બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / final year ukraine students to get mbbs degree without exam

મોટી રાહત / યુક્રેનમાં અભ્યાસ કરતા મેડિકલના વિદ્યાર્થીઓ માટે ખુશખબર, હવે વગર પરીક્ષાએ મળી જશે MBBSની ડિગ્રી!

Dhruv

Last Updated: 01:29 PM, 22 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુક્રેનમાં ભણતા MBBSનાં વિદ્યાર્થીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યાં છે. યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો નિર્ણય લીધો છે.

  • યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર
  • યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો નિર્ણય લીધો
  • યુક્રેનમાં મેડિકલ અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ પરીક્ષા પાસ કરવાની હોય છે

યુક્રેનમાં મેડિકલનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યાં છે. કારણ કે તેઓ છેલ્લાં કેટલાંક દિવસોથી ખૂબ જ પરેશાન છે. રશિયા-યુક્રેન વચ્ચેનું યુદ્ધ ક્યારે સમાપ્ત થશે અને ભારતના વિદ્યાર્થીઓ ત્યાં ફરી ક્યારે પાછા ફરશે તે વિશે કંઈ કહી શકાય નહીં. પરંતુ આ દરમિયાન ત્યાં ભણતા MBBS વિદ્યાર્થીઓ માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યાં છે. યુક્રેન સરકારે અંતિમ વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષા વિના ડિગ્રી આપવાનો નિર્ણય લીધો છે.

યુક્રેનની સરકારે લાઇસન્સિંગ પરીક્ષાને રદ કરવાનો નિર્ણય લીધો છે. હવે પરીક્ષા વિના જ વિદ્યાર્થીઓને MBBSની ડિગ્રી મળશે. તમને જણાવી દઈએ કે, યુક્રેનમાં મેડિકલ અને ફાર્મસીનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ અલગ-અલગ બે પરીક્ષા પાસ કરવાની હોય છે. આ પરીક્ષાને KROK-1 અને KROK-2 નામ આપવામાં આવ્યું છે. તબીબી વિદ્યાર્થીઓએ ત્રીજા વર્ષમાં KROK-1 પરીક્ષા પાસ કરવી પડશે. જ્યારે છેલ્લાં એટલે કે ચોથા વર્ષમાં તેમણે KROK-2 પાસ કરવાની હોય છે. ત્યાર બાદ જ તેમને ફાઇનલ ડિગ્રી આપવામાં આવે છે.

KROK પરીક્ષા રદ

યુક્રેનની સરકારી વેબસાઈટ પર અપલોડ કરાયેલી સૂચના અનુસાર, KROK-1 આવતા વર્ષ સુધી રદ કરી દેવાઇ છે. જ્યારે આ વર્ષ માટે KROK-2 રદ કરવામાં આવી છે. પશ્ચિમ બંગાળની એક વિદ્યાર્થીની સુધાજ્યોતિ સિંઘાએ જણાવ્યું કે, વિદ્યાર્થીઓ માટે આ મોટા રાહતના સમાચાર છે. તેઓએ જણાવ્યું કે, 'બંગાળમાં અમે કુલ 13 વિદ્યાર્થીઓ છીએ. રાજ્ય સરકારે અમને પહેલેથી જ સરકારી હોસ્પિટલમાં ઇન્ટર્નશિપ કરાવવાનું વચન આપ્યું છે.'

20 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરત ફર્યા હતાં

તમને જણાવી દઈએ કે, મંગળવારે સંસદમાં ચાલી રહેલા બજેટ સત્ર દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે, રશિયન આક્રમકતા વચ્ચે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાનું સૌથી પડકારજનક કાર્ય પૂર્ણ થઈ ગયું છે. કેન્દ્ર સરકારના ઓપરેશન ગંગા હેઠળ 20,000 થી વધુ ભારતીય નાગરિકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. જેમાં મોટા ભાગના લોકો વિદ્યાર્થીઓ જ હતાં.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ