બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / વિશ્વ / Family emerges from death 5 members survive from rubble after earthquake in Syria

રેસ્ક્યુ / VIDEO : મોતના મુખમાંથી બહાર આવ્યો પરિવાર: સીરિયામાં ભૂકંપ બાદ કાટમાળમાંથી જીવતા બચ્યા 5 સદસ્યો

Kishor

Last Updated: 01:38 PM, 12 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તુર્કીયેમાં ભૂકંપ બાદ પોતાના જ ઘરના કાટમાળ નીચે ફસાયેલા એક આખા પરિવારને મોતના મુખમાંથી ઉગારી લેવાયો છે.જે નો વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે.

  • તુર્કીયેમાં ભૂકંપ બાદ બચાવકાર્ય યથાવત
  • કાટમાળમાં ફસાયેલા આખા પરિવારને ઉગારી લેવાયો
  • સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ 

તુર્કીયે-સીરિયામાં આવેલા પ્રચંડ ભૂકંપના પગલે હજારોની સંખ્યામાં લોકોના મોત નિપજયા છે. જેને પગલે લાંબા સમયથી રાહત અને બચાવકાર્ય ચાલી રહ્યું છે. સેનાના જવાનો દ્વારા ધરાશાયી થયેલી ઇમારતો હટાવવામાં આવી રહ્યા છે. નિરાશા અને દયનિય સ્થિતિ વચ્ચે જીવન બચવાના ચમત્કારિક કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે રામ રાખે તેને કોણ ચાખે તેવો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. બચાવ અભિયાનમાં પશ્ચિમી સીરિયાના ઇદલિબ વિસ્તારમાં અસરગ્રત આખા પરિવારને હેમખેમ ઉગારી લીધો હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ બાળકો અને બે પુખ્ત વયના લોકોને ઘરના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યા ઉપસ્થિત લોકોએ "ભગવાન મહાન છે."નો જય જય કાર કર્યો હતો.


સોશિયલ મીડિયા પર વીડિયો શેર

બચાવકાર્યનો વીડિયો સીરિયાના નાગરિક સુરક્ષા સ્વયંસેવક સંગઠન ધ વ્હાઇટ હેલ્મેટ દ્વારા સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવ્યો છે. વ્હાઇટ હેલ્મેટ એકાઉન્ટ પરથી ટ્વિટ કરવામાં આવેલ વીડિયોમાં ખરો ચમત્કાર દેખાઈ રહ્યો છે. ખુશીના અવાજ જાણે આકાશને આંબતા હોય તેવા દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.  વિસનિયા ગામમાં ફસાયેલા આખા પરિવારને તેમના ઘરના કાટમાળમાંથી હેમખેમ બહાર કાઢી લેવામાં આવ્યો હતો.

29,896 લોકોના મૃત્યુ નિપજ્યા 

તુર્કી અને સીરિયામાં ભૂકંપના કારણે વિકટ સ્થિતિનું નિર્માણ થયું છે. ભૂકંપને પગલે જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ સતત વધી રહી છે. તેવામાં નવા આંકડા સામે આવ્યાક છે જેમાં જણાવ્યા અનુસાર અત્યાર સુધીમાં 29,896 લોકોના મૃત્યુ નિપજ્યા હોવાનું બહાર આવ્યું છે. તો આ દુર્ઘટનામાં 85 હજારથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ