નવાઝ શરીફના પત્ની કુલસુમનું લંડનમાં નિધન, પાક.ની જેલમાં બંધ છે પૂર્વ PM

By : hiren joshi 07:01 PM, 11 September 2018 | Updated : 07:01 PM, 11 September 2018
લંડનઃ પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફના પત્ની કુલસુમ નવાઝનું લંડનમાં અવસાન થયું છે. 68 વર્ષીય કુલસુમ નવાઝ છેલ્લા ઘણા સમયથી ગળાના કેન્સરથી પીડાતા હતા. લંડનમાં તેમની સારવાર ચાલી રહી હતી.

પાકિસ્તાનની સમાચાર ચેનેલના જણાવ્યા અનુસાર, કુલસુમ નવાઝની સારવાર લંડનમાં હાર્લે સ્ટ્રીટ ક્લીનિકમાં જુલાઇ 2014થી ચાલી રહી હતી. તેમને સોમવારથી જ ડોક્ટરોએ લાઇફ સપોર્ટ પર રાખ્યા હતા.

હાલમાં પાકિસ્તાનના પૂર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ અને તેમની દિકર મરિયમ નવાઝ પણ કુલસુમની પાસે લંડનમાં હતા. પાકિસ્તાનની કોર્ટ દ્વારા ભ્રષ્ટાચારના મામલે સજા સંભળાવ્યા બાદ નવાઝ શરીફ પોતાની દિકરી મરિયમની સાથે સ્વદેશ પરત આવી હતી.
  ત્યાર બાદ તેમને અને તેમની દિકરીની એરપોર્ટથી જ ધરપકડ કરી લેવામાં આવી હતી. જો કે, નવાઝ શરીફ અને મરિયમ નવાઝ પાકિસ્તાનની જેલમાં બંધ છે. નવાઝ શરીફ કુલસુમના લગ્ન વર્ષ 1971માં થયો હતો.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના અધ્યક્ષ શહબાઝ શરીફ અને તેમના દિકરા હુસૈન નવાઝે કુલસુમ નવાઝના અવસાનની પુષ્ટિ કરી હતી. આ સિવાય લંડનની હાર્લે સ્ટ્રીટ ક્લીનિકમાં પણ કુલસુમના મોતની પુષ્ટિ કરાઇ છે.
  પાકિસ્તાનના પૂર્વ પીએમ નવાઝ શરીફ પોતાની પત્ની કુલસુમને અંતિમ સમયે મળી ન શક્યા. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનની જેલમાં બંધ પૂર્વ પીએમ નવાઝ શરીફ, તેમની દિકરી મરિયમ નવાઝ અને જમાઇ કેપ્ટન સફદરને કુલસુમના અવસાનની જાણકારી આપી દેવામાં આવી છે.Recent Story

Popular Story