બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / eye sight improvement how to improve vision in 7 days

લાઇફસ્ટાઇલ / આંખોના નંબરથી બચવું છે? તો આજથી જ અપનાવો આ ટિપ્સ, ક્યારેય નહીં પહેરવા પડે ચશ્મા

Arohi

Last Updated: 03:11 PM, 16 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Eye Care After 30: ઉંમર વધવાની સાથે આંખોની રોશની તેજ રાખવા માટે આંખોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. 30ની ઉંમર બાદ આંખોની રોશની સાથે સંબંધિત મુશ્કેલીઓ શરૂ થવા લાગે છે. આ ઉંમરથી આંખોની વધારે દેખરેખ શરૂ કરવી પડે છે.

  • આંખોની રોશની રાખવી છે તેજ? 
  • તો આજથી જ અપનાવો આ ટિપ્સ
  • ક્યારેય નહીં આવે ચશ્મા પહેરવાનો વારો 

ઉંમર વધવાની સાથે આંખોની રોશની તેજ કરવા માટે આંખોના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી છે. 30ની ઉંમર બાદ આંખોની રોશની સાથં સંબંધિત મુશ્કેલીઓ આવવાનું શરૂ થવા લાગે છે. 30ની ઉંમરની સાથે આંખોની વધારે દેખરેખ શરૂ કરી દેવી જોઈએ. આપણા જન્મ લેવાની સાથે જ આપણી આંખો કામ કરવાનું શરૂ કરી દે છે.

30 વર્ષની ઉંમર સુધી પહોંચતા પહોંચતા કોઈ પણ વ્યક્તિની આંખો દુનિયાને 2 લાખ કલાક સુધી જોઈ ચુકી હોય છે. જેમાં નેચરલ વસ્તુઓ જેવી કે સન લાઈટ, ઝાડથી લઈનને આર્ટિફિશિયલ વસ્તુઓ જેવી કે સ્ક્રીનથી નિકળતો પ્રકાશ અને આર્ટિફિશ્યલ લાઈટ સુધી શામેલ છે. આ બધી વસ્તુઓનું આંખો પર દબાણ પડે છે જેના કારણે આંખોના સ્વાસ્થ્ય પર અસર પડે છે. આવો જાણીએ કે ત્રીસની ઉંમર બાદ આંખોને કેવી રીતે હેલ્થી રાખી શકાય. 

યુવી લાઈટથી બચો 
લાંબા સમય સુધી સન લાઈટમાં રહેતી વખતે આંખોને યુવી લાઈટથી બચાવવા માટે સનગ્લાસ કે યુવી ચશ્માનો ઉપયોગ કરો. જો તમારી સ્કિન લાઈટ છે અથવા તો તમે ઉંચાઈ પર રહો છો કે એવું કામ કરો છો જેના કારણે તમારે લાંબા સમય સુધી આઉટડોર રહેવું પડે છે તો આંખોનું ધ્યાન રાખવું વધારે મહત્વપૂર્ણ થઈ જાય છે. યુવી લાઈટ આંખોને નુકસાન કરે છે તેનાથી મોતિયો, આંખ સાથે જોડાયેલી બીમારીઓ રેટિનોપેથીનો ખતરો વધી જાય છે. 

ખૂબ પાણી પીવો 
આપણી આંખોમાં મોટા પ્રમાણમાં પાણી હોય છે અને આ ટિયર ફિલ્મથી સુરક્ષિત રહે છે. ટિયર ફિલ્મ વોટર બેસ્ડ હોય છે. ટિયર ફિલ્મ પાણીની સાથે સાથે ઈલેક્ટ્રોલાઈટ્સ, પ્રોટીન અને એન્ઝાઈમથી બનાવું હોય છે. લાંબા સમય સુધી સ્ક્રીનનો સંપર્ક અને એરકંડીશનર રૂમમાં રહેવાના કારણે આપણી આંખો ડ્રાય થઈ જાય છે. વધારે પાણી પીવાથી તમારી આંખોને ડ્રાય થતી અટકાવવામાં મદદ મળે છે.  

આંખોની એક્સરસાઈઝ
આંખોના તેજ માટે આંખોની એક્સરસાઈઝ કરવી જરૂરી છે. તેના માટે દૂર સુધી નજર કરવી જરૂરી છે. સ્ટડીઝમાં મળી આવ્યું છે કે બે કલાક બહાર રમવા અને આઉટડોર એક્ટિવિટીમાં શામેલ થયા બાળકોમાં માયોપિયા યા પુઅર આઈસાઈટની સમસ્યા હોવાનો ખતરો ઓછો રહે છે. પેન્સિલ પુશઅપ્સ જેની આંખોની એક્સરસાઈઝથી મસલ્સને મજબૂતી મળે છે.

વધુ વાંચો: ભૂલથી પણ એકસાથે ક્યારેય ન ખાતા આ 11 ચીજ, નહીં તો સ્વાસ્થ્ય પર થશે ખરાબ અસર

બેલેન્સ ડાયેટ 
વિટામિન A, C અને E, ઝિંક, લ્યૂટિન અને જેક્સેન્થિન જેવા એન્ટીઓક્સિડેન્ટ અને જરૂરી ફેટી એસિડથી ભરપૂર ડાયેટ આંખોના સ્વાસ્થ્ય માટે સારી હોય છે. આ સુક્ષ્મ પોષક તત્વ લીલા શાકભાજી, ગાજર, બીટ, બદામ, ઈંડા, માછલી, એવાકાડો, ખાટા ફળ અને આંમળામાં ભરપૂર પ્રમાણમાં મળે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ