બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Fireworks factory blast in Thailand: 23 dead, many injured

BIG BREAKING / થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં બ્લાસ્ટ: 23 લોકોના મોત, અનેક ઘાયલ, કારણ અકબંધ

Priyakant

Last Updated: 08:04 AM, 18 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Thailand Firecrackers Blast Latest News: રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં વિસ્ફોટ, ઓછામાં ઓછા 23 લોકોના મોત

  • થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત
  • રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં વિસ્ફોટ થયો
  • ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે, કોઈ બચ્યું નથી

Thailand Firecrackers Blast : થાઈલેન્ડમાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટને કારણે ઓછામાં ઓછા 23 લોકોના મોત થયા છે. વિગતો મુજબ રાજધાની બેંગકોકથી લગભગ 60 માઈલ દૂર સુફાન બુરી પ્રાંતમાં વિસ્ફોટ થયો હતો. ઘટનાસ્થળે હાજર બચાવકર્મીઓનું કહેવું છે કે, કોઈ બચ્યું નથી. સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો પણ પોસ્ટ કરવામાં આવી હતી જેમાં ઘટના દરમિયાન ખાલી પડેલા ડાંગરના ખેતરમાંથી ધુમાડાના વાદળો નીકળતા જોવા મળ્યા હતા.  

એક બ્રિટિશ ન્યૂઝ સર્વિસ કંપનીના જણાવ્યા અનુસાર પોલીસ હાલમાં આ મામલે તપાસ કરી રહી છે. તપાસ દરમિયાન પોલીસને ખબર પડી કે, નવેમ્બર 2022માં પણ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો હતો અને એક જીવ ગયો હતો. ઓગસ્ટ 2023માં પણ નરાથીવાટ પ્રાંતમાં ફટાકડાના વેરહાઉસમાં એક પ્રચંડ વિસ્ફોટ થયો હતો જેમાં ઓછામાં ઓછા 10 લોકો માર્યા ગયા હતા અને લગભગ 100 લોકો ઘાયલ થયા હતા.

સુફાન બુરી પ્રાંતના ગવર્નર નટ્ટપત સુવાનપ્રતિપે એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે, અમને EOD ટીમ તરફથી અહેવાલો મળ્યા છે કે 23 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. જોકે વિસ્ફોટનું કારણ શું છે? તે અત્યારે જાણી શકાયું નથી. તેણે એ પણ જણાવ્યું કે, ફટાકડાની ફેક્ટરી કાયદેસર રીતે ચાલી રહી છે અને કંપની પાસે માન્ય લાઇસન્સ પણ છે.

વધુ વાંચો: ઈરાન દ્વારા મિસાઇલથી હુમલા બાદ પાકિસ્તાનમાં હડકંપ, તાત્કાલિક લીધો મોટો નિર્ણય, ચીન પણ વચ્ચે પડ્યું

થાઈલેન્ડના PMને પણ માહિતી આપવામાં આવી
થાઇલેન્ડના પીએમ શ્રીથા થવિસિન વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં ભાગ લેવા માટે સ્વિટ્ઝરલેન્ડ પહોંચ્યા હતા. PMO દ્વારા ત્યાં જાહેર કરવામાં આવેલા વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે, PM શ્રીથા થવિસિનને પ્રાદેશિક પોલીસ કમાન્ડર દ્વારા ફોન પર મામલાની જાણકારી આપવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે, વિસ્ફોટ સમયે ફેક્ટરીમાં 20 થી 30 કામદારો હતા અને તેમાંથી કોઈ પણ જીવિત મળ્યું નથી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ