે અને ત્યાં સૂઈ રહેલા કુલ 7 સભ્યો કાટમાળ નીચે દટાઈ ગયા છે. અત્યાર સુધીમાં અહીંથી 3 મૃતદેહ કાઢવામાં આવ્યા છે. ભારે વરસાદને કારણે મંડી અને કુલ્લુમાં શાળાઓ અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે ત્રણ તાલુકા ચંબા, ડેલહાઉસી, સિહુંતા અને ચૂવાડીમાં શૈક્ષણિક સંસ્થાઓનો વહીવટ પણ એક દિવસ માટે બંધ રાખવામાં આવ્યો છે.

હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં ભારે વરસાદને કારણે કાટમાળ દિવાલ તોડીને ઘરમાં ઘુસી ગયો હતો. જેના કારણે ત્રણ લોકો લાપતા થઈ ગયા હતા. જોકે  ગ્રામીણ અને વહીવટી ટીમોએ ગુમ થયેલા પતિ, પત્ની અને પુત્રના મૃતદેહ બહાર કાઢ્યા છે. ભાટીયા વિસ્તારની બાનેટ પંચાયતના જુલાડા વોર્ડ નંબર એકમાં વરસાદે હાહાકાર મચાવ્યો છે. આ ઘટના મોડી રાત્રે બે વાગ્યે બની હતી. કાટમાળમાં દટાયેલા પતિ, પત્ની અને પુત્રના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

આ તરફ મંડી જિલ્લામાં પણ વરસાદને કારણે અત્યાર સુધીમાં સૌથી વધુ વિનાશ થયો છે. અહીં કટોલામાંથી દસ વર્ષના બાળકની લાશ મળી આવી છે. ભારે વરસાદને કારણે કટોલા બજાર કાટમાળ નીચે આવી ગયું છે. માર્કેટમાં 5-6 ફૂટનો કાટમાળ પ્રવેશી ગયો છે. મંડી જિલ્લાના ધરમપુરમાં સ્થિતિ 2015 જેવી થઈ ગઈ છે. અહીં આખું બજાર અને બસ સ્ટેન્ડ કોતરની લપેટમાં આવી ગયું છે. મંડીમાં કટૌલ, ગોહર સહિત ઘણા વિસ્તારોમાં ભૂસ્ખલનને કારણે કુલ 15 લોકો લાપતા છે. 

ચક્કી બ્રિજ ધરાશાઇ 

હિમાચલના પઠાણકોટ સાથે કાંગડા-જોગેન્દ્રનગરને જોડતો એકમાત્ર રેલવે પુલ ક્ષતિગ્રસ્ત થયો છે. પંજાબ બાજુથી ચક્કી વિસ્તારમાં ભારે વરસાદ અને પૂરના કારણે પુલ તૂટી પડ્યો છે. આ રેલવે ટ્રેક ઐતિહાસિક છે અને લાંબા સમયથી પૂરની ઝપેટમાં હતો. જોકે જિલ્લા વહીવટીતંત્રે પહેલાથી જ આ પુલને અવરજવર માટે બંધ કર્યો હોવાથી કોઈ જાનહાનિ થઈ નથી. કાંગડાના શાહપુરની ગોરડા પંચાયતમાંથી દુઃખદ સમાચાર છે. અહીં એક કાચું મકાન ભારે વરસાદની ઝપેટમાં આવી ગયું છે અને મકાન ધરાશાઇ થતાં કાટમાળ નીચે દટાઈ જતાં બાળકનું મોત થયું છે. બાળકની ઓળખ 9 વર્ષના આયુષ તરીકે થઈ છે. પરિવારના બાકીના સભ્યોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.  

આ તરફ કુલ્લુ જિલ્લામાં પણ ગત રાત્રિથી ભારે વરસાદ પડી રહ્યો છે. ભૂસ્ખલનને કારણે અનેક જગ્યાએ વાહનવ્યવહાર બંધ થઈ ગયો છે. સેંજ ખીણના પાગલ નાળામાં ભારે પૂરનો કાટમાળ રસ્તા પર આવી ગયો છે અને ટ્રાફિકને પુનઃસ્થાપિત કરવા માટે જાહેર બાંધકામ વિભાગનું તંત્ર સ્થળ પર છે. આ સાથે ભારે વરસાદને કારણે કુલ્લુ પ્રશાસને 1 દિવસ માટે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દીધી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ