બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Exercise to save Savjo from Cyclone Biporjoy

Biparjoy Update / બિપોરજોય વાવાઝોડાથી સાવજોને બચાવવા કવાયત: ગીર જંગલમાં 100 સિંહોને શિફ્ટ કરવામાં આવ્યા

Priyakant

Last Updated: 04:01 PM, 13 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cyclone Biparjoy Update News: વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી, બિપોરજોય વાવાઝોડાથી સાવજોને બચાવવા કવાયત

  • અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોયની અસર
  • બિપોરજોય વાવાઝોડાથી સાવજોને બચાવવા કવાયત
  • ગીર જંગલમાં 100 સિંહોને શિફ્ટ કરવામાં આવ્યા 

અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન  વાવાઝોડાની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં દેખાવા લાગી છે. દરિયામાંથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ તરફ ખતરાને જોતા ત્રણેય રાજ્ય સરકારો એલર્ટ મોડ પર છે. જોકે હવે વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી રહી છે. બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. આ સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા. 

ગુજરાતમાં 300 ટ્રેકર દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રેકર્સની મદદથી સિંહો માટે સંભવિત ખતરા અગાઉથી શોધી શકાય છે. જેનાથી સમયસર સિંહોના જીવ બચાવી શકાશે. વાવાઝોડાને કારણે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વનવિભાગ દ્વારા કોઈ વન્ય જીવને નુકસાન ન થાય તે માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.  

શું કહ્યું જૂનાગઢ CCFએ ? 
જૂનાગઢ CCFએ જણાવ્યું હતું કે, બિપરજોય ચક્રવાતની વિનાશક અસરને ધ્યાનમાં રાખીને ગીર જંગલ સફારી અને દેવલિયા પાર્ક 12 થી 16 જૂન સુધી બંધ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ગીર સફારીમાં 16 જૂનથી 4 મહિનાનું ચોમાસુ વેકેશન પણ શરૂ થઈ રહ્યું છે. હવે ગીર સફારી 16 ઓક્ટોબરે જ ખુલશે. 

અગાઉ વાવાઝોડામાં ભારે નુકસાન થયું હતું 
મહત્વનું છે કે, જોખમને ધ્યાનમાં રાખીને વાવાઝોડા દરમિયાન ગીરના જંગલમાં કોઈને ન જવા દેવા અપીલ કરવામાં આવી છે. આ વાવાઝોડું પૂરું થતાં જ દેવલિયા પાર્ક ખુલ્લો મુકવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગીરના જંગલમાં આવેલા વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો પડી ગયા હતા. આવી સ્થિતિમાં આ વખતે વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ છે. ખતરાની જાણ થતા ગીર સફારી પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ