બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અમદાવાદ / Facilities for patients increased in Ahmedabad Civil Hospital

સુવિધા / હવે સિવિલ હોસ્પિટલમાં એક વિભાગમાંથી બીજામાં નહીં ખાવા પડે ધક્કા: મોબાઈલ એપથી થઈ રહ્યું છે કામ

Vishal Khamar

Last Updated: 01:28 PM, 19 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ સિવિલ હોસ્પિટસ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ તરીકે નામના મળી છે. દર્દીને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે અમદાવાદ સિવિલ દ્વારા ઈન હાઉસ એપ્લીકેશન શરૂ કરવામાં આવી છે. આ એપ્લિકેશનમાં એક ર્ડાક્ટર બીજા ર્ડાક્ટરને સીધી સૂચના આપે છે. તેમજ સૂચના બાદ તાત્કાલિક ધોરણે દર્દીની વિઝિટ પણ કરવામાં આવે છે.

અમદાવાદની સિવિલ હોસ્પિટલ એશિયાની સૌથી મોટી હૉસ્પિટલ તરીકે નામના મળી છે. ગુજરાતના અલગ અલગ જિલ્લાના દર્દીઓ સારવાર માટે આવે છે પણ ગુજરાતની આસપાસ આવેલ રાજ્યોના દર્દીઓ પણ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આવે છે. ત્યારે દર્દીઓને તથા દર્દીના સાથે આવેલા સગા વ્હાલાઓને કોઈ તકલીફ નબર પડે તે માટે સિવિલ હોસ્પિટલમાં જ એક ઈનહાઉસ મોબાઇલ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. 

સિવિલ હોસ્પિટલ અમદાવાદ

દર્દીઓને પડીત સમસ્યાઓને ધ્યાને લઈ એપ્લિકેશન તૈયાર કરાઈ
અમદાવાદ સિવિલમાં રોજના હજારોની સંખ્યામાં દર્દીઓ તથા દર્દીઓના સગા વાલા હોસ્પિટલે આવતા હોય છે. જ્યારે અમુક દર્દીઓ સ્પેશિયલ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ગુજરાતના અલગ જિલ્લાઓ અને અન્ય રાજ્યમાંથી પણ આવતા હોય છે. ત્યારે દર્દીને એક અથવા તો એકથી વધુ સ્પેશિયલ ડોક્ટર અને વિભાગોની જરૂર પડતી હોય છે. ત્યારે પહેલા અમદાવાદ સિવિલમાં અન્ય ડોક્ટરની સલાહ લેવા માટે દર્દીના સગા વાલા હોય એક વિભાગથી બીજા વિભાગમાં કરવું પડતું હતું. પરંતુ લોકોની સમસ્યાને ધ્યાનમાં લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ દ્વારા ડોક્ટરની એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે. જેથી દર્દીઓના સગા વાલા હોય એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરવાનો વારો આવતો નથી. 

ર્ડા. રાકેશ જોશી (સિવિલ સુપ્રિટેન્ડેન્ટ, અમદાવાદ)

ર્ડાક્ટરો ગણતરીની મિનિટોમાં દર્દીના બેડ ઉપર પહોંચીને સારવાર કરશે
અમદાવાદ સિવિલની ભૂતકાળની વાત કરવામાં આવે તો જો કોઈ અકસ્માતનું કેસ હોય તો તેને પહેલા ઈમરજન્સીમાં ખસેડવામાં આવતા હતા અને જો તેનું હાડકામાં કોઈ વાંધો ફ્રેકચર હોય તો ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવતા હતા. ત્યારબાદ માથાની ઈજા હોય તો દર્દીના સંબંધીએ ન્યુરોલોજીસ્ટ પાસે જઈને એન્ટ્રી કરાવી પડતી હતી.  ત્યારબાદ ડોક્ટર જે તે દર્દીની મુલાકાત લેતા હતા. જ્યારે આ ભૂતકાળમાં દર્દીની પરિસ્થિતિ કેવી છે. તે અંગે ડોક્ટર પણ અજાણ હોય તો અમુક કલાકો બાદ આવતા હતા. પરંતુ હવે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરવામાં આવેલ એપ્લિકેશનમાં ઈમરજન્સી સર્વિસનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેથી તાત્કાલિક ધોરણે જો કોઈ અન્ય વિભાગના ડોક્ટરની જરૂર હોય તો તેઓ પણ ગણતરીની મિનિટોમાં જ દર્દીના બેડ ઉપર પહોંચીને સારવાર કરે છે. 

વધુ વાંચોઃ PM મોદીનો ગુજરાત પ્રવાસ: તરભ તથા દ્વારકામાં કરશે દર્શન, રાજકોટ અને નવસારીમાં પણ ભવ્ય કાર્યક્રમ

દર્દીઓને સમયસર  ર્ડાક્ટરની સલાહ મળી રહે તે રીતનું આયોજન
આમ અમદાવાદ સિવિલમાં જે પણ દર્દીઓ આવે છે. તે મધ્યમ વર્ગના અને ગરીબો જ દર્દીઓ વધુ પ્રમાણમાં હોય છે. ત્યારે આવા દર્દીઓના મુશ્કેલીના સમયે તેમના સગા સંબંધીઓએ એક વિભાગમાંથી બીજા વિભાગમાં ફરવા માટે કલાકોનો સમય વીતી જાય છે. લાઈનમાં ઊભું રહેવું પડે છે. આ ઉપરાંત અનેક મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. ત્યારે ઈમરજન્સીમાં દર્દીની તાત્કાલિક સારવાર મળે ઉપરાંત દાખલ દર્દીને સમયસર ડોકટર ની સલાહ મળી રહે તે રીતનું આયોજન અમદાવાદ સિવિલમાં કરવામાં આવ્યું છે. જે હવે આગામી દિવસોમાં ગુજરાતની તમામ સિવિલ હોસ્પિટલમાં પણ આયોજન કરવામાં આવશે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ