બ્રેકિંગ ન્યુઝ

logo
logo

મહાદેવ બેટિંગ એપ કેસ: અભિનેતા સાહિલ ખાનની મુંબઈ પોલીસની SIT દ્વારા ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદીનો આજે ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર, કર્ણાટકમાં 4 રેલીને કરશે સંબોધન

logo

લોકસભા ચૂંટણી 2024: પૂર્વ PAAS કન્વીનર અલ્પેશ કથીરિયા અને ધાર્મિક માલવિયા CR પાટીલની હાજરીમાં ભાજપમાં જોડાયા

logo

લોકસભા ચૂંટણી 2024 / 'કોંગ્રેસ અને આપ પાર્ટીના લોકો જુઠ્ઠાણાં ચલાવે છે' અમિત શાહે વિપક્ષને આડે હાથ લીધું

logo

લોકસભા ચૂંટણી: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગોધરામાં વિજય સંકલ્પ સભા, જનસભામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા

logo

લોકસભા ચૂંટણી 2024: મુંબઈ નોર્થ સેન્ટ્રલથી પૂનમ મહાજનનું પત્તુ કપાયું, આતંકી કસાબને ફાંસી અપાવનારા ઉજ્જવલ નિકમને ભાજપે ટિકિટ આપી

VTV / financial planning mistakes to avoid while making decisions related to money

કામની વાત / રૂપિયા સાથે જોડાયેલા પ્લાનિંગનો કરી રહ્યાં છો વિચાર, તો ક્યારેય ન કરતા આવી ભૂલ, નહીં તો થશે મોટું નુકસાન!

Bijal Vyas

Last Updated: 10:52 AM, 6 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જીવન સુખી અને શાંતિ પૂર્વક ચલાવવા માટે આર્થિક રીતે સ્ટ્રોગ હોવુ ખૂબ જ જરુરી છે. પરંતુ પ્લાનિંગ વગર કોઇ પણ જગ્યાએ રોકાણ કરવામાં આવે તો નુકશાન થઇ શકે છે, તેથી જાણો કે કેવી ભૂલો કરવાથી બચવુ જોઇએ...

  • નવા નાણાંકીય વર્ષમાં ભૂલથી પર ના કરતા આવી ભૂલો 
  • ઇમરજન્સીમાં માટે ફંડ સેવ કરો
  • નાણાંકીય પ્લાનિંગ કરતી વખતે બીજા રોકાણની જગ્યાએ હેલ્થ કેરને પ્રાથમિકતા આપો

financial planning mistakes: નવુ નાણાંકીય વર્ષ 2023-24 શરુ થઇ ગયુ છે. તેવામાં તમારે અમુક નાણાંકીય ભૂલોની જાણકારી રાખવી જરુરી છે. જેના કારણે તમને  મોટુ નુકશાન પણ ભોગવુ પડી શકે છે. તેમાં ક્રેડિટ કાર્ડ્સની જગ્યાએ વધારે ખર્ચ કરવાથી લઇ ઇમરજન્સી માટે પર્યાપ્ત રોકાણ ના કરવુ સામેલ છે. આ ઉપરાંત ટેક્સ પ્લાનિંગ ના કરી પોતાની ક્રેડિટ રિપોર્ટને રિવ્યૂ ન કરવાથી પણ તમારા ભવિષ્યમાં તકલીફનો સામનો કરવો પડી શકે છે. તો આવો જાણીએ એવી ભૂલો વિશે જે નવા નાણાંકીય વર્ષમાં કરવાથી તમારે બચવુ જોઇએ. 

ઇમરજન્સી ફંડ ના હોવુ
ઇમરજન્સી ફંડ ના હોવાના કારણે જો તમે કોઇ અનિશ્ચિતાની સ્થિતિમાં આવી જાઓ છો, તો તમારે મુશ્કેલનો સામનો કરવો પડી શકે છે. જેમ કે પરિવારના કોઇ સભ્યને હોસ્પિટલમાં દાખલ કરવુ, નોકરી છૂટી જવી વગેરે... ઇમરજન્સી ફંડમાં ઓછામાં ઓછા 6 મહિનાનો ખર્ચ ભેગા કરી રાખવાનો પ્રયત્ન કરવો જોઇએ. જેનાથી તમે જરુરીયાત આવે ત્યારે પૈસા કાઢી શકો. આનાથી ફક્ત નાણાંકીય સ્થિરતા મળશે સાથે મનની ચિંતા ઓછી થશેને શાંતિ મળશે. 

શું તમે પણ સરકારી નાની બચત યોજનામાં રોકાણ કરવા ઇચ્છો છો! તો જોઇ લો આ લિસ્ટ  નહીંતર.... small saving schemes check full list here invest for higher  return

ફાઇનાન્શિયલ પ્લાનિંગમાં ઇન્શ્યોરન્સને સામેલ ના કરો
કોમ્પ્રિહેન્સિવ હેલ્થકેર પ્લાનિંગ પર ફોકસ કરવુ ખૂબ જ જરુરી છે. સારો હેલ્થ કેર પ્લાન ઇમરજન્સી અને બીમારી વિરુદ્ધ વ્યક્તિની સુરક્ષા કરે છે. જે મોટા નાણાકીય નુકશાનને પૈદા કરી શકે છે. તેથી વ્યક્તિને નાણાંકીય પ્લાનિંગ કરતી વખતે બીજા રોકાણની જગ્યાએ હેલ્થ કેરને પ્રાથમિકતા આપવી જોઇએ. તેની સાથે વ્યક્તિને પ્રાઇમેરી હેલ્થકેર અને અન્ય સંબંધિત ખર્ચાઓ માટે અંદાજ અને યોજના બનાવવી જોઇએ. 

કોઇ નાણાંકીય લક્ષ્ય વિના રોકાણ કરવુ
જ્યારે તમારી પાસે કોઇ નાણાંકીય લક્ષ્ય કે પ્લાન નથી, તો તમે નાના સમયગાળાના બજારમાં ટ્રેંડ અથવા અફવાઓના આધારે કોઇ ખોટો નિર્ણય લઇ શકો છો. તેનાથી તમને નુકશાન ઉઠાવુ પડી શકે છે. તે માટે નાણાકીય લક્ષ્ય વિના રોકાણ તમને મોટુ નુકશાન પહોંચાડી શકે છે. શરુઆતમાં તો એક નાણાંકીય લક્ષ્ય અને પોતાના જોખમની ક્ષમતાની જાણ કરો. પછી પોતાના હાજર રોકાણની યાદી તૈયાર કરો જેમાં શરુઆતની વેલ્યુ, કરન્ટ વેલ્યુ અને રિર્ટન વેલ્યુને સામેલ કરો. દરેક રોકાણની સાથે લક્ષ્ય અને સમયવિધિ પણ ટ્રેક કરો. 

Topic | VTV Gujarati

પોતાના સ્કેલને ના વધારવો
તાજેતરના સમયમાં ઘણી મોટી વૈશ્વિક કંપનીઓ છૂટી પડી છે. આ તે વાતની તરફ ઇશારો કરે છે કે વ્યક્તિ કોઈપણ કંપનીમાં કેટલા વર્ષ વિતાવે છે તે મહત્વનું નથી, સૌથી ખરાબ સમય માટે તૈયાર રહેવું મહત્વપૂર્ણ છે. આવી સ્થિતિમાં તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક વિકાસ માટે સતત નવી વસ્તુઓ શીખવી અને કુશળતા વધારવી જરૂરી બની જાય છે. આનાથી નાણાકીય સુરક્ષા પણ વધે છે.

 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ