બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / ગુજરાત / Exciting drone footage of Mundra's Veerania village: 18900 trees planted on barren land to create forest

કચ્છમાં ક્રાંતિ / મુન્દ્રાના વીરાણીયા ગામના આહ્લાદક ડ્રોન દ્રશ્યો: બિનઉપજાઉ જમીન પર 18900 વૃક્ષો વાવી ઉભું કર્યું વન, ચોતરફ હરિયાળી છવાઇ

Vishal Khamar

Last Updated: 12:20 AM, 14 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પર્યાવરણ જાળવણીના સંકલ્પ સાથે કચ્છના મુન્દ્રા નજીક આવેલા એક નાનકડા ગામે ત્રણ વર્ષ અગાઉ બિનઉપજાઉ જમીન પર વાવેલા વૃક્ષોનો જતન પૂર્વક ઉછેર કરી સંપૂર્ણ સંકુલને નંદનવનમાં ફેરવી નાખ્યું છે. આજે આ વન નજીકથી વહેતી ભૂખી નદીના પટ વિસ્તાર પાસે આ વન કોઈ હિલસ્ટેશન જેવી અનુભૂતિ કરાવે છે.

  • કચ્છના મુન્દ્રા નજીક બનાવ્યું નંદનવન
  • બિનઉપજાઉ જમીન પર વાવેલા વૃક્ષોનું જતન કરી સંકુલને નંદનવનમાં ફેરવ્યું
  • નદીનાં પટને અડીને આવેલ હિલ સ્ટેશન જેવી અનુભૂતિ

 સુકામલક તરીકે જાણીતા કચ્છના મુંદ્રા તાલુકાના વિરણીયા ગામથી માત્ર 1100ની વસ્તી ધરાવતા આ નાનકડા ગામમાં 3 વર્ષ અગાઉ બિનઉપજાઉ 75 એકર જમીન પર વનવિભાગના સહયોગથી 18 હજાર 900 વૃક્ષોનું વાવેતર કર્યું હતું. જે બાદ ગામના ખેડૂતોએ આ વૃક્ષોને સમયસર પાણી અને ખાતરરૂપી ખોરાક આપી જતન પૂર્વકની માવજત લઇ તેનો ઉછેર કર્યો. અને આજે આ વન નજીકથી વહેતી ભૂખી નદીના પટ વિસ્તાર પાસે આ વન કોઈ હિલસ્ટેશન જેવી અનુભૂતિ કરાવે છે.  

 

 

 

યુરિયા જેવા ખાતરમાં પણ લીંબોળીની માંગ વધી
અહીં વૃક્ષોના ઉછેર માટે ડ્રેનેજનું પાણી ઉપયોગમાં લેવાય છે. અહીં સૌથી વધુ લીમડાનું વાવેતર કરાયું છે. કારણે કે હાલ પ્રાકૃતિક ખેતીમાં લીંબોળી વધુ ઉપયોગમાં લેવાય છે. તથા યુરિયા જેવા ખાતરમાં પણ હવે નિમકોટેડ આવતા હોવાથી લીંબોળીની માંગ વધી છે. જેથી આવનારા ભવિષ્યમાં આ ઉપવનમાંથી મોટા પ્રમાણમાં લીંબોળીનું ઉત્પાદન થશે. અને ગામના લોકો અને પંચાયત માટે પણ એક આવકનો સ્ત્રોત ઊભો થશે. જેથી આત્મનિર્ભર પંચાયત ગામનનું સપનું સાકાર થવાની લાગણી સરપંચે વ્યક્ત કરી છે.

ગ્રામ પંચાયતે વન કુટીર ઉભી કરી કાયાપલક કરી નાંખી
વિરાણીયા ગ્રામ પંચાયતે આહલાદક અનુભૂતિ કરાવતી વન કુટીરને ઉભી કરી સમગ્ર વિસ્તારની કાયાપલટ કરી નાખી છે. અહીં આસપાસ ઉદ્યોગોના આગમન બાદ ગામને પ્રદુષણથી બચાવા આ વન ઢાલ સમાન બની રહ્યું છે. અને અન્ય ગામને પણ પર્યાવરણની જાળવણી માટેની એક અનોખી પ્રેરણા પુરી પાડે છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ