બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / First match as mumbai indians captain suryakumar yadav fined for slow over rate against kkr

IPL 2023 / પહેલી જ મેચમાં કેપ્ટનશિપ કરતી વખતે સૂર્યકુમાર યાદવે કરી આ ભૂલ, BCCIએ ફટકારી મોટી સજા

Megha

Last Updated: 10:58 AM, 17 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સૂર્યાની કપ્તાનીમાં મુંબઈએ KKR સામે જીત મેળવી હતી પણ તેને કેપ્ટનશીપ કરતી વખતે આ ભૂલને કારણે પહેલી જ મેચમાં લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે.

  • કેપ્ટનશીપ કરતી વખતે સૂર્યકુમાર યાદવથી મોટી ભૂલ થઈ
  • પહેલી જ મેચમાં લાખોનો દંડ ફટકારવામાં આવ્યો
  • સ્લો ઓવર રેટના કારણે સૂર્યા પર પેનલ્ટી

IPL 2023ની ગઇકાલની 22મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સને 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો હતો પણ ગઈ હાલની આ મેચમાં મોટા ઊલટફેર જોવા મળ્યા હતા. જણાવી દઈએ કે મુંબઈનો નિયમિત કેપ્ટન રોહિત શર્મા આ મેચમાં ઈમ્પેક્ટ પ્લેયર તરીકે બીજી ઈનિંગમાં બેટિંગ કરવા આવ્યો હતો અને તેની સામે મુંબઈની ફિલ્ડિંગ દરમિયાન સૂર્યકુમાર યાદવ ટીમની કમાન સંભાળી હતી. જો કે કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં કેપ્ટનશીપ કરતી વખતે સૂર્યકુમાર યાદવથી મોટી ભૂલ થઈ હતી. 

જણાવી દઈએ કે સૂર્યાની કપ્તાનીમાં મુંબઈએ KKR સામે જીત મેળવી હતી પણ તેને કેપ્ટનશીપ કરતી વખતે પહેલી જ મેચમાં લાખોનો દંડ ફટકારવામાં આવ્યો છે. વાત એમ છે કે મેચમાં સ્લો ઓવર રેટના કારણે સૂર્યા પર આ પેનલ્ટી લગાવવામાં આવી છે અને આ ગુના માટે સૂર્યાને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. નોંધનીય છે કે રવિવારના રોજ આઈપીએલ મીડિયા એડવાઈઝરીએ જણાવ્યું હતું કે, સૂર્યકુમાર યાદવને 12 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે સ્લો ઓવર-રેટના અપરાધો સંબંધિત આઈપીએલની આચાર સંહિતા હેઠળ સીઝનનો તેની ટીમનો પ્રથમ ગુનો હતો.

KKR સામેની મુંબઈની ટીમ પોતાના નિયમિત કેપ્ટન રોહિત શર્મા વિના મેદાનમાં ઉતરી હતી અને એવું કહેવામાં આવી રહ્યું છે કે રોહિત શર્માના પેટમાં થોડી સમસ્યા હતી એ કારણે તે આ મેચમાંથી બહાર  થયો હતો. એ બાદ મેચમાં તેની જગ્યાએ સૂર્યકુમાર યાદવને કેપ્ટન્સી સોંપવામાં આવી હતી પણ અંહિયા એક રસપ્રદ વાત એ હતી કે મુંબઈની ઇનિંગ્સ દરમિયાન રોહિત બેટિંગ કરવા આવ્યો હતો જેમાં તેને 13 બોલમાં 20 રન કર્યા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ