બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Final Farewell of Martyr Major Ashish Dhaunchak in Panipat

શહીદીને સો-સો સલામ / પાનીપતમાં શહીદ મેજર આશિષ ધૌંચકની અંતિમ વિદાય: ઉમટી લાખોની જનમેદની, લાગ્યા 'અમર રહે'ના નારા

Priyakant

Last Updated: 11:21 AM, 15 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Martyr Major Ashish Dhaunchak News: એક કિલોમીટર લાંબો કાફલો તેમની અંતિમ યાત્રામાં સાથે, શહીદ મેજર આશિષ ધૌંચકને અંતિમ વિદાય આપવા માટે રસ્તાની બંને બાજુ લોકોની ભારે ભીડ

  • 'જો શહીદ હુએ હૈ ઉનકી, જરા યાદ કરો કુરબાની'
  • અંતિમ સફરે શહીદ મેજર આશિષ ધૌંચક
  • મારા ભાઈ, આપણું ગૌરવ અને દેશનું ગૌરવ: આશિષની બહેનો

Martyr Major Ashish Dhaunchak : કાશ્મીરના અનંતનાગમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં શહીદ થયેલા મેજર આશિષ ધૌંચક (36)ના પાર્થિવ દેહ પાણીપતથી તેમના વતન ગામ બિંજૌલ પહોંચ્યો હતો. અહીં તેમના અંતિમ સંસ્કાર રાજ્ય સન્માન સાથે કરવામાં આવશે. લગભગ એક કિલોમીટર લાંબો કાફલો તેમની અંતિમ યાત્રામાં સાથે છે. તેમને અંતિમ વિદાય આપવા માટે રસ્તાની બંને બાજુ લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકોએ હાઈવેની બંને બાજુ ફૂલોની વર્ષા કરીને અંતિમ વિદાય આપી. પાણીપતથી તેમના ગામનું અંતર 8 કિમી છે.

આશિષના પાર્થિવ દેહને પાણીપત લાવવામાં આવ્યો 
શહીદ મેજર આશિષના પાર્થિવ દેહને શુક્રવારે (15 સપ્ટેમ્બર) સવારે પાણીપતના TDI સિટીમાં તેમના નવા મકાનમાં લાવવામાં આવ્યો હતો. વિગતો મુજબ મેજર આશિષ આ મકાન છેલ્લા બે વર્ષથી બનાવી રહ્યા હતા. આ સાથે  ઓક્ટોબરમાં તેમના જન્મદિવસે જાગરણ સાથે ઘરમાં પ્રવેશવાના હતા. જોકે હવે આજે તેમના પાર્થિવ દેહને તે ઘરે લાવવામાં આવ્યો હતો. આશિષના પિતા લાલચંદ એનએફએલમાંથી નિવૃત્ત થયા બાદ સેક્ટર-7માં ભાડાના મકાનમાં રહે છે.

મારા ભાઈ, આપણું ગૌરવ અને દેશનું ગૌરવ: આશિષની બહેનો
આ તરફ છેલ્લી યાત્રા દરમિયાન શહીદ મેજર આશિષની બહેનો અને માતા પણ બિંજૌલ જઈ રહી છે. બહેનોએ કહ્યું કે, મારો ભાઈ આપણું અને દેશનું ગૌરવ છે. તેમની માતા સતત હાથ જોડીને છે, જ્યારે બહેન તેના ભાઈને સલામ કરી રહી છે.  

શહીદ મેજર આશિષ
વિગતો મુજબ શહીદ મેજર આશિષ 19 રાષ્ટ્રીય રાઈફલ્સની શીખ લાઈટ ઈન્ફન્ટ્રીમાં પણ તૈનાત હતા. તેમને 15 ઓગસ્ટના રોજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા સેના મેડલ આપવામાં આવ્યો હતો. મેજર આશિષને 2 વર્ષની પુત્રી છે, તેની પત્ની જ્યોતિ ગૃહિણી છે. તેમનો પરિવાર હાલમાં સેક્ટર 7માં ભાડાના મકાનમાં રહે છે. મેજરનું સ્વપ્ન પોતાના ઘરમાં રહેવાનું હતું, તેથી તેણે ટીડીઆઈ સિટીમાં નવું મકાન બનાવ્યું.

સાળાના લગ્નમાં આવ્યા હતા ત્યારે.... 
માહિતી મુજબ મેજર આશિષના લગ્ન 15 નવેમ્બર 2015ના રોજ જીંદની રહેવાસી જ્યોતિ સાથે થયા હતા. ચાર મહિના પહેલા 2 મેના રોજ અર્બન એસ્ટેટમાં રહેતા સાળા વિપુલના લગ્નમાં રજા લઈને આશિષ ઘરે આવ્યા હતા. તે અહીં 10 દિવસ રોકાયા બાદ ફરજ પર પરત ફર્યા હતા. તેમનો પરિવાર પહેલા તેમના વતન ગામ બિંજૌલમાં રહેતો હતો.  
 
મેજર આશિષ 3 બહેનોનો એકમાત્ર ભાઈ હતો. તેમની ત્રણ બહેનો અંજુ, સુમન અને મમતા પરિણીત છે. તેમની માતા કમલા ગૃહિણી અને પિતા લાલચંદ NFLમાંથી નિવૃત્ત થયા છે. તેમના કાકાનો પુત્ર વિકાસ પણ ભારતીય સેનામાં મેજર છે. તેની પોસ્ટિંગ ઝાંસીમાં છે પરંતુ હાલ તે પુણેમાં ટ્રેનિંગ પર છે.

લેફ્ટનન્ટ તરીકે ભરતી અને પછી મેજરની બઢતી 
મેજર આશિષે કેન્દ્રીય વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. 12મી પછી તેમણે બરવાળા કોલેજમાંથી B.Tech Electronics કર્યું. જે બાદ તે M.Tech કરી રહ્યા હતા. જેના એક વર્ષ પછી 25 વર્ષની ઉંમરે,તેઓ 2012 માં ભારતીય સેનામાં લેફ્ટનન્ટ તરીકે ભરતી થયા. આ પછી તેમને ભટિંડા, બારામુલ્લા અને મેરઠમાં પોસ્ટ કરવામાં આવ્યા. 2018 માં મેજર બનવા માટે બઢતી મળી. અઢી વર્ષ પહેલા તેને મેરઠથી રાજૌરીમાં પોસ્ટિંગ મળ્યું હતું. જે બાદ તે પરિવારને સાથે લઈ ગયા ન હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ