નાગરિકતા સંશોધન બિલ હવે કાયદો બની ગયો છે પરંતુ તેમ છતાં આ કાયદાને લઈને પૂર્વોતર રાજ્યોમાં વિવાદ વકર્યો છે અને હિંસાનું રૂપ ધારણ કર્યુ છે. દેશની સંસદમાં છેલ્લાં 6 મહિનામાં બિલ પાસ થઈ રહ્યાં છે અને નવા કાયદા બની રહ્યાં છે. પરંતુ કલમ 370 રદ્દ થઈ ત્યારે પણ આટલો વિવાદ નહોતો થયો ત્યારે આ કાયદાને લઈને વિવાદ એટલો કેમ વધ્યો છે. એવું તો આ કાયદામાં શું છે અને નાગરિકતા કાયદો દેશના નાગરિકને નાગરિકતા આપવા માટે છે કે છીનવી લેવા માટે છે તેવી મૂંઝવણ સૌ કોઈને થઈ રહી છે. ત્યારે જાણો આખરે સમગ્ર આ મામલો છે શું...?