બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / Fatal road accident in UP's Banda: Truck-Bolero collision kills 7, one critical

મોટી દુર્ઘટના / UPના બાંદામાં ભીષણ માર્ગ અકસ્માત: ટ્રક-બોલેરો વચ્ચે ટક્કર થતા 7નાં મોત, એકની હાલત ગંભીર

Megha

Last Updated: 10:01 AM, 30 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બાંદા જિલ્લામાં ભયાનક માર્ગ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે જ્યારે એકની હાલત નાજુક છે. અકસ્માત બાદ ચાલક ટ્રક સહિત ફરાર થઈ ગયા તો ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને આ વિશે જાણ કરી હતી.

  • બાંદા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે
  • બોલેરો રોડ વચ્ચે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી 
  • અકસ્માતમાં બોલેરોમાં સવાર 8માંથી 7 લોકોના મોત થયા

બાંદા જિલ્લામાં એક ભયાનક માર્ગ અકસ્માત થયો છે. બાંદા જિલ્લાના બાબેરુ કોતવાલીમાં કામાસીન રોડ પર પરિયાદાઈ નજીક ગુરુવારે રાત્રે લગભગ 9.30 વાગ્યે એક ઝડપી બોલેરો બીચ રોડ પર પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં બોલેરોમાં સવાર 8માંથી 7 લોકોના મોત થયા હતા અને એકની હાલત હજુ નાજુક છે.  આ અકસ્માતમાં બોલેરોમાં સવાર 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે 3 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા જેમાંથી બેનું મોત થયું છે. 

કમાસીન પોલીસ સ્ટેશન વિસ્તારના તિલુથા ગામનો રહેવાસી કલ્લુ (13)ને રાત્રે લગભગ પોણા નવ વાગ્યાની આસપાસ વીજ કરંટ લાગ્યો હતો જે બાદ કલ્લુને લઈને તેની માતા સહિત બીજા સાત લોકો તેને હોસ્પિટલ લઈ જવા માટે નિકળા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે રસ્તામાં કોતવાલી વિસ્તારમાં કમાસિન રોડ પર પરિયાદાઈ પાસે બોલેરો રોડ વચ્ચે પાર્ક કરેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. 

અકસ્માત બાદ ટ્રક ચાલક સહિત ફરાર થઈ ગયો હતો. જોરદાર ટક્કરથી બોલેરોને નુકસાન થયું હતું. જેના કારણે આગળની સીટ પર બેઠેલા ડ્રાઈવર સહિત તમામ લોકોને ઈજા થઈ હતી. ચીસો સાંભળીને ત્યાંથી પસાર થતા લોકોએ પોલીસને અકસ્માતની જાણ કરી હતી. જે બાદ બોલેરોમાં ફસાયેલા લોકોને કોઈક રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાંથી 5 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે ગંભીર રીતે ઘાયલ 3 લોકોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા જેમાંથી બે વ્યક્તિના મોત થયા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ