બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / સુરત / Fake gold biscuits were given to jewelers in Surat and real jewelery was taken away.

'ઠગ'ભગત' / સુરતના જ્વેલર્સમાં નકલી સોનાના બિસ્કીટ આપીને અસલી ઘરેણા લઇ ગયા, આવી રીતે ભાંડો ફૂટ્યો

Mehul

Last Updated: 04:40 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા એક જ માસમાં ઠગ ભગત ટીમે નકલી સોનાના બિસ્કીટની અસલી હોવાની ઓળખ આપી,સોનાના 16 આની સાચા ઘરેણા ખરીદી ગયા. સુરતમાં કીમિયો કરવા જતા બંને ઝડપાયા

  • દક્ષિણ ગુજરાતના જવેલર્સ શો રૂમ સાથે ઠગાઈ 
  • બ્રાંચ ઓફીસ સાથે ઠગાઈ બાદ,મુખ્ય શાખાએ પહોચ્યા 
  • સુરતનાં શો-રૂમમાં થાગી કરવા જતા બે ઝડપાયા 

દક્ષિણ ગુજરાતમાં કેટલાક ઠગ ભગતે એક જવેલરી શો રૂમને નકલી સોનાના બિસ્કીટ 'પહેરાવી' દઈને અસલી સોનાના ઘરેણા લઇ જ્ઞાની ઘટના સામે આવતા સનસનાટી મચી ગઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતથી માંડીને અમદાવાદ સુધીના સોના-ચાંદીના જવેલર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે. આ જ રીતે સુરતના શો -રૂમમાં ઠગાઈના વધુ એક પ્રયાસમાં બે વ્યક્તિને રંગે હાથ ઝડપી લેવાયા છે 

ત્રણ શો-રૂમમાં 'કળા' કરી ગયા આ મોર 

દક્ષિણ ગુજરાતમાં કલામંદિર નામે એક ચેઈન જવેલરી શો-રૂમ છે. જેની શાખાઓ સુરત, વાપી, કોસંબા અને ભરુચમાં પણ છે. છેલ્લા એક જ માસમાં ઠગ ભગત ટીમે નકલી સોનાના બિસ્કીટની અસલી હોવાની ઓળખ આપી,સોનાના 16 આની સાચા ઘરેણા ખરીદી ગયા. જિલ્લાના અન્ય શો-રૂમમાં ઠગાઈ કરવામાં સફળ નીવડેલા બે ઠગ ભગતે હવે સુરતની હેડ ઓફિસમાં આજ તરકીબથી ચૂનો લગાડવાનું વિચાર્યું હતું. કલામંદિર સુરતના શો રૂમમાં આ બંને ઠગ નકલી સોનાના બિસ્કીટ લઈને પહોચ્યા અને રંગે હાથ ઝડપી ગયા હતા. આ ઠગ સામે સુરત વાપી કોસંબા અને ભરૂચ ખાતે પોલીસ ફરિયાદો નોંધવામાં આવી છે

કેવી રીતે ખબર પડી,સોનું નકલી છે ? 

દક્ષિણ ગુજરાતના સેલવાસમાં રહેતા બે ઠગ અમદાવાદથી  એક બંગાળી કારીગર પાસેથી સોનાના ડુપ્લીકેટ બિસ્કીટ લાવતા,આ બંગાળી કારીગર જ  તાંબા ઉપર સોનાનો ડબલ ઢોળ  ચઢાવી આપતો.પરિણામે સોનાની ખરાઈ  ચેક કરતા મશીન પણ આવા દાગીના કે બિસ્કીટની ખરાઈ કરવામાં નિષ્ફળ નીવડતું હતું. ગોટુલાલ પ્રભુજી ગુર્જર અને કિશન છગન લાલ ગુર્જર નામક ઠગ બ્રધર્સે નકલી સોનાના બિસ્કીટ સાથે વાપી, કોસંબા અને ભરૂચમાં નકલી સોનું પધરાવી,અસલી સોનાના દાગીના ખરીદ કર્યા હતા. જ્યારે નકલી સોનું ગાળવાની પ્રક્રિયા દરમિયાન ખ્યાલ આવ્યો કે સોનાના કહેવાતા બિસ્કીટ તો નકલી છે. તરુંત જ શો રૂમ માલિકે તમામ જગ્યાએ આ માહિતીથી અન્ય શો-રૂમ સંચાલકને અવગત કર્યા. સુરત સિવાયના શો રૂમમાં તો આ 'ઠગ' કળા કરી જ ગયા હતા. દરમિયાન સુરતના શો-  રૂમમાં, આ બન્ને સોનાના નકલી બિસ્કીટ લઈને વેંચવા પહોચ્યા હતા. જેમની ઓળખ શોરૂમના લોકોએ કરી લીધી હતી.  આ અંગેની  જાણ કલામંદિર જ્વેલર્સના માલિકોને પણ કરવામાં આવી. સુરત પોલીસને તાત્કાલિક જાણ કરવામાં આવતા આખી મોડસ ઓપરેન્ડી સામે આવી હતી.

વિશ્વાસઘાત / છેતરપીંડી  

આ બંને ઠગ બ્રધર્સ સામે છેતરપીંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, આખા પ્રકરણમાં આ બંને જ છે કે આખી ટુકડી ,તે તપાસનો વિષય છે. પોલીસ હવે એ તપાસી રહી છે કે, આ મોર અન્ય ક્યાં ક્યા કળા કરી આવ્યા છે ? 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ