બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / બોલિવૂડ / film SSMB 29 budget is 1000 crores, yet mahesh babu will not take a single rupee fee

મનોરંજન / ફિલ્મનું બજેટ 1000 કરોડ, છતાંય સાઉથનો આ એક્ટર એકપણ રૂપિયો ફી નહીં લે, જાણો કારણ

Megha

Last Updated: 03:05 PM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે કામ કરશે. આ ફિલ્મ રૂ. 1000 કરોડના મોટા બજેટમાં બનાવવામાં આવશે પરંતુ કહેવાય રહ્યું છે કે અભિનેતા એક રૂપિયો પણ ફી નહીં લે.

  • સાઉથના સુપરસ્ટાર મહેશ બાબુ ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે કામ કરશે. 
  • આ ફિલ્મ અને મહેશબાબુને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે. 
  • મહેશ બાબુ સ્ટારર ફિલ્મ લગભગ 1000 કરોડના બજેટમાં બનાવવામાં આવશે. 

મહેશ બાબુ આ દિવસોમાં તેમની નવી એક્શન ફિલ્મ 'ગુંટુર કરમ' માટે ચર્ચામાં છે. આ પછી તે ઓસ્કાર વિજેતા RRR ડિરેક્ટર એસએસ રાજામૌલી સાથે કામ કરશે. આ ફિલ્મનું નામ હજુ સુધી બહાર નથી આવ્યું અને હાલમાં ફિલ્મને SSMB 29 ના નામે બોલાવવામાં આવી રહી છે. એવામાં હવે આ ફિલ્મ અને મહેશબાબુને લઈને વધુ એક સમાચાર સામે આવ્યા છે. 

બૉલીવુડ નહીં પાનમસાલા વાળા જ તને અફોર્ડ કરી શકે ભાઈ! સુપર સ્ટાર મહેશબાબુનો  લોકોએ લીધો ઉધડો | sarkaru vaari paata actor mahesh babu gets brutally  trolled netizens

જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો મહેશ બાબુ સ્ટારર SSMB 29 લગભગ રૂ. 1000 કરોડના મોટા બજેટમાં બનાવવામાં આવશે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે મહેશબાબુ એક રૂપિયો પણ ફી નથી લઈ રહ્યા. હવે ચાહકો વચ્ચે એ સમચારે જોર પકડયું છે કે સાઉથના સૌથી વધુ ફી લેતા અભિનેતા આ ફિલ્મમાં ફ્રીમાં કેમ કામ કરવાના છે? 

રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે સાઉથના સુપરસ્ટાર અને સૌથી વધુ કમાણી કરનાર ટોલીવુડ અભિનેતા એ રાજામૌલીની આગામી ફિલ્મનું શૂટિંગ પૂર્ણ ન થાય અથવા ફિલ્મ રિલીઝ ન થાય ત્યાં સુધી ફિલ્મ માટે કોઈ ફી નહીં લેવાની વાત કરી છે.  આ સાથે જ એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે મહેશ બાબુએ આ ફિલ્મ પર ત્રણ વર્ષ સુધી કામ કરવાની પણ વાત કરી હતી. આ સાથે જ એમ પણ સાંભળવા મળ્યું છે કે આ ફિલ્મમાં રાજામૌલીએ મહેશ બાબુને તેમના પાર્ટનર બનાવી લીધા છે. જો કે આ વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. 

સાઉથના સુપરસ્ટાર અભિનેતા પર આભ ફાટી પડ્યું, લાંબી માંદગી બાદ માતાનું નિધન,  હોસ્પિટલમાં જ ગુમાવ્યો જીવ | south superstar mahesh babu mother indira devi  pass away

જણાવી દઈએ કે ફિલ્મ SSMB 29નું નિર્માણ કેએલ નારાયણ દ્વારા કરવામાં આવી રહ્યું છે, પરંતુ એસએસ રાજામૌલી ફિલ્મની ફાઇનાન્સ અને બજેટનું સંચાલન કરી રહ્યા છે. મહેશ બાબુએ ફિલ્મ નિર્માતાઓને ફિલ્મનું શૂટિંગ પૂર્ણ ન થાય ત્યાં સુધી ફી અંગે ચિંતા ન કરવાની સલાહ આપી હોવાનું કહેવાય છે. આટલું જ નહીં મહેશ બાબુ આ ફિલ્મના નિર્માતા પણ બનવાના છે.

વધુ વાંચો: Fighter Box Office Collection: 4 જ દિવસમાં 'ફાઇટર'એ કરી કરોડોની કમાણી, મળ્યો વીકએન્ડનો ફાયદો, જાણો આંકડો
  
પ્રિયંકા ચોપરા રાજામૌલીની આગામી ફિલ્મની હિરોઈન બની શકે છે. ઈન્ટરનેટપર વાયરલ થઈ રહેલી માહિતી મુજબ, એસએસ રાજામૌલી અને SSMB 29ના નિર્માતાઓ આ ફિલ્મની હિરોઈન માટે પ્રિયંકા ચોપરા સાથે વાતચીત કરી રહ્યા છે. જો પ્રિયંકા નહીં, તો રાજામૌલી આ ભૂમિકા માટે ગ્લોબલ લેબલ પર પ્રખ્યાત અભિનેત્રીને કાસ્ટ કરવા આતુર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ