બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Final merit list announced for the recruitment of Vidyasahayak

BIG NEWS / વિદ્યાસહાયકની ભરતીને લઈ મોટા સમાચાર, ફાઈનલ મેરિટ યાદી થઈ જાહેર

Dinesh

Last Updated: 09:57 PM, 9 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા વિદ્યાસહાયક ભરતીની ફાઇનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે, 2 હજાર 600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે

  • વિદ્યાસહાયકની ભરતી માટે ફાઇનલ મેરીટ યાદી જાહેર
  • 2 હજાર 600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ 
  • ડોક્યુમેન્ટ ચકાસણી બાદ અપાશે નિમણૂંક પત્ર


વિદ્યાસહાયકની ભરતીને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. વિદ્યાસહાયકની ભરતી માટે ફાઈનલ મેરીટ યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ પરિણામ જાહેર કર્યુ છે.

વિદ્યાસહાયકની ભરતી માટે ફાઇનલ મેરીટ યાદી જાહેર
વિદ્યાસહાયકની ભરતી માટે ફાઇનલ મેરીટ યાદી ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિએ જાહેર કરી છે. જેમાં 2 હજાર 600 જગ્યા પર ભરતી પ્રક્રિયા હાથ ધરાઈ હતી. ફાઈનલ મેરિટના આધારે રાઉન્ડ મુજબ ડોક્યુમેન્ટ ચકાસણીની કામગીરી હાથ ધરાશે. ડોક્યુમેન્ટ ચકાસણી બાદ વિદ્યાસહાયક ઉમેદવારોને નિમણૂંક પત્ર આપવામાં આવશે. 

જુઓ નોટિફિકેશન

10 ઓક્ટોબરે જાહેરાત કરાઈ હતી
10 ઓક્ટોબર 2022માં 2600 વિદ્યાસહાયકોની ભરતી કરવાનો સરકારે મહત્વનો નિર્ણય લીધો હતો. જેમાં ધોરણ 1થી 5 માટે એક હજાર વિદ્યાસહાયકોની ભરતી થશે જ્યારે ધોરણ 6થી 8માં 1600 વિદ્યાસહાયકોની ભરતી કરશે તેવી માહિતી શિક્ષણ મંત્રીએ આપી હતી. આ ભરતીમાં જ ગણિત-વિજ્ઞાન માટે 750 અન્ય ભાષાના વિષયો માટે 250ની ભરતી જ્યારે સામાજિક વિજ્ઞાન વિષય માટે 600 વિદ્યાસહાયકોની ભરતી થશે. અગાઉની જાહેરાત મુજબ વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા વધારાના ગુણ મળશે.

અગાઉ મહત્વનો નિર્ણય લીધો હતો
મહત્વનું છે કે 4 ઓકટોબર 2022ના રોજ વિદ્યાસહાયક ભરતીને લઇને રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો.  જેમા વિદ્યાસહાયક ભરતીમાં વિધવા બહેનો માટે મેરીટમાં 5 ટકા લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છેહતી. જે પ્રમાણે TET - 1 , TET - 2 પાસ વિધવા બહેનોને વિધાસહાયક ભરતીમાં વધારાના 5 ટકા ગુણ આપવાનો રાજય સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. TET પરીક્ષામાં મેળવેલ ગુણના 50 ટકા અને શૈક્ષણિક લાયકાતના મેળવેલ ગુણના 50 ટકા ને ધ્યાને લઈ વિધાસહાયકનું મેરીટ તૈયાર કરવામાં આવે છે. આ રીતે તૈયાર થયેલ કુલ મેરીટમાં વિધવા ઉમેદવારને વધારાના 5  ટકા ગુણ મેરીટમાં ઉમેરવામાં આવશે. તેમ જણાવાયું છે. વિધવા બહેનોને પણ નોકરીની તક મળી રહે તે હેતુથી રાજય સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે જે આગામી વિધાસહાયક ભરતીથી તેનો અમલ કરવામાં આવશે તેમ પ્રસિદ્ધ કરાયું હતું જે મુજબ 2600 વિદ્યાસહાયકોની ભરતી જાહેર થતાં વિધવા મહિલા ઉમેદવારોને 5 ટકા લાભ આપી દેવાયો છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ