બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Finally the cleaning operation started in Bopal

તંત્ર જાગ્યું / અમદાવાદમાં પોલીસ પ્રોટેક્શનમાં કરવામાં આવ્યું સફાઇનું કામ, જાણો કેમ વકર્યો છે વિવાદ

Malay

Last Updated: 02:39 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના બોપલમાં સફાઈ કર્મીની હડતાળ બાદ આજથી સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી છે. AMC દ્વારા પોલીસને સાથે રાખી સફાઈ કામ કરવામાં આવ્યું છે.

  • આખરે બોપલમાં હાથ ધરાયું સફાઇ કામ 
  • કેન્દ્રીય ગૃહમંત્રીના આદેશ બાદ જાગ્યું તંત્ર
  • સ્ટેન્ડિંગ કમિટીમાં મુદ્દો ચર્ચાયા બાદ સફાઈ શરૂ

અમદાવાદના બોપલમાં મહિનાઓથી સફાઈ કામગીરી ઠપ્પ થઇ હતી. જેને કારણે બોપલમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતું હતું. જે બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોપલમાં સફાઈ કામગીરી કરવા આદેશ આપ્યો હતો. જેથી આ મુદ્દે અમદાવાદ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં ચર્ચા કરવામાં આવી હતી. જે બાદ મનપાના અધિકારીઓ અને પોલીસ પ્રોટેક્શન વચ્ચે બોપલમાં સફાઈ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જેમાં વિવાદ થયો હતો. સફાઈ દરમિયાન જૂના અને નવા સફાઈ કર્મચારીઓ આમને-સામને આવ્યા હતા. જેમાં 2 જૂના સફાઈ કર્મચારીએ ફિનાઈલ પીવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસે વચ્ચે પડીને સમગ્ર મામલો થાળે પાડ્યો હતો. 

લાંબા સમય સુધી ચલાવ્યું હતું આંદોલન

બોપલ-ઘુમા વિસ્તારને મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં સમાવવામાં આવતા પહેલા નગરપાલિકા દ્વારા સફાઈ કામગીરી કરાવવામાં આવતી હતી.  આ વિસ્તારનો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સમાવેશ કરાયા બાદ રોજમદાર તરીકે કામ કરતા સફાઈ કામદારોએ કાયમી કરવાની માંગણી સાથે લાંબા સમય સુધી આંદોલન ચલાવ્યું હતું. આ સમયે સફાઈ કામદારોને આંદોલન સમયે ફરજ પર હાજર ન થવા પ્રોત્સાહિત કરવા સહિત અન્ય કારણોસર કામદાર આગેવાનો સામે વિજિલન્સ તપાસ કરાવવામાં આવી હતી. જે બાદ કેટલાક આગેવાનોને ફરજ ઉપરથી ટર્મિનેટ કરવામાં આવ્યા હતા.

ભૂખ હડતાળ પર ઉતરવાની ઉચ્ચારી હતી ચીમકી 

બોપલ-ઘુમા વોર્ડમાં  સાફ-સફાઈનો પ્રશ્ન ઉકેલવા કેન્દ્રીય ગૃહમંત્રીએ દરમિયાનગીરી કરી હતી. અમિત શાહે બોપલ-ઘુમામાં સફાઈ કામગીરી કરાવવા આદેશ આપ્યા હતા. જે બાદ ગત સપ્તાહે સ્ટેન્ડિંગ કમિટીની બેઠક યોજાઈ હતી. જેમાં ચેરમેન સહિત સભ્યોએ ત્રણ દિવસમાં બોપલમાં સાફ સફાઈનો પ્રશ્ન નહીં ઉકેલાય તો સ્થળ ઉપર ભૂખ હડતાળ પર ઉતરવાની ચીમકી ઉચ્ચારી હતી.

મ્યુનિ. કોર્પોરેશને 53 સફાઈકર્મીઓને ફટકારી નોટિસ

જે બાદ પાલિકા સમયે મહેકમ સિવાયના રોજમદાર સફાઈ કામદાર તરીકે ફરજ બજાવતા એવા 53 સફાઈ કામદારોને અલગ તારવીને તેમને ફૂલ ટાઈમ રોજિંદા કામદાર તરીકે આર્ડર કરી જે તે વોર્ડના મસ્ટર સ્ટેશન કે વોર્ડ ઓફિસ ઉપર ઓર્ડર મુકી ફરજ પર હાજર થવાની સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં પાંચ દિવસ બાદ પણ આ સફાઈ કર્મચારીઓ ફરજ ઉપર હાજર ન થતાં તમામને ત્રણ દિવસમાં ફરજ પર હાજર થવા મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ વિભાગે નોટિસ ફટકારી હતી. જે બાદ અમદાવાદના બોપલમાં મહિનાઓ પછી સફાઈ કામગીરી શરૂ છે. પોલીસ કાફલા સાથે બોપલમાં સફાઈ કામગીરી શરૂ થઈ છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ