બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / વડોદરા / Explanation regarding Harani Lake disaster in Vadodara

હરણી લેક દુર્ઘટના / આખરે કયા કારણોસર વડોદરામાં બાળકો બન્યા દુર્ઘટનાનો શિકાર, FSLની તપાસમાં થયો ચોંકાવનારો ખુલાસો

Vishal Khamar

Last Updated: 09:09 AM, 29 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરા હરણી બોટ દુર્ઘટના મામલે એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. જેમાં પોલીસ અને FSL ની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે. જ્યારે બોટ બનાવનાર કંપનીના સંચાલકોએ કહ્યું કે અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્ર એક ટન વજનની હતી.

  • વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે ખુલાસો 
  • આરોપીઓ દ્વારા નિલેશ જૈનને સંચાલલનું કામ સોંપ્યાનો ખુલાસો 
  • પોલીસ અને FSL ની તપાસમાં ખુલાસો આવ્યો સામે 

વડોદરા હરણી લેકમાં દુર્ઘટનાના આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થવા પામ્યો છે. આરોપીઓ દ્વાર નિલેશ જૈનને સંચાલનનું કામ સોંપ્યાનો ખુલાસો થયો છે. જેમાં હરણી લેક ઝોનનું સંચાલન પરેશ શહા અને તેનો પુત્ર વત્સલ કરતા હતા. અન્ય ભાગીદારોની જાણ બહાર નિલેશ જૈનને કામ સોંપ્યાનો ખુલાસો થયો છે. અત્યાર સુધી SIT દ્વારા 6 આરોપીઓની પૂછપરછ કરવામાં આવી છે. જ્યારે ઘટનાને લઈ 150 લોકોના નિવેદનો લેવામાં આવ્યા છે. હરણી લેક દુર્ઘટનામાં અનેક પ્રકારે ગંભીર બેદરકારીઓ હોવાના ખુલાસા થયા છે. એક બાદ એક બેદરકારીઓ થયાના ખુલાસા સામે આવી રહ્યા છે. 

પોલીસ અને FSL ની તપાસમાં ખુલાસો આવ્યો સામે 
વડોદરામાં હરણી લેક દુર્ઘટના મામલે વધુ એક ખુલાસો થવા પામ્યો છે. બોટમાં ઓરવલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. પોલીસ તેમજ એફએસએલ રિપોર્ટની તપાસમાં ખુલાસો સામે આવ્યો છે.  બોટમાં ઓવરલોડ બાળકો ભરવાથી ઘટના બન્યાનો ખુલાસો થયો છે. બોટની ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડવાથી દુર્ઘટના સર્જાયાનો ખુલાસો થયો છે. એક ટન વજનની ક્ષમતા ધરાવતી બોટમાં દોઢ ટન વજન થઈ ગયું હતું. નિયમ પ્રમાણે બોટમાં આગળના ભાગમાં કોઈને બેસાડવાના હોતા નથી. જ્યાં કોઈને બેસાડી ન શકાય ત્યાં 10 બાળકોને બેસાડી દીધા હતા. આગળના ભાગે બાળકો બેસાડ્યા જેથી ટર્ન લેતી વખતે બોટ પલ્ટી મારી ગઈ હતી. તેમજ બોટ બનાવનાર કંપનીએ પણ લેક ઝોન સંચાલકોની બેદરકારી ખુલ્લી પાડી હતી. આ સમગ્ર બાબતે કંપની સંચાલકોએ કહ્યું અમારી બનાવેલી બોટની ક્ષમતા માત્રે એક ટન વજનની હતી. 

School administrators admit fault in Harani Lake boat accident case in Vadodara

વધુ વાંચોઃ જૂનાગઢ તોડકાંડમાં ATSની એન્ટ્રી: 315 બેંક એકાઉન્ટની તપાસ શરૂ, DGP પણ એક્શનમાં, મંગાવ્યો રિપોર્ટ

DEO કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની કરશે પૂછપરછ

વડોદરામાં હરણી લેક બોટ દુર્ઘટનામાં 14 લોકોનાં મોત નિપજ્યા હતા. જ્યારે 18 લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવવા પામી છે. સ્કૂલ સંચાલકોએ આખરે પોતાની સ્કૂલે પ્રવાસ માટે DEO ની પરવાનગી લીધી ન હતી. સ્કૂલ સંચાલકોએ ભૂલ સ્વીકારતા DEO કચેરીએ કાર્યવાહી શરૂ કરી છે. જેમાં DEO કચેરી ન્યૂ સનરાઈઝ સ્કૂલના શિક્ષકોની પૂછપરછ કરશે. તેમજ સ્કૂલની માહિતીનું ક્રોસ વેરિફિકેશન કરાશે. અને ક્રોસ વેરિફિકેશન બાદ 7 દિવસમાં કલેક્ટરનો રિપોર્ટ સોંપાશે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ