બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Finally, why the announcement has been made to reduce the fare of 'Vande Bharat', know the reason

મોટા સમાચાર / લોકોનું ભલું કે પછી રેલવેને નુકસાન? આખરે કેમ 'વંદે ભારત'નું ભાડું ઘટાડવાનું કરાયું છે એલાન, જાણો કારણ

Priyakant

Last Updated: 05:04 PM, 10 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vande Bharat Express Train News: રેલવેએ વંદે ભારત એક્સપ્રેસની કેટલીક ટ્રેનોના ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી, રેલવેના જણાવ્યા અનુસાર ઘણા લોકોને આનાથી ફાયદો થવાની આશા

  • સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લઈ એક મોટા સમાચાર 
  • વંદે ભારત એક્સપ્રેસની કેટલીક ટ્રેનોના ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત
  • જો ભાડું ઓછું હશે તો દરેક વ્યક્તિ તેના દ્વારા મુસાફરી કરી શકશે

દેશની પ્રથમ સેમી-હાઈ સ્પીડ ટ્રેન વંદે ભારત એક્સપ્રેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, રેલવેએ વંદે ભારત એક્સપ્રેસની કેટલીક ટ્રેનોના ભાડામાં ઘટાડો કરવાની જાહેરાત કરી છે. રેલવેના જણાવ્યા અનુસાર ઘણા લોકોને આનાથી ફાયદો થવાની આશા છે. જો ભાડું ઓછું હશે તો દરેક વ્યક્તિ તેના દ્વારા મુસાફરી કરી શકશે. પરંતુ હવે એવું લાગી રહ્યું છે કે, વંદે ભારત ટ્રેન દોડાવવાથી રેલવેને વધુ ફાયદો નથી મળી રહ્યો. તો આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે, શું રેલવે ખરેખર લોકોના હિત માટે વંદે ભારતનું ભાડું ઘટાડી રહી છે.

વંદે ભારતનું ભાડું અત્યારે તમામ વર્ગના લોકો માટે અનુકૂળ નથી. આ કારણોસર રેલ્વે આ ટ્રેનને તમામ લોકો માટે અનુકૂળ બનાવવા માટે ભાડું ઘટાડવાનું વિચારી રહી છે. પરંતુ તેની પાછળ કેટલાક અન્ય કારણો પણ છે, તો ચાલો જાણીએ ટ્રેનનું ભાડું ઘટાડવા પાછળનું કારણ શું છે. રેલ્વેના જણાવ્યા અનુસાર હાલમાં ટૂંકા રૂટની ટ્રેનોને બાદ કરતાં તમામ ટ્રેનો પોતાની સંપૂર્ણ ક્ષમતા સાથે દોડી રહી છે. ટૂંકા રૂટની ટ્રેનોમાં ઓછા લોકો મુસાફરી કરી રહ્યા છે. 

File Photo

આવી સ્થિતિમાં આ રૂટની ટ્રેનોના ભાડાને ધ્યાનમાં રાખીને, રેલ્વે ફેરફાર કરી શકે છે. તમને જણાવી દઈએ કે, વંદે ભારતની સૌથી ઓછા અંતરની ટ્રેન 3 કલાકની છે અને સૌથી લાંબી મુસાફરીનો સમય 10 કલાકની છે. 3 કલાકનો સમય લેતી ટ્રેનોમાં મુસાફરી કરવા માટે લોકોનું વલણ ઓછું છે. જ્યારથી વંદે ભારત ટ્રેન શરૂ થઈ ત્યારથી રેલવેએ નોંધ્યું કે કેટલાક રૂટ પર તેના ઘણા કોચ ખાલી છે. 

File Photo

આ તરફ ટૂંકા અંતરની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં આ સમસ્યા વધુ જોવા મળી છે. ટ્રેનોની સીટો સંપૂર્ણ રીતે ન ભરવાને કારણે રેલવેને પણ ઘણું નુકસાન થઈ રહ્યું છે. આવી સ્થિતિમાં રેલવે તે ટ્રેનોનું ભાડું ઘટાડવાનું વિચારી રહી છે. જે ટ્રેનોમાં ઓક્યુપેન્સી ઓછી છે અને લોકો જતા નથી. રેલવે આ ટ્રેનોને ભાડે આપી શકે છે. આ યાદીમાં ઈન્દોર-ભોપાલ, ભોપાલ-જબલપુર અને નાગપુર-બિલાસપુર રૂટની ટ્રેનોનો સમાવેશ થાય છે. માહિતી અનુસાર ભોપાલ-ઈન્દોર વંદે ભારતમાં માત્ર 29 ટકા ઓક્યુપન્સી અને ઈન્દોર-ભોપાલ વંદે ભારત એક્સપ્રેસની રિટર્ન ટ્રેનમાં 21 ટકા ઓક્યુપન્સી નોંધાઈ છે. આ બંને શહેરો વચ્ચેનો મુસાફરીનો સમય ત્રણ કલાકથી ઓછો છે. આવી સ્થિતિમાં આ રૂટ માટે ટ્રેનનું ભાડું ઘણું વધારે છે, તેથી રેલવે તેને ઘટાડવાનું વિચારી શકે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ