બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / ગુજરાત / રાજકોટ / Flight from Rajkot to Delhi canceled due to pilot of Air India flight at Rajkot airport

વિચિત્ર કિસ્સો / 'મારી ડ્યુટી પૂરી, હવે હું વિમાન નહીં ઉડાડું', 3 સાંસદો સહિત 100 મુસાફરો રાજકોટ એરપોર્ટ પર રઝળ્યાં

Malay

Last Updated: 10:15 AM, 24 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: રાજકોટ એરપોર્ટ પર એર ઇન્ડિયાની ફ્લાઇટના પાયલોટની હઠના કારણે રદ કરાઈ રાજકોટથી દિલ્હી જતી ફ્લાઇટ, પાયલોટે કહ્યું, 'મારી ડ્યૂટી પૂરી, હવે હું વિમાન નહીં ઉડાડું'

 

  • રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ રદ કરાઈ
  • 3 સાંસદ સહિત 100 મુસાફર અટવાયા
  • પાયલોટની ડ્યુટી પુરી થતા ફ્લાઇટ રદ

રાજકોટમાં એક વિચિત્ર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. રાજકોટ એરપોર્ટ પર ગઈકાલે રાત્રે પાયલોટની જીદના કારણે ત્રણ સાંસદો સહિત 100 જેટલા મુસાફરો રઝળી પડ્યા હતા. પાયલોટની જીદના કારણે ગઈકાલ રાતની રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી. ફ્લાઈટને રદ કરવામાં આવતા યાત્રિકો રઝળી પડ્યા હતા.

ફાઈલ ફોટો

100થી વધુ યાત્રિકો જઈ રહ્યા હતા દિલ્હી
ગઈકાલે એટલે કે રવિવારે સાંજે રાજકોટ એરપોર્ટ પર દિલ્હીથી આવેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ લેન્ડ થઈ હતી. દિલ્હીથી આવેલા મુસાફરો ફ્લાઇટમાંથી ઉતરી ગયા બાદ દિલ્હી જનારા મુસાફરો બેસી ગયા હતા. સાંસદ મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ સહિત 100થી વધુ યાત્રિકો દિલ્હી જઈ રહ્યા હતા. આ દરમિયાન એરપોર્ટ પર એક એવી ઘટના બની કે જેના કારણે આખી ફ્લાઇટ જ રદ કરી દેવી પડી. 

પાયલોટે કહ્યું- મારી ડ્યુટી પૂરી થઈ ગઈ છે 
હકીકતમાં એર ઇન્ડિયાની આ ફ્લાઇટના મુખ્ય પાયલોટે ડ્યુટી પૂરી થઈ ગઈ હોવાથી એટલે કે કામના કલાકો પૂરા થઈ ગયા હોવાથી આ ફ્લાઇટને રાજકોટથી દિલ્હી લઈ જવાની ઘસીને ના પાડી દીધી હતી. આ દરમિયાન ફ્લાઇટમાં સવાર ત્રણ સાંસદો મોહનભાઈ કુંડારિયા, પૂનમબેન માડમ અને કેસરીદેવસિંહ ઝાલાએ આ પાયલોટની સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. 

Topic | VTV Gujarati
ફાઈલ ફોટો

પાટલોટે ફ્લાઇટ દિલ્હી લઇ જવાની ચોખ્ખી ના પાડી દીધી
તેમની સાથે જ એરપોર્ટના અધિકારીઓએ પણ પાટલોટને મનાવવાની કોશિશ કરી હતી. ત્રણ કલાક સુધી અધિકારી અને સાંસદ દ્વારા પાયલોટને માનવવાનો પ્રયાસ કરવા છતાં તેઓ ટસના મસ થયા નહોંતા. પરિણામે રાજકોટ-દિલ્હીની ફ્લાઇટ રદ કરવામાં આવી હતી.

હજુ રાજકોટ એરપોર્ટ પર પડી છે આ ફ્લાઇટ
જે બાદ સાંસદ મોહન કુંડારિયાએ દિલ્હી જવાનું કેન્સલ કર્યું હતું. જ્યારે પૂનમબેન માડમ જામનગરથી દિલ્હી ગયા હતા. જ્યાર કેસરીદેવસિંહ ઝાલા સહિત કેટલાક મુસાફરો અમદાવાદથી દિલ્હી ગયા હતા.  છેલ્લા 14 કલાકથી ફ્લાઇટ રાજકોટ એરપોર્ટ પર જ પડી છે. આ ફ્લાઇટ ક્યારે ઉડાન ભરશે તે હજી સુધી નક્કી નથી.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ