બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મનોરંજન / fighter box office collection day 2 hrithik roshan deepika padukone on republic day india

બોલિવુડ / Fighter Collection: રિલીઝના બીજા દિવસે બોક્સ ઓફિસ પર ઋત્વિકની ફિલ્મે લગાવી છલાંગ, આંકડો આટલાં કરોડને પાર

Manisha Jogi

Last Updated: 10:00 AM, 27 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર'નો બોક્સઓફિસ પર દબદબો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મને રિલીઝના બીજા દિવસે ગણતંત્ર દિવસનો ભરપૂર ફાયદો મળ્યો છે.

  • ફિલ્મ 'ફાઇટર'નો બોક્સઓફિસ પર દબદબો
  • ગણતંત્ર દિવસે આ ફિલ્મે કરી શાનદાર કમાણી
  • એડવાન્સ બુકિંગથી 7 કરોડ રૂપિયાનું કલેક્શન 

ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઇટર'નો બોક્સઓફિસ પર દબદબો જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે એડવાન્સ બુકિંગથી 7 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું. ફિલ્મ 'ફાઇટર'એ બોક્સઓફિસ પર સારી શરૂઆત કરી છે. આ ફિલ્મને રિલીઝના બીજા દિવસે ગણતંત્ર દિવસનો ભરપૂર ફાયદો મળ્યો છે. આ ફિલ્મે બે દિવસમાં 50 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે. દર્શકોને ફિલ્મ 'ફાઇટર'માં ઋતિક રોશનનો એક્શન અવતાર ખૂબ જ પસંદ આવી રહ્યો છે. દીપિકા પાદુકોણ અને ઋતિક રોશનની કેમિસ્ટ્રીએ દર્શકોને દીવાના કરી દીધા છે. 

રિપબ્લિક ડેના દિવસે ફિલ્મે કેટલી કમાણી કરી
બીજા દિવસે ફિલ્મ 'ફાઇટર'ના કલેક્શનમાં 73.33 ટકાનો વધારો થયો છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ગુરુવારે પહેલા દિવસે ફિલ્મે 22.5 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. બીજા દિવસે રિપબ્લિક ડેના રોજ આ ફિલ્મે 39 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ઋતિક રોશન અને દીપિકા પાદુકોણની ફિલ્મ 'ફાઈટર'એ માત્ર બે દિવસમાં ભારતમાં 61.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ વીકએન્ડ સુધીમાં 100 કરોડના ક્લબમાં સામેલ થઈ શકે છે.

વધુ વાંચો: મોં છુપાવીને બોલિવુડ એક્ટરની રામ મંદિરમાં એન્ટ્રી, Video બનાવીને કહ્યું 'રામલલાએ ઓળખી લીધો'

'ફાઇટર' બજેટ
સિદ્ધાર્થ આનંદે ફિલ્મ 'ફાઈટર'નું નિર્દેશન કર્યું છે. આ પહેલા સિદ્ધાર્થ આનંદે ઋતિક સાથે 'બેંગ બેંગ' અને 'વોર' જેવી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મમાં ઋતિક રોશને સ્ક્વોડ્રન લીડર શમશેર પઠાનિયા ઉર્ફે પેટીનું પાત્ર ભજવ્યું છે. ફિલ્મ 'ફાઇટર'માં ઋતિક રોશન અને દીપિકા પાદુકોણ ઉપરાંત કરણ સિંહ ગ્રોવર, અનિલ કપૂર, અક્ષય ઓબેરોય અને સંજીદા શેખ તથા અન્ય સ્ટાર્સે મુખ્ય ભૂમિકા ભજવી છે. રિપોર્ટ્સ અનુસાર ફિલ્મ 'ફાઇટર' 250 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ