બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / અજબ ગજબ / વિશ્વ / FBI arrested jack douglas for leaking the classified documents of America

દસ્તાવેજો કર્યા લીક / એક હેકરે આખું અમેરિકા હલાવી નાંખ્યું! કોણ છે આ વ્યક્તિ જેણે મોટા મોટા નેતાઓના છોડાવી દીધા પરસેવા

Vaidehi

Last Updated: 07:39 PM, 15 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

21 વર્ષીય યુવાન હેકરે અમેરિકી રક્ષામંત્રાલયનાં ગુપ્ત ડોક્યુમેન્ટ્સ લીક કરી દીધાં જેની ધરપકડ કરવામાં આવી. આ લીક દસ્તાવેજોમાં અનેક મોટા ખુલાસાઓ સામે આવ્યાં છે.

  • એક યુવાન હેકરે અમેરિકાનાં ગુપ્ત ડોક્યુમેન્ટ કર્યાં લીક
  • યૂક્રેન-રશિયા યુદ્ધથી લઈને અનેક મામલાઓની હતી ગુપ્ત માહિતી
  • FBIએ કરી યુવાન હેકરની ધરપકડ

આપણે એવા અનેક કેસો જોયા છે જ્યારે હેકર કોઈ કંપની અથવા સરકારનાં કોઈ વિભાગનો ડેટા હેક કરે છે અને છેલ્લે લીક કરવાની ધમકી આપે છે. એવું જ કંઈક હાલમાં અમેરિકામાં થયું છે. જેક ટશેરા નામના એક વ્યક્તિએ હાલમાં અમેરિકી રક્ષા મંત્રાલયનાં એવા ગોપનીય દસ્તાવેજો લીક કર્યાં જેના બાદ અમેરિકાનાં મોટા ખુલાસાઓ દુનિયાની સામે આવી ગયાં છે.લીક થયેલા આ દસ્તાવેજોમાં ઈઝરાયેલ-મોસાદ, UN ચીફ, રશિયા-યૂક્રેન યુદ્ધ જેવા અનેક વિષયો શામેલ છે.

શું છે સમગ્ર મામલો
21 વર્ષીય યુવકે અમેરિકી રક્ષામંત્રાલયનાં ગુપ્ત ડોક્યુમેન્ટ્સને લીક કર્યાં હતાં. તેણે આ તમામ ડોક્યુમેન્ટ્સ ડિસ્કોર્ડ પર અપલોડ કર્યાં. 

ડિસ્કોર્ડ એટલે શું?
ડિસ્કોર્ડ એક પ્રાઈવેચ સર્વર હોય છે જેમાં લોકો જોડાઈને અજાણ્યા લોકો સાથે વાતચીત કરી શકે છે.  અહીં વીડિયો ફોટો વગેરે પણ શેર કરવામાં આવે છે. ઓનલાઈન ગ્રુપ જેવું પરંતુ અત્યંત પ્રાઈવેટ સર્વર હોય છે. તમે અન્યોને પણ પોતાના સર્વરમાં જોડી શકો છો. અને તમે ખુદ કોઈપણ સર્વરમાં જોડાઈ શકો છો. મોટાભાગે તેનો ઉપયોગ યૂટ્યુબર્સ કરે છે. 

ડોક્યુમેન્ટ્સ કર્યાં લીક
1 માર્ચ 2023નાં રોજ જેકે ડિસ્કોર્ડ પર કેટલાક ડોક્યુમેન્ટ શેર કર્યાં . 4 માર્ચનાં એક અલગ ડિસ્કોર્ડ જે ગેંમર્સ માટે બનાવવામાં આવ્યો હતો ત્યાં આ ડોક્યુમેન્ટની 10 ઈમેજ શેર થઈ અને 5 એપ્રિલનાં આ લીક થયેલા ડોક્યુમેન્ટનાં કેટલાક ફોટા રશિયન ટેલીગ્રામમાં શેર થયાં.

ક્યાં ગુપ્ત ડોક્યુમેન્ટ્સ થયા લીક?

1. ઈજિપ્ત અને રશિયાની વચ્ચે 40 હજાર રોકેટ ડીલ
માહિતી અનુસાર દસ્તાવેજમાં ઈજિપ્ત અને રશિયાની વચ્ચે હથિયારોને લઈને એક ડીલ થઈ હતી. અન્ય સૂત્રો અનુસાર ઈજિપ્તનાં રાષ્ટ્રપતિ અબ્દુલ ફતહ અલ-સિસીએ ગુપ્ત રીતે 40 હજાર રોકેટ રશિયાને મોકલવાનો આદેશ આપ્યો હતો. ડીલ અનુસાર આ રોકેટ સમુદ્રનાં રસ્તે વહાણથી મોકલવાનાં હતાં. આ રોકેટનો ઉપયોગ યૂક્રેનની સાથે ચાલી રહેલા યુદ્ધમાં થવાનો હતો. જો કે ઈજિપ્તને આ વાત નકારી છે. 

2. રશિયા-UAE સંબંધ મજબૂત થયાં-
દસ્તાવેજોમાં આ વાત સામે આવી કે અમેરિકી ગુપ્ત એજન્સીઓને એ વાતની ભનક હતી કે રશિયા, સંયુક્ત અરબ અમીરાત UAE સાથે સંબંધો મજબૂત કરવામાં લાગ્યું છે.  UAEમાં અમેરિકી સેના હાજર છે. જો કે UAE રશિયાને સમર્થન આપવામાં પોતાનો હિત શોધી રહી હતી.

3. ઈઝરાયેલ અને તેની ગુપ્ત એજન્સી મોસાદ 
ઈઝરાયલી ગુપ્ત એજન્સી મોસાદ, પ્રધાનમંત્રી બેન્યામિન નેતન્યાહૂનાં પ્રસ્તાવિત ન્યાયિક સુધારાનો વિરોધ કરી રહી છે. લીક દસ્તાવેજો અનુસાર ઈઝરાયેલની ગુપ્ત એજન્સી મોસાદ  પોતાની જ સરકારની સામે પ્રદર્શનને પ્રોત્સાહન આપી રહી છે. રિપોર્ટ અનુસાર મોસાદનાં અધિકારી ઈઝરાયેલની જનતાને ભડકાવી રહી છે.

4. રશિયા-યૂક્રેન યુદ્ધ સંબંધી ખુલાસો
ડોક્યુમેન્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે યૂક્રેન આવતી ગરમીનાં વાતાવરણમાં રશિયન સેના પર મોટા હુમલાની તૈયારીઓ કરી રહી છે. ડોક્યુમેન્ટમાં આ અંગે જાણકારી આપવામાં આવી છે કે યૂક્રેની સેનાની નવી બ્રિગેડ ક્યાર સુધી તૈયાર થશે અને તેમને આગળ કેવા પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ડોક્યુમેન્ટમાં એવી પણ માહિતી આપવામાં આવી છે કે સેનાને કેટલા ટેન્ક, બખ્તરબંધ ગાડીઓ અને તોપખાના આપવામાં આવશે. 

5. રશિયા-યૂક્રેન યુદ્ધ અને અન્ય દેશો
લીક થયેલા વધુ એક દસ્તાવેજનાં આધારે દાવો કરવામાં આવી રહ્યો છે કે કેવી રીતે એમેરિકી દબાણ હોવા છતાં દક્ષિણ કોરિયા યૂક્રેનને તોપનાં ગોળાઓ આપવામાં મુંજાઈ રહી છે. આ યુદ્ધમાં બ્રિટનની સ્પેશિયલ મિલીટ્રી ફોર્સ પણ યૂક્રેનનો સાથ આપી રહી છે. એ સિવાય અમેરિકાની ટુકડીઓ પણ યૂક્રેનમાં હાજર છે.

6.UN ચીફ એન્ટોનિયો ગુટેરેસની જાસૂસી
ડોક્યુમેન્ટ્સમાં કહેવાયું છે કે અમેરિકા, UN ચીફ એન્ટોનિયો ગુટેરેસની પણ જાસૂસી કરાવી રહ્યું છે. અમેરિકાનું માનવું છે કે UN ચીફ રશિયાનાં હિતોને વધુ મહત્વ આપી રહ્યું છે. તે બ્લેક સી ગ્રેન ડીલને કોઈપણ સંજોગોમાં બચાવવા ઈચ્છે છે. 

કોણ છે જેક ટશેરા?
જેક મેસાચુસેટ્સ એર નેશનલ ગાર્ડનો મેંબર રહી ચૂક્યો છે. તેની ઉંમર માત્ર 21 વર્ષ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર FBI છેલ્લાં 2 દિવસોથી જેક પર નજર રાખી રહી હતી અને 13 એપ્રિલનાં રોજ જેવો તે પોતાના ઘરની બહાર નિકળ્યો તેવો તેને પકડી લેવામાં આવ્યો. આરોપ છે કે સૌથી પહેલાં ઠગ શેકર સેંટ્રલ નામના ડિસ્કોર્ડ ચેટરૂમમાં તેણે આ ફાઈલ્સ શેર કરી હતી. માહિતી અનુસાર જેકનાં ઘરેથી અનેક હથિયારો અને ગન પણ મળી આવી હતી. તેણે ડિસ્કોર્ડ પ્લેટફોર્મ પર પોતાનું નામ ઓરિજનલ ગેંગસ્ટર OG રાખ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ